આ સભ્ય નાં અવસાન પર શોક વ્યક્ત કરતા, બચ્ચન પરિવાર ની દિવાળી આ વર્ષે નિસ્તેજ રહેશે

આ સભ્ય નાં અવસાન પર શોક વ્યક્ત કરતા, બચ્ચન પરિવાર ની દિવાળી આ વર્ષે   નિસ્તેજ રહેશે

વર્ષ ૨૦૨૦ માં લોકો એ ખૂબ જ સહન કર્યું છે. આ વર્ષ લગભગ બધા માટે ખરાબ સમાચાર લઈને જ આવ્યું છે. આ વર્ષ માં કોરોના મહામારી નાં લીધે પૈસા અને જીવ બંને થી માણસ ને નુકસાન થયું છે. ઘણા લોકો એવા છે કે, આ વર્ષે તેણે પોતાનાં વ્યક્તિઓ ને ગુમાવ્યા છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રી ને પણ આ ની અસર થઇ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં પરિવાર માં ધણા લોકો અવસાન પામ્યા છે. એવામાં બચ્ચન પરિવારે પણ પોતાનાં ફેમિલી નાં એક ખાસ વ્યક્તિ ને ગુમાવ્યા છે. ૧૪ નવેમ્બર નાં દિવાળી નો તહેવાર આવી રહ્યો છે. બચ્ચન પરિવાર દર વર્ષે આ તહેવાર ખૂબ જ ધૂમધામ થી મનાવે છે. ઘર માં દિવાળી ની શાનદાર પાર્ટી પણ રાખે છે. પરંતુ આ વર્ષે બચ્ચન પરિવાર ની દિવાળી નિસ્તેજ રહેશે. તેના ઘરે કોઈ પણ સેલિબ્રેશન થશે નહીં.

Advertisement

આ વાત ખુદ બચ્ચન પરિવાર નાં સદસ્ય અભિષેક બચ્ચને જણાવી હતી. હકીકત માં અભિષેક બચ્ચન નું હાલમાં જ એક ઈન્ટરવ્યું હતું. તેમાં તેઓ એ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળી પર ઘરે કોઈ સેલિબ્રેશન થશે નહીં. તેનાં પરિવારે એક વ્યક્તિ ગુમાવી છે તેથી પાર્ટી થશે નહીં. આ અવસાન અમિતાભ બચ્ચન નાં વેવાઈ એટલે કે તેની દીકરી શ્વેતા નંદા બચ્ચન ની સાસુ રિતુ નંદા નું થયું છે. તેઓ હવે આ દુનિયા માં નથી.અભિષેક બચ્ચન ને મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, આ વર્ષે અમારી ફેમિલી માં એક અવસાન થયું છે. મારી બહેન શ્વેતા નાં સાસુ હવે આ દુનિયા માં નથી રહ્યા. આવા સમય માં પાર્ટી કઈ રીતે રાખી શકાય.

આખી દુનિયા અત્યારે બહુ જ મોટી સમસ્યા નો સામનો કરી રહી છે. આપણે વધારે માં વધારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે માં વધારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું એકમાત્ર વિકલ્પ છે. જોકે તેનાથી પણ કોઈ ગેરંટી નથી કે તમે ઇન્ફેક્શન થી બચી જશો. તેથી દિવાળી પાર્ટી અને બીજા સોશિયલ ઓકેશન ન રાખવા જોઈએ. કામ ની વાત કરીએ તો અભિષેક બચ્ચન જલ્દી જ નેટ ફીલ્ક્સ ની “લુડો” ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મ નેટ ફીલ્ક્સ પર ૧૨ નવેમ્બર ના સ્ટ્રીમ થશે. આમાં અભિષેક ની સાથે રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ ,સાન્યા મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *