આ ઉપાય કરવાથી મળે છે કર્જમાંથી મુક્તિ, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

આજના જીવનમાં દરેક વ્યક્તિ ની લાઈફ તણાવ થી ભરેલી હોય છે દરેકને દુનિયાભર ન ની ચિંતા રહે છે પહેલા વ્યક્તિ નાં જીવન ની જરૂરીયાત ફક્ત બે વખતનું ભોજન હતું. આજે તેની જરૂરિયાતો વધતી જાયછે. આજે વ્યક્તિને બે વ્યક્તિને રોટલી સાથે ત્રણ વખત નો નાસ્તો અને ઘર, કાર અને ભોગવિલાસ ની તમામ વસ્તુઓ જોઈએ છે.આ દરેક વસ્તુઓ માટે વ્યક્તિ પોતાની કમાયેલી વસ્તુઓને ગીરવી પણ રાખી દેછે. ઘણીવાર હદ થી વધારે કર્જ લેવાથી પણ તે અચકાતો નથી. આ કર્જ નાં કારણે વ્યક્તિ નાં જીવન માં માનસિક તણાવ અને જીવનમાં અસંતુલિતતા જોવા મળે છે. કર્જ ચુકવતા ચૂકવતા વ્યક્તિની આર્થિક સ્થિતિ કમજોર થવા લાગે છે.
જો તમે પણ કર્જથી પરેશાન હોવ અને તમામ પ્રયાસો કર્યા બાદ પણ કર્જ નાં બોજમાંથી મુક્ત થઈ રહ્યા ના હોવ તો એકવાર આ ઉપાય જરૂર કરી જુઓ. કર્જ માટે લાલ કિતાબ અને જ્યોતિષ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે ઉપાય કરવાથી જલ્દી જ કર્જમાંથી મુક્તિ મળી શકે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે
- કોઈપણ મહિના નાં શુક્લ પક્ષ દરમિયાન પહેલા મંગળવાર નાં દિવસે નજીક નાં શિવ મંદિરે જઈ અને શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો અને મસૂરની દાળ પણ અર્પણ કરવી. ત્યારબાદ મંદિરમાં બેસીને ઋણમુક્તેશ્વર મંત્ર નો ઓછામાં ઓછી એક માળા એટલે કે ૧૦૮ વાર મંત્ર જાપ કરવા તેનાથી તમને જલ્દીથી કર્જમાંથી મુક્તિ મળી શકશે.
- કર્જમાંથી મુક્તિ મેળવવા માટે બીજો ઉપાય કરી શકો છો કે, કોઇપણ મહિનાની પૂનમ નાં દિવસે પીળું વસ્ત્ર, ચણાની દાળ, હળદર, પીળા ફૂલ અને પીળી મીઠાઈનું દાન કરવું. આ ઉપાય બ્રાહ્મણ ને કરવો તેનાથી પણ કર્જમાંથી મુક્તિ મળે છે.
- તેની સાથે જ સંકટ મોચન હનુમાનજી પણ તમને કષ્ટોથી મુક્તિ અપાવી શકે છે. દર મંગળવાર અને શનિવાર નાં દિવસે હનુમાનજીને તેલ અને સિંદૂર નું તિલક લગાવવું તે દરમ્યાન હનુમાન ચાલીસાનાં પાઠ કરવા એવું કરવાથી કર્જ સંબંધિત દરેક પરેશાની વ્યક્તિથી દૂર જાય છે અને મનમાં શાંતિ થાય છે. તેની સાથે જ રાત્રિનાં સુતા પહેલા તમારા રૂમમાં બે કપૂર ની ગોટી ઘીમાં ડુબાડીને રાખવી આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે સાથે જ કર્જ માંથી મુક્તિ મળશે.
- ઘરમાં સરસવ કે તલ નાં તેલથી દીવો અવશ્ય કરવો. તેનાથી ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે અને તેનાથી વ્યક્તિની કામ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે. સાથે જ તમારું કર્જ પણ ઉતરી જાય છે. આ ઉપાયો ઉપરાંત વાનર ને ગોળ ચણા અને કેળા ગાયને રોટલી, માછલીઓને ઘઉં ની ગોળી બનાવીને અને પક્ષીઓને ચણ નાખવા નું પણ ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે તેનાથી પણ વ્યક્તિને કર્જ માંથી મુક્તિ મળી શકે છે.