આજે પણ પૃથ્વી પર મહાભારતનાં આ શ્રાપ ની છે અસર વિશ્વભરમાં જોવા મળેછે આ અસર

મહાભારત ને ભારતનો સૌથી ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ માનવામાં આવે છે. આમતો, મહાભારતને હજારો વર્ષો વીતી ગયા છે પરંતુ તે સમયગાળાની એવી ઘણી ઘટનાઓ છે, કે જેને લઈને આજે પણ લોકો ઉત્સુક છે. આજે આ પોસ્ટમાં અમે તમને મહાભારતકાળ થી સંબંધિત એ શ્રાપો અને વરદાનો વિશે જણાવીશું કે, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ મહાભારત કાળ સાથે સંકળાયેલા શ્રાપો વિશે.
યુધિષ્ઠિર દ્વારા માતા કુંતીને આપવામાં આવેલ શ્રાપ
વાસ્તવમાં જ્યારે મહાભારતનાં યુદ્ધ દરમિયાન દાનવીર કર્ણ નું મુત્યુ થઈ જાય છે ત્યારે તે સમયે માતા કુંતી પાંડવો પાસે જાય છે અને કહે છે, કે કર્ણ તમારો મોટો ભાઈ હતો. આ સાંભળીને પાંડવો દુઃખી થઈ જાય છે. આ પછી જ્યારે આખો પરિવાર શોકની સ્થિતિમાં હોય છે ત્યારે યુધિષ્ઠિર માતા કુંતી પાસે જાય છે અને તેમને શ્રાપ આપે છે, કે આજથી કોઇપણ સ્ત્રી પોતાના ગર્ભધારણની વાત છુપાવી શકશે નહીં.
ઉર્વશી દ્વારા અર્જુન ને અપાયેલો શ્રાપ
મહાભારત યુદ્ધ પહેલા અર્જુન દીવ્યાસ્ત્ર નું શિક્ષણ લેવા સ્વર્ગમાં ગયા હતા. ત્યાં ઉર્વશી નામની અપ્સરા અર્જુન પર મોહિત થઇ જાય છે. ત્યાર પછી ઉર્વશી જ્યારે પોતાના મનની વાત અર્જુનને કહે છે ત્યારે અર્જુન ઉર્વશી ને તેની માતા તરીકે વર્ણવે છે. અર્જુનની આ વાત સાંભળી ઉર્વશી ગુસ્સે થઈને અર્જુન ને શ્રાપ આપે છે કે, તમે જે રીતે નપુસંક ની જેમ મારી સાથે વાત કરી રહ્યા છો તે પ્રકારે એક વર્ષ માટે તમે નપુસંક રહેશો. અર્જુન આ વાત ઇન્દ્ર ને કહે છે. ત્યારે ઇન્દ્ર કહે છે કે આ શ્રાપ તમને વનવાસ દરમિયાન કામ આવશે.
શ્રીકૃષ્ણ દ્વારા અશ્વત્થામાને અપાયેલ શ્રાપ
મહાભારતનાં છેલ્લા દિવસોમાં અશ્વત્થામાએ પાંડવ પુત્રો સાથે દગો કર્યો હતો. ત્યાર પછી ક્રોધિત પાંડવો અને શ્રીકૃષ્ણ અશ્વત્થામા નો પીછો કરતા મહર્ષિ વેદ વ્યાસ નાં આશ્રમે પહોંચ્યા હતા. પોતાને અસલામત અનુભવતા અશ્વત્થામાએ તેની રક્ષા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો તેનાં બચાવમાં અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. ત્યાર પછી વેદ વ્યાસે શાસ્ત્રો ને અથડાતા રોકી લીધા અને શાસ્ત્રો પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો.અર્જુને શસ્ત્ર પાછું ખેંચ્યું જયારે અશ્વત્થામા એ અભિમન્યુની પત્ની ઉતરાનાં ગર્ભાશય તરફ શસ્ત્ર ની દિશા બદલી નાખી. તેનાથી ગુસ્સે થઈ શ્રીકૃષ્ણ એ અશ્વત્થામાને ૩૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો.
શમીક ઋષિનાં પુત્ર એ રાજા પરીક્ષિતને આપ્યો શ્રાપ
પાંડવો સ્વર્ગમાં ગયા પછી અભિમન્યુનાં પુત્ર પરીક્ષિતે આખા રાજ્ય નો કારભાર સંભાળ્યો.એક વખત તેઓ જંગલમાં રમવા ગયા અને ત્યાં સમિક ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. રાજા પરીક્ષિત તેમને મળવા ગયા પરંતુ ઋષિ એ તેમની સાથે કોઈ વાત ના કરી, કેમકે સમીક ઋષિ તે વખતે મૌન વ્રત માં હતા. તેનાથી ક્રોધિત થઈ પરીક્ષિત રાજાએ તેમનાં પર મરેલો સાપ ફેંક્યો. આ પછી શમીક ઋષિનાં પુત્રને આ વાતની જાણ થઈ અને તેમણે રાજાને શ્રાપ આપ્યો. કે ૭ દિવસ પછી તક્ષક નાગ નાં કારણે તેની મૃત્યુ થઈ જશે.
ગાંધારીએ શ્રીકૃષ્ણ ને આપ્યો હતો શ્રાપ
મહાભારતનાં યુદ્ધમાં કૌરવ વંશનો અંત થઈ ગયો.માતા ગાંધારીને તેનાં ૧૦૦ પુત્રો ગુમાવ્યા ની વ્યથા હતી. ત્યારબાદ જ્યારે શ્રીકૃષ્ણ તેઓને મળવા આવે છે ત્યારે ગુસ્સામાં ગાંધારી કહે છે, કે જે રીતે મારા પુત્રો મૃત્યુ પામ્યા છે તે રીતે તમારા યદુ કુળના લોકો એકબીજાની હત્યા કરીને નાશ પામશે.