આ શિવલિંગ નાં રહસ્ય સામે વિજ્ઞાન પણ છે નત મસ્તક, દિવસમાં 3 વાર બદલે છે રંગ

આજે અમે તમને ભગવાન શિવજી નાં અદભૂત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન શિવજી નું આ મંદિર રહસ્યો થી ભરેલું છે અને મંદિર માં આવનાર લોકો શિવલિંગ ને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. મહાદેવ નું આ મંદિર જૂનું છે અને આ મંદિર વૈજ્ઞાનિકો માટે પણ પડકારરૂપ છે. આ મંદિરનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિક સમજી શક્યા નથી. આ મંદિરમાં રાખેલ શિવલિંગ નો રંગ બદલાય છે. આ શિવલિંગ નાં રંગ બદલવાનું કારણ જાણવામાં વૈજ્ઞાનિકોને પણ હજી સુધી સફળતા મળી નથી. મંદિર નાં પંડિત અનુસાર શિવલિંગ રોજ 3 વાર રંગ બદલે છે. જે લોકો આ ચમત્કાર જુએ છે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ મહાદેવ નાં મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. અને શિવલિંગની પૂજા કરે છે. જોવામાં આ શિવલિંગ સામાન્ય છે પરંતુ જેમ જેમ દિવસ પૂર્ણ થતો જાય છે તેમ તેમ આ શિવલિંગ પોતાનો રંગ બદલે છે.
આ શિવલિંગનો રંગ સવાર નાં સમયમાં લાલ હોય છે બપોર નાં સમયે કેસરી કલરનો હોય છે આ જ પ્રકારે રાતનાં શિવલિંગ નો શ્યામ રંગ હોય છે. ત્યાનાં નિવાસીઓ જણાવે છે કે, શિવલિંગ દરરોજ પોતાનો રંગ બદલે છે અને હજી સુધી આ શિવલિંગની જડ સુધી કોઈ પહોંચી શક્યું નથી. શિવલિંગ ધરતીમાં ખૂબ જ ઊંડાઈ થી જોડાયેલ છે આ શિવલિંગ એટલી ઊંડી છે કે, તે જાણવા માટે ઘણીવાર ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ આ શિવલિંગ ની ઊંડાઈ નો ખ્યાલ હજી સુધી માપી શકાયો નથી. અહીંયા નિવાસીઓનું કહેવું છે કે કેટલાય દિવસો સુધી ખોદકામ બાદ પણ તેની ઊંડાઇ સુધી પહોંચી શકાયું નથી. ત્યારબાદ ખોદકામ નું કામ રોકી દેવામાં આવ્યું હતું.
પૂર્ણ થાય છે દરેક મનોકામના
અચલેશ્વર મહાદેવ નું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ઘણા લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે માન્યતા છે કે, આ રહસ્યમય શિવલિંગ નાં દર્શન કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને જે તે મેળવવા ઇચ્છે તેને અવશ્ય મળે છે. સાથે જ જે લોકોનાં લગ્ન થતા નહોય તે લોકો આ શિવલિંગની પૂજા કરે છે તો તેના લગ્ન જલદી થઈ જાય છે. આ જ કારણે ઘણા યુવા લોકો આ મંદિરમાં આવીને શિવજીની પૂજા કરે છે.