આચાર્ય ચાણક્ય અનુસાર આ પ્રકાર નાં સ્વભાવની પત્ની કરી દે છે જીવન બરબાદ, હોય છે સૌથી મોટી દુશ્મન

આચાર્ય ચાણક્યની નીતિ ગ્રંથ નાં માધ્યમથી જીવનમાં સરળતાથી સફળ થઇ શકાય છે. તે એક કુશળ રાજનેતા અને પ્રકાંડ અર્થશાસ્ત્રી પ્રસિદ્ધ ચાણક્યજી એ કેટલીક એવી નિતી જણાવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ એક સફળ અને શાંતિપૂર્ણ જીવન મેળવી શકે છે. આજે અમેં તમને ચાણક્યજી ની કેટલીક એવી નીતિ વિશે જણાવી રહ્યા છીએ આ નીતિ માં તેમણે મિત્ર અને શત્રુ સંબંધી કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિ એ જીવનમાં મિત્ર અને શત્રુ સમજી-વિચારીને બનાવવા જોઈએ. ખોટા વ્યક્તિને મિત્ર અથવા શત્રુ બનાવવાથી જીવન બરબાદ થઈ શકે છે. માટે સમજી વિચારીને કોઈને તમારા મિત્ર કે શત્રુ બનાવવા આ ઉપરાંત ચાણક્યએ કેટલાક એવા લોકો નો ઉલ્લેખ કર્યો છે જે જીવનમાં શત્રુઓનુ કામ કરે છે.
ચાણક્ય અનુસાર જે માતા-પિતા પોતાના બાળકોને શિક્ષા આપતા નથી અને સારી વાતો જણાવતા નથી તે શત્રુ સમાન હોય છે એવા માતા-પિતા પોતાના બાળકોનું જીવન બરબાદ કરે છે બાળકો નાં અભ્યાસની જવાબદારી દરેક માતા-પિતાની હોય છે તેથી માતા-પિતાએ આ જવાબદારી સારી રીતે નિભાવી જોઈએ અને જે પોતાના બાળક ની આ જવાબદારી સારી રીતે નથી નિભાવતા તે પોતાના જ બાળક નાં શત્રુ બની જાય છે. આજ પ્રકારે જે માતા-પિતા પોતાના બાળકો ની ભૂલો ને નજર અંદાજ કરે છે. અને બાળકો ને જીવનમાં સાચો રસ્તો નથી બતાવતા તે માતા-પિતા પણ પોતાના બાળકો નાં દુશ્મન જ હોય છે.
મિત્ર ની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ ખોટા લોકોની મિત્રતા જીવનમાં ભારે પડી શકે છે. આવા મિત્ર શત્રુ સમાન હોય છે ખોટા મિત્રો તમને ખોટા માર્ગ પર લઈ જઈ શકે છે અને આ રસ્તા પર ચાલીને તમે બરબાદ થઈ જાઓ છો માટે ફક્ત એવા લોકોની મિત્રતા કરવી જેના વિચારો ઊંચા હોય એવા લોકો તમારા સાચા મિત્ર સાબિત થઇ શકે છે. કેટલીક પત્ની પોતાના પતિ ને કાબુમાં રાખે છે એવું કરવાથી પતિ ની વિચારવાની સમજ શક્તિ રહેતી નથી. જે પત્ની પોતાના પતિ નું સન્માન નથી કરતી અને હંમેશા તેને પોતાના ઈશારા પર નચાવે છે તે દુશ્મન સમાન હોય છે. દુશ્મન એને જ બનાવો છે વધારે તાકાતવર ન હોય તેમજ મિત્ર તેને જ બનાવા જે વધારે તાકાત હોય અને તમારી મદદ કરી શકે. આમ પ્રેમ પોતાના બરાબર વાળા સાથે જ કરવો જોઈએ.