આખરે ગૌતમ બુદ્ધની કઈ વાત જાણીને રાજાનું અભિમાન થયું દુર, જાણો તેનાં સાથે જોડાયેલ કથા

એકવાર નગરમાં ભગવાન બુદ્ધ પધાર્યા હતા તે નગર નાં મંત્રી ખૂબ જ ઈમાનદાર અને નેક હતા અને સાથે જ વિનમ્ર પણ હતા. તેમણે તેમના મહારાજ ને કહ્યું કે આપણા નગરમાં ભગવાન બુદ્ધ પધાર્યા છે એવામાં આપણે તેનું સ્વાગત કરવું જોઈએ તમારે તેનું સ્વાગત કરવા માટે સ્વયં જવું જોઈએ મંત્રીની વાત સાંભળીને રાજા ને ગુસ્સો આવ્યો. અને તેમણે અભિમાન સાથે કહ્યું કે હું જાઉ એને મને મળવા માટે સ્વયં મહેલમાં આવવું જોઈએ વિદ્વાન મંત્રીને રાજાનું આ અભિમાન સારું લાગ્યું નહીં તેને તે જ સમયે ત્યાગ પત્ર આપ્યો.
રાજાએ મંત્રી નો ત્યાગપત્ર અને વાંચ્યો તેમાં લખ્યું હતું કે, હું તમારા જેવા નાના માણસની આધીનતા માં કામ કરી શકીશ નહીં. તમારામાં મોટપ નથી રાજાએ ત્યાગ પત્ર વાંચીને મંત્રી પાસે ગયા અને બોલ્યા મંત્રી મને લાગે છે કે, તમે આ ત્યાગપત્ર ભૂલ માં આપ્યો છે. મારામાં મોટપ છે તે જ કારણે હું બુદ્ધ નાં સ્વાગત માટે જતો નથી રાજાની વાત સાંભળીને મંત્રી બોલ્યો રાજા અભિમાન એ મોટપ નથી તમે ભૂલ કરી રહ્યા છો, ભગવાન બુદ્ધ પણ ક્યારેક મહાન સમ્રાટ હતા તેઓએ અધ્યાત્મની પ્રાપ્તિ માટે સુખ સુવિધા અને વૈભવ નો ત્યાગ કરી અને ભિક્ષુક પાત્ર ગ્રહણ કર્યું છે.
મંત્રીએ કહ્યું રાજન તમે તો ભગવાન બુદ્ધિ થી ખૂબ જ પાછળ છો. કારણ કે સમ્રાટ હોવા છતાં તેના મનમાં દયા, વિનમ્રતા અને સદાચાર છે. વાસ્તવમાં માણસાઈ નાં ગુણો થી વિભુષિત મનુષ્ય જ ઉચ્ચ આધ્યાત્મિક અને જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. ત્યારે તો ભગવાન બુદ્ધ પોતાના કાર્યમાં સફળ થયા છે. મંત્રીની વાત સાંભળીને રાજા નું અભિમાન ચુર ચુર થઈ ગયું અને રાજાને તેની ભૂલ સમજાઈ અને તેઓ તેજ સમયે મંત્રી સાથે ભગવાન બુદ્ધ નાં સ્વાગત માટે ગયા અને તેમના ચરણોમાં નમન કરી અને દીક્ષા માટે અનુરોધ કર્યો ભગવાન બુદ્ધે રાજા ને ગળે લગાવી અને દીક્ષા આપવા માટે તેમનો સ્વીકાર કર્યો. આ કથા ઉપર થી શીખ મળે છે કે, મોટપ મોટા પદ ને લીધે નથી પરંતુ મોટપ માણસાઇ નાં ગુણો થી હોય છે જેમકે દયા, પ્રેમ, વિનમ્રતા વગેરે ગુણોથી જ વ્યક્તિ મોટો છે.