આ વર્ષે મકરસંક્રાંતિ નાં દિવસે બની રહ્યો છે ખાસ સંયોગ, મકર રાશિ માં એકસાથે બિરાજમાન થશે આ પ ગ્રહો

દેશભરમાં મકરસંક્રાંતિ નાં તહેવાર ને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ ગરીબ લોકોને ખાવાની વસ્તુઓ દાન કરવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે પોષ માસમાં આવે છે જો કે પોષ માસમાં જ સૂર્ય ધન રાશિ છોડીને મકરરાશિમાં પ્રવેશ કરે છે અને જે દિવસે સૂર્ય નો પ્રવેશ મકર રાશિમાં થાય છે તેને મકરસંક્રાંતિ નાં નામે ઓળખવામાં આવે છે. દર વર્ષે મકરસંક્રાંતિ લોહડી નાં આગલા દિવસે આવે છે અને આ વખતે પણ આ તહેવાર ૧૪ જાન્યુઆરી નાં આવી રહ્યો છે મકરસંક્રાંતિ તહેવાર નાં દિવસે સૂર્ય દેવની ઉપાસના માટે વિશેષ મહત્વ જણાવામાં આવ્યું છે.
આ તહેવાર ગુજરાત રાજ્યમાં ઉતરાયણ નાં નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે પતંગ ઉડાડવાનો રિવાજ છે અને લોકો તલ અને ગોળ થી બનેલ વસ્તુઓ આ દિવસે જરૂર ખાઈ છે. જ્યારે પંજાબ અને ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ નાં દિવસે ખીચડી ખાવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ નાં તહેવાર પર વિશેષ યોગ બની રહ્યો છે. અને આ વર્ષે એકી સાથે પાંચ ગ્રહો મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે આ વર્ષે મકરસંક્રાંતિ ખૂબ જ શુભ રહેશે. પંડિતો અનુસાર મકરસંક્રાંતિ પર સૂર્ય, ચંદ્રમા, શનિ, બુધ અને ગુરુ ગ્રહ એકસાથે મકર રાશિમાં પ્રવેશ કરશે તેનાથી એક શુભ સંયોગ બની રહ્યો છે તેનું શુભ ફળ પ્રાપ્ત થશે.
મકરસંક્રાંતિ નું શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ નું શુભ મુહુર્ત સવારે ૮ : ૩૦ થી સાંજે ૫ : ૪૬ સુધી પુણ્ય કાળ અને સવારે ૮ થી ૮ : ૨૭ સુધી મહાપુણ્ય કાળ એટલે કે આ વર્ષે મકરસંક્રાંતિ નો પુણ્ય કાળ ૮ કલાક સુધી નો રહેશે. અને આ સમય દરમિયાન સ્નાન કરીને દક્ષિણા આપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
હિન્દુ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિનો તહેવાર નું વર્ણન કરતા કહેવામાં આવે છે કે, જે લોકો આ તહેવાર નાં દિવસે ગંગાસ્નાન કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળશે મકરસંક્રાંતિ થી જ ઋતુ પરિવર્તન થાય છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે. એટલું જ નહીં મકરસંક્રાંતિ નાં દિવસ થી દિવસો મોટા અને રાતો નાની થઈ જાય છે. આ તહેવાર સૂર્યદેવ સાથે જોડાયેલો છે માટે તે દિવસે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે.શાસ્ત્રો અનુસાર તે દિવસે શનિદેવની પૂજા કરવાથી પણ લાભ મળે છે. માન્યતા છે કે, મકરસંક્રાંતિ નાં દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવ ની ઘરે જાય છે તેથી તે દિવસે શનિદેવની પૂજા ઉપાસના કરવામાં આવે છે. શનિદેવ ને સરસવ નું તેલ અને કાળા તલ અર્પણ કરવામાં આવે છે.
આ રીતે દાન કરવું
- મકરસંક્રાંતિ નાં સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું. અને નદી પર જવાનું સંભવ ના હોય તો ઘર નાં પાણી અંદર ગંગાજળ મેળવીને સ્નાન કરવું.
- પવિત્ર પાણીથી સ્નાન કર્યા બાદ નવા કપડાં ધારણ કરીને સૂર્યદેવની પૂજા કરવી
- પૂજા કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપવાનું ના ભૂલવું અર્ધ્ય નાં પાણીમાં ચોખા અને લાલ રંગના ફૂલ નાખવા સૂર્યદેવની સાથે જોડાયેલ મંત્રના જાપ કરવા
- અર્ધ્ય આપ્યા બાદ ગરીબોને આ વસ્તુઓ નું દાન કરવું. દાનમાં દાળ, ચોખા, ગોળ અને લોટ વગેરે વસ્તુઓનું દાન કરવું. દાન કર્યા ઉપરાંત તમે આ વસ્તુઓ મંદિરે જઈને ચડાવી પણ શકો છો.
- આ દિવસે શનિદેવની પૂજા કરવાથી પણ લાભ થાય છે તેથી મંદિરે જઈને શનિદેવની પૂજા જરૂર કરવી તેને સરસવ નું તેલ અચૂક અર્પણ કરવું.