આ વસ્તુઓ દેખાય તો માનવામાં આવે છે અશુભ, જીવનમાં થઈ શકે છે અશુભ ધટના

જીવનમાં જોવામાં આવતી ઘણી એવી વસ્તુઓ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે. વારંવાર જો નીચે જણાવેલ વસ્તુઓ દેખાય તો તમારે સમજી જવું કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. એટલા માટે આ સંકેતોને નજર અંદાજ ના કરવા અને ભવિષ્યમાં થનાર ઘટના થી બચવા માટે ઉપાય કરવા ચાલો પહેલા જાણીએ આ સંકેતો વિશે
કૂતરા નું રડવું
જો કોઈ કૂતરો તમારા ઘર પાસે આવીને રડવા લાગે, તો આ અશુભ સંકેત માનવામાં આવે છે અને આનો અર્થ એવો થાય છે કે, તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે અને પરિવાર પર કંઈક આફત આવી શકે છે. એટલા માટે જ્યારે પણ કૂતરો તથા કોઈ જાનવર કારણ વગર રડે અથવા તો અજીબ અવાજ તમારા ઘર પાસે આવીને કરવા લાગે તો તેને નજર અંદાજ કરવાની ભૂલ ના કરવી.
ઘરમાં ઉધઈ થવી
વારંવાર ઘરમાં ઉધઈ થતી હોય અથવા તો પોતાનું ઘર બનાવે તો આ પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ઉધઈ ના થવા દો. ઉધઈ સિવાય ઘરમાં કરોળિયા, મધમાખી નું છત બનાવવું પણ અશુભ માનવામાં આવે છે.
બિલાડીઓ નું લડવું
ઘરની પાસે આવીને જો બિલાડીઓ લડે તો તરત જ તેમને ત્યાંથી ભગાડી દો. વાસ્તવમાં ઘરની આસપાસ કે ઘરની અંદર બિલાડીઓ નું લડવું કે રડવું ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ થાય છે કે, પરિવારમાં કંકાસ થી શકે છે અને કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. તેમજ જો બિલાડી અચાનક થી રસ્તો કાપે તો તે પણ અશુભ માનવામાં આવે છે અને જે કામ માટે તમે જઈ રહ્યા હોવ તે કામ અસફળ થાય છે.
ખરાબ સપનાં આવવા
જો કોઈ વ્યક્તિને વારંવાર ખરાબ સપનાં આવે છે તો તે ભવિષ્યમાં થનાર કોઈ દુર્ઘટના નો સંકેત હોય છે આ સિવાય રાત્રે અચાનકથી ઉધ ઉડી જવી અને બેચેની થવી પણ કોઈ ખરાબ ઘટનાનો સંકેત છે.
કરો આ ઉપાય
- ખરાબ સંકેત મળવા પર તમે ડરો નહીં બસ નીચે દર્શાવ્યા આ પ્રમાણે નાં ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી ખરાબ સમય ટળી જાય છે.
- હનુમાનજી નાં મંદિરે જઈને હનુમાનજી ની સામે સરસવ નાં તેલ નો દીવો કરવો.
- મંગળવાર નાં દિવસે હનુમાન ચાલીસા કરવા
- નદી અથવા તળાવમાં નાળિયેર ને પ્રવાહિત કરો.
- હનુમાનજી નાં મંદિરે જઈને હનુમાનજીની પૂજા કરવી અને તેમને સિંદૂર અર્પણ કરવું. પછી તે સિંદૂરને એક કાગળમાં રાખી તમારા તકિયા નીચે રાખવાથી ખરાબ સપનાંઓ આવશે નહિ.