આધારકાર્ડ પછી હવે સરકારની મોટી ગિફ્ટ, મતદાર કાર્ડ પણ મોબાઈલ માંજ ડાઉનલોડ કરી શકાય છે

આધારકાર્ડ પછી હવે સરકારની મોટી ગિફ્ટ, મતદાર કાર્ડ પણ મોબાઈલ માંજ ડાઉનલોડ કરી શકાય છે

ભારત સરકારે ડિજીટલ ને પ્રોત્સાહન આપતા એક બીજી નવી શરૂઆત કરી છે આધારકાર્ડ પછી ભારત સરકારે મતદાર કાર્ડ નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ શરૂ કર્યું છે. હવે ભારતનો કોઈપણ નાગરીક પોતાના મતદાર કાર્ડને સરળતાથી પોતાના મોબાઇલ અથવા કોમ્પ્યુટર પરથી  ડાઉનલોડ કરીને સેવ કરી શકે છે.આ અંગે માહિતી આપતા ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇલેક્ટર ફોટો ઓળખકાર્ડ એ ચૂંટણીલક્ષી ફોટો ઓળખકાર્ડ નું ડીજીટલ સંસ્કરણ છે અને ડિજિટલ લોકર જેવા માધ્યમો દ્વારા તેને સુરક્ષિત પણ રાખી શકાય છે. એટલું જ નહીં તે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) ફોર્મેટમાં પણ પ્રિન્ટ કરી શકાય છે. આપને જણાવી દઇએ કે, આધાર કાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલેથી જ ડિજીટલ મોડ માં ઉપલબ્ધ છે. હવે સરકાર દ્વારા ડિજિટલ મોડમાં નાગરિકોનાં ચૂંટણી કાર્ડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

અમે તમને જણાવીશું કે તેને ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય.

તમને મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા બે તબક્કામાં આપવામાં આવી છે. પહેલા તબક્કામાં એટલે કે ૨૫ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ફક્ત નવા મતદારો તેમના મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં ડિજિટલ મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકશે. તેમાં ધ્યાન રાખવાની વાત એ છે કે તેના માટે મતદાર અથવા ભારતનાં નાગરિક નો મોબાઇલ નંબર ચૂંટણી પંચ માં નોંધણી કરાવવો જરૂરી છે.

આ પછી બીજો તબક્કો આવે છે. બીજો તબક્કો એટલે કે ૧લી ફેબ્રુઆરી થી બધા મતદારો તેમનાં મતદાર કાર્ડ ને ડિજિટલ રીતે ડાઉનલોડ કરી શકશે. જોકે આ સ્ટેપમાં તમારો મોબાઈલ નંબર ચૂંટણીપંચની વેબસાઈટ સાથે નોંધાયેલ હોવો ફરજીયાત છે. જો તમારો નંબર ચૂંટણી પંચ માં નોંધાયેલ નથી તો તમારે પહેલા નંબર નોંધાવવો પડશે. ચૂંટણીપંચની વેબસાઈટ ની મુલાકાત લઈને તમે આ કાર્ય સરળતાથી કરી શકો છો.

ત્યારબાદ તમે મતદાર કાર્ડ ની ડિજિટલ કોપી ને બે અલગ અલગ રીતે ડાઉનલોડ કરવાનું કાર્ય કરી શકો છો. પ્રથમ રીત મોબાઇલ એપ્લિકેશન અને બીજી રીત ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ થી. જો તમારા મોબાઇલ ફોન માં એપ્લિકેશન નથી તો તેને તરત જ ડાઉનલોડ કરો અથવા આયોગની વેબસાઇટ પર જઇ તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી થી લોગીન કરો.

વેબસાઇટ પર લોગઇન કર્યા બાદ તમને ડાઉનલોડ e-EPIC  નો વિકલ્પ દેખાશે. તે પછી તમારો મોબાઈલ નંબર અથવા મતદાર કાર્ડ નંબર તે વિકલ્પોમાં મૂકીને તમે સરળતાથી તમારા મતદાર કાર્ડ ની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. પીડીએફમાં એક ક્યુઆર કોડ પણ દેખાશે જેને સ્કેન કરીને સંપૂર્ણ વિગત વાંચી શકાશે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે, ડિજિટલ મતદાર આઈડી કાર્ડ પર એક સુરક્ષિત  ક્યુઆર કોડ પણ હશે જેમાં ચિત્રો અને વસ્તી વિષયક સામગ્રી હશે જેથી કોઈ તેની નકલ કરી શકશે નહીં. તમે ચૂંટણીપંચની વેબસાઈટ https://voterportal.eci.gov.in ની મુલાકાત લઇ શકો છો અથવા આ ઉપરાંત રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (NVSP) નાં લોગીન પેઈજ https://www.nvsp.in/Account/Login ની મુલાકાત લઈ શકો છો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *