આ ટીવી અભિનેત્રી ફરી બની દુલ્હન કહ્યું કે, એટલા લગ્ન કર્યા છે કે મને હવે યાદ પણ નથી.

પ્રખ્યાત ટીવી શો ઈશ્ક્બાઝ થી જાણીતી થયેલી સુરભી ચંદના ની ફોટો આજકાલ સોશિયલ મીડિયા માં પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફોટા માં સુરભી દુલ્હન નાં પોશાક માં જોવા મળી રહી છે. તેઓ એ રેડ વેડિંગ ડ્રેસ પહેરેલો છે. અને તેની સાથે જ સુંદર સોનાનાં ઘરેણાં પહેરેલા છે. આ ફોટો તેણે પોતે જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટો ની સાથે સુરભી એ ખૂબ જ રમુજી કેપ્શન લખ્યા છે.સુરભી ચંદના એ દુલ્હન નાં પોશાક માં ફોટો સાથે કેપ્શન લખ્યુ છે કે, હું ટી.વી. માં એટલી વાર દુલ્હન બની ચૂકી છું કે મને ખુદને યાદ નથી. પરંતુ જ્યારે હું વેડિંગ ડ્રેસ પહેરી છું ત્યારે હું ખૂબ ઉત્સાહમાં હોવછું. ભગવાન ને જ ખબર કે મારી રીયલ મેરેજ ક્યારે થશે. સુરભી ચંદના ની ફોટો આ ફોટો પર નકુલ મહેતા એ પણ એક કોમેન્ટ કરી હતી કે, હવે રીયલ મેરેજ નો વારો આવ્યો છે.
સુરભી ચંદના અને નકુલ મહેતા ની જોડી એ લોકો નાં દિલ ખાસ જગ્યા બનાવી છે. ઈશ્ક્બાઝ શો સ્ટાર પ્લસ ની ટીઆરપી માં પણ નંબર વન હતો. બંને ની જોડી લોકો ને એટલી પસંદ હતી કે લોકો એ તેમનાં અફેર ની પણ વાતો કરવા લાગી હતી. ફોટો ની વાત કરીએ તો આ દુલ્હન વાળી ફોટો એકતા કપૂર નાં શો નાગીન ૫ ની છે. જેમાં એક સીન માટે સુરભી ચંદના દુલ્હન બની ને શૂટ કરી રહી છે. એકતા કપૂર નાં નાગીન ૫ માં બાની ની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી સુરભી ચંદના એ હાલમાં જ ઇન્સટાગ્રામ પર પહેલી વાર પોતાનું એકાઉન્ટ ઓપન કરી અને દુલ્હનનો પોઝ માં એક ફોટો શેર કર્યો છે.