આજના દિવસે આદ્રા નક્ષત્ર બની રહ્યો છે આ શુભ યોગ, જાણો આદ્રા નક્ષત્ર નું મહત્વ

આજના દિવસે આદ્રા નક્ષત્ર બની રહ્યો છે આ શુભ યોગ, જાણો આદ્રા નક્ષત્ર નું મહત્વ

આજની આ પોસ્ટમાં અમે આપ સૌને જણાવીશું કઈ રીતે તમે પણ ભગવાન શિવનાં આશીર્વાદ મેળવી અને ભગવાન શિવજીને કાર્તિકેય જેટલા પ્રિય બની શકો છો. આજનો દિવસ એટલે કે, તારીખ ૩૦.૧૨.૨૦૨૦ ને બુધવાર નાં રોજ માગશર મહિનો અને આદ્રા નક્ષત્ર છે.આ દિવસે શિવ પૂજનનું વિશેષ મહત્વ છે. કારણ કે, આ દિવસ શિવલિંગ નો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે સૌપ્રથમવાર શિવલિંગ નું પ્રાગટ્ય થયું  હતું

શિવપુરાણમાં આ દિવસ નું મહત્વ

શિવપુરાણમાં પણ આ દિવસ અને આ નક્ષત્ર ને ખુબજ  વિશેષ દર્શાવવામાં આવ્યા છે. આ દિવસે જે કોઈ વ્યક્તિ, સ્ત્રી, પુરુષ, બાળક, પાપ અને ધર્મી કોઈપણ ભગવાન શિવની પુજા અર્ચના કરશે અને ભગવાન શિવનો દૂધ, દંહી, સાકર, ઘી, ગંગાજળ, શેરડીનો રસ કે સરસવ નાં તેલ, ચોખા, ઘઉં કોઈપણ રીતે  શ્રદ્દા પૂર્વક અભિષેક કરશે તે વ્યક્તિ ભગવાન શિવજી ને પુત્ર કાર્તિકેય જેટલો જ પ્રિય બનશે. તો આ પાવનકારી દિવસે મહાદેવની પૂજા કરો અને બીજા પાસે પણ કરાવડાવો હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થશે.

શિવજી નાં મંદિરે જવું

આ દિવસે શિવજીન નાં મંદિરે ચોક્કસ જવું જો મંદિરે ન જઈ શકો તો ઘરમાં જ શિવલિંગની પૂજા કરવી. ભગવાન શિવનું બિલીપત્ર થી પૂજન કરવું શિવ મંદિર ને ખુબ જ સરસ રીતે સજાવવું. રંગોળી અને  દીપમાળા થી જાણે દિવાળી હોય તેવો માહોલ બનાવી ભગવાન શિવને પ્રસન્ન કરવા.

પંચાક્ષર મંત્ર સ્ત્રોતનાં પાઠ કરવાનું મહત્વ

 

આ દિવસે ખાસ કરીને પંચાક્ષર મંત્ર સ્ત્રોત નો પાઠ જરૂર કરવો. આ પાઠ કરવાથી તમારા પર આજીવન ભગવાન શિવજીની ખાસ કૃપા બની રહેશે અને તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ ભગવાન શિવજીની કૃપાથી આસાનીથી દૂર થઈ જશે. તો આજનાં આ દિવસે આ મંત્ર નો જાપ અચૂક કરવો.

ઉપવાસ કરવો

આ દિવસે ઉપવાસ ચોક્કસ કરવો. જો ઉપવાસ ના કરી શકો તો દિવસ દરમ્યાન ફક્ત એક જ વખત ભોજન કરવું. અને આખા દિવસ દરમ્યાન જેટલા કરી શકો તેટલા ભગવાન શિવજીનાં નામનાં જાપ કરવા. અને પરિવારમાં પણ બધાંને ભગવાન શિવજીનાં જાપ કરવાનો આગ્રહ કરવો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *