આચાર્ય ચાણક્ય કહે છે કે, ભાગ્યશાળી લોકોને જીવનમાં મળે છે આ ૫ સુખ

આચાર્ય ચાણક્ય કહે છે કે, ભાગ્યશાળી લોકોને જીવનમાં મળે છે આ ૫ સુખ

આચાર્ય ચાણક્ય તેમનાંસમય નાં ખૂબ જ મોટા વિદ્વાન હતા. તેમણે ચાણક્ય નીતિ પુસ્તક લખી હતી તેમણે ડેઈલી  જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે. જે આજે પણ ઈફેક્ટીવ લાગે છે તેમણે ચાણક્ય નીતિમાં પાંચ એવા સુખોનું વર્ણન કર્યું છે જે ભાગ્યશાળી લોકોને પ્રાપ્ત થાય છે.

પહેલું સુખ

આચાર્ય ચાણક્ય મુજબ જે લોકો ભરપેટ ભોજન કરીને સારી રીતે પચાવવાનું સુખ દરેક વ્યક્તિને મળતું નથી તમે પણ આ વાત નોટીસ કરી હશે કે, ઘણા લોકો પાસે ખૂબ જ પૈસા હોય તે જેટલું ઈચ્છે તેટલું ખરીદી શકે બનાવી શકે પરંતુ તેની પાસે બીમારી અને અન્ય કારણ નાં લીધે પચાવવાની શક્તિ હોતી નથી. તેમજ બીજા લોકો પાસે પાચનતંત્ર ખૂબ જ મજબૂત હોય છે પરંતુ પૈસા ની કમીને કારણે કે અન્ય કારણોથી ભરપેટ ખાવાનું નસીબ નસીબ માં હોતું નથી તેથી જે વ્યક્તિને આ બંને સુખ મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે.

બીજું સુખ

 

જો તમને સમય પર સ્વાદિષ્ટ અને ગરમ ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે, તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે દુનિયામાં ઘણા એવા લોકો છે જેને આ સુખ રોજ મળતું નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે, મોટા મોટા પૈસા વાળા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે.

ત્રીજું સુખ

ઘરમાં વિવાદનું કારણ ઝઘડાળુ સ્વભાવ ની પત્ની હોય છે તેનાથી વ્યક્તિ ખૂબ જ દુઃખી રહે છે. પરંતુ જો તમારી પત્ની પ્રેમ અને સ્નેહ ભાવવાળી હોય તો તમારાથી સુખી વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી આવી પત્ની નસીબવાળા લોકોને જ મળે છે.

ચોથું સુખ

આપણે ભલે ગમે તેટલું કહીએ કે, જીવનમાં પૈસા જ બધું નથી પરંતુ સાચી વાત એ છે કે, પૈસા વિના વ્યક્તિ સુખી પણ થઇ શકતો નથી પૈસાનાં અભાવને કારણે ભૌતિક સુખથી મેળવી શકતો નથી. કેટલાક ગ્રંથોમાં ધનહીન વ્યક્તિને મૃતક સમાન ગણવામાં આવે છે. જે વ્યક્તિ પાસે જીવનમાં ખૂબ જ પૈસા હોય છે તે વ્યક્તિ સુખી કહેવાય છે.

પાંચમું સુખ

દાન કરવાનો ઉત્સાહ અને મન દરેક પાસે હોતું નથી જે વ્યક્તિ ખૂબ જ ધન ધર્મ કરે છે અ તે સુખી અને ભાગ્યશાળી હોય છે. તેને એ વાતનો ખ્યાલ હોય છે કે, તેનાં ધન  નો સાચો ઉપયોગ થઈ રહ્યો છે. એવામાં તેને ધન નષ્ટ થવાની અથવા તો ખોટા હાથમાં જશે એ  વાતનું ટેન્શન હોતું નથી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *