આ વસ્તુ ઓ સાથે દહીં નું સેવન કરવા થી ઝેહર બની જાય છે, આ ભૂલો ક્યારેય ન કરશો

હિંદુ ધર્મ અનુસાર દહીં ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આપણે હંમેશાં જોયું છે કે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ઘરે થી નિકળતા પહેલા દહીં ખાવામાં આવે . માન્યતા છે કે દહીં ખાઈને બહાર જવાથી કાર્ય અવશ્ય પૂર્ણ થાય છે. દહીં આપણી પાચનશક્તિ ને પણ મજબૂત કરે છે સાથે જ ઈમ્યુનીટી બુસ્ટર નું પણ કામ કરે છે. દહીં ઘણી રીતે ખાવામાં આવે છે. ઘણા લોકો તેમાં ખાંડ ભેળવી ને ખાય છે તો ઘણા નિમક ઉમેરી ને ઘણા ને જીરું પાવડર નાખી ને પણ ખાવાનું પસંદ હોય છે. ઘણા લોકો છાશ બનાવી ને પણ પીવાનું પસંદ કરે છે. દહીં લેકિટક એસિડ રહેલુ હોય છે જે પેટ માં સારા બેક્ટેરિયા બનાવે છે તેના થી તમારું પાચનતંત્ર મજબૂત બને છે. તેવી જ રીતે ઘણી એવી વસ્તુઓ પણ છે જેની સાથે દહીં ખાવાથી બીમારી થઈ શકેછે. તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેની સાથે દહીં ના ખાવું જોઈએ.
દહીં અને માછલી
દહીં અને માછલી ભૂલ થી પણ ક્યારેય સાથે ખાવા જોઈએ નહીં કારણ કે બંનેમાં પ્રોટીન રહેલુ હોય છે. તેથી બંને પ્રોટીન ની માત્રા એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. બીજું કારણ એ છે કે દહીં ગાય નાં દૂધ માંથી બનેલ હોય છે જયારે માછલી માંસાહારી છે. એવામાં એક સાથે ખાવાથી પેટ ને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
ડુંગળી અને દહીં
ડુંગળી અને દહીં ક્યારે પણ એકસાથે ન ખાવા જોઈએ ઘણા લોકો ડુંગળી ને દહીં મિક્સ કરીને ખાતાં હોય છે. આવું કરવું એ તમારી તંદુરસ્તી માટે ખૂબ જ નુકસાનકારક છે. કારણ કે દહીં ઠંડુ હોય છે. ત્યારે ડુંગળી શરીર માં ગરમી પેદા કરે છે. તેથી બંનેને એક સાથે લેવાથી એલ્જી ની સમસ્યા થઈ શકે છે.
દૂધ અને દહીં
જો તમે દૂધ અને દહીં સાથે મિક્સ કરીને લો છો. તો તમને એસીડીટી, ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે દૂધ અને દહીં અને ક્યારે પણ એકસાથે લેવા જોઈએ નહીં
દહી અને કેરી
દહીં ની અંદર કેરી નાં નાનાં ટુકડા કરીને ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તે ઘણું નુકસાનદાયક પણ છે. દહીં અને કેરી એકી સાથે ખાવાથી શરીરમાં ત્વચા ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ફક્ત સ્વાદ માટે થઈ અને બંને એક સાથે ખાવા જોઈએ નહીં.
દહી અને પરાઠા
દહીં અને પરાઠા આપણે નાસ્તા માં ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ તેલીય પદાર્થ ને દહીં એક સાથે ખાવાથી શરીર માં ખૂબ નુકસાન થાય છે. જો તમે દહીં અને પરાઠા રોજ ખાવ છો તો તમે સાવધાન થઈ જાઓ. કારણ કે તે તમને આળસુ બનાવે છે.
અડદની દાળ અને દહીં
અડદની દાળ અને દહીં સાથે ખાવા માટે આયુર્વેદ માં સખત મનાઈ છે. કારણ કે અડદ ની દાળ થી બનેલી વસ્તુ સાથે જો તમે દહીં ખાવ છો તો લાંબાસમયે તમને પેટને લગતી ગંભીર બીમારી થઇ શકે છે.
છોલે ભટુરે અને દહીં
હંમેશા લોકો એક ગ્લાસ છાશ ની સાથે ગરમા ગરમ છોલે ભટુરે ખાવાનું પસંદ કરે છે. પરંતુ આવું કરવાથી બચવું જોઈએ. તેની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.