આ ઉપાયો થી બદલાઈ જશે તમારું જીવન, તકિયા નીચે રાખો આ વસ્તુ, ખુલી જશે ભાગ્ય

વ્યક્તિ નાં જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે. ક્યારેક જીવન ખુશી પૂર્વક પસાર થાય છે તો ક્યારેક એક પછી એક પરેશાની ઉત્પન્ન થવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો ગ્રહો નક્ષત્રો નું પરિવર્તન મનુષ્ય નાં જીવન પર ખૂબ જ પ્રભાવ પાડે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ ઉચ્ચ સ્થાન પર હોય તો તેને કારણે વ્યક્તિ ને જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નીચા સ્થાન પર બિરાજમાન હોય તો તેના કારણે પરેશાની આવી શકે છે. અને મનુષ્યનું જીવન તણાવગ્રસ્ત રહે છે.
જો તમે ઈચ્છતા હોવ તમારી કુંડળીમાં ગ્રહો અશુભ ફળ પ્રદાન કરે તો એવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં તેનાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. સૂતી વખતે તકિયા નીચે ગ્રહ-નક્ષત્ર સંબંધિત વસ્તુઓ રાખવાથી તેનાં નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે. આ વસ્તુઓ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. વ્યક્તિ નાં જીવનમાં આર્થિક પરેશાની ઉત્પન્ન થતી રહેતી હોય જેના લીધે અન્ય પ્રકારની પરેશાની પણ આવે છે. આવી સ્થિતિ ગ્રહ નાં ખરાબ પ્રભાવને કારણે હોય છે. ગ્રહ નાં ખરાબ પ્રભાવને દૂર કરવા માટે આ ઉપાયો અપનાવવા જોઈએ.
કુંડળીમાં સૂર્ય દોષ હોય ત્યારે
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નો ખરાબ પ્રભાવ હોય તેનાં કારણે જીવનમાં ઘણી પરેશાની આવી શકે છે. આવી સ્થિતિમાં રાત નાં સૂતી વખતે પલંગ નીચે એક વાસણમાં પાણી ભરીને રાખો અને તકિયા નીચે લાલ ચંદન રાખવું. સવાર નાં ઉઠ્યા બાદ તે પાણીનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સૂર્ય નાં ખરાબ પ્રભાવ તમારા જીવન માંથી દુર થશે.
કુંડળીમાં ચંદ્ર દોષ હોય ત્યારે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર માં ને સુખ નાં કારક અને એશ્વર્ય માનસિક શાંતિ વગેરે નાં કારક ગ્રહ ગણવામાં આવે છે. જો કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ યોગ્ય ના હોય તો તેનાં કારણે આ દરેક વસ્તુ પર પ્રભાવ પડે છે. તેનાં ખરાબ પ્રભાવથી છુટકારો મેળવવા માટે ચાંદીની વીંટી અને કે અન્ય આભૂષણ તકિયા નીચે રાખવું. અને પલંગ નીચે ચાંદી નાં વાસણમાં પાણી ભરીને સુવું. આ ઉપાય કરવાથી ધીરે-ધીરે તમારા જીવનની દરેક પરેશાની દૂર થાય છે. અને સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.
કુંડળીમાં મંગળદોષ હોય ત્યારે
મંગળ ગ્રહ ને દરેક ગ્રહ નાં સેનાપતિ ગણવામાં આવે છે.જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ ઉર્જા, સાહસ અને નીડરતા વગેરે નાં કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં આ ગ્રહ ની સ્થિતિ બરાબર ના હોય તેના કારણે વ્યક્તિ નાં દરેક કાર્ય બનતા બનતા બગડે છે. વ્યક્તિને શત્રુઓનો ભય લાગે છે. મંગળ દોષ થી છુટકારો મેળવવા માટે રાતના સૂતી વખતે તમારા પલંગ નીચે એક વાસણમાં પાણી ભરીને રાખો અને તકિયાની નીચે સોનાનું આભૂષણ રાખવું ઉપાય કરવાથી મંગળ નો અશુભ પ્રભાવ દૂર થાય છે. અને મંગળ દોષ થી મુક્તિ મળે છે.