અલ્પ આયુષ્ય, તમારી કુંડળી ઉપરથી જાણો તમારી ઉંમર વિશે

વ્યક્તિના મનમાં હંમેશા એક જ જીજ્ઞાસા રહે છે કે તે કેટલું જીવશે તેનું મૃત્યુ કઈ ઉંમરમાં થશે. આ વાતનો અંદાજ વ્યક્તિની જન્મ કુંડળી જોઇને લગાવી શકાય છે. તમે પણ જોયું હશે કે ઘણા લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે તેનું એક કારણ હોય છે તેની કુંડળીમાં અલ્પ આયુષ્ય યોગ મતલબ કે ૩૦ વર્ષની ઉંમર પહેલાં જ મૃત્યુ થવું. આ પરિસ્થિતિ ગ્રહોની કોઈ વિશેષ સ્થિતિ નાં કારણે હોય છે જે આ પ્રકારે હોય છે.
- કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ પાપ ગ્રહ થી યુક્ત ત્રીક સ્થાન પર હોય અથવા લગ્નેશ ઉપર પાપગ્રહોની દૃષ્ટિ હોય અને તે શક્તિહીન થઈ જાય તેવી પરિસ્થિતિમાં અલ્પ આયુષ્ય યોગ બને છે.
- એક મહત્વની વાત એ છે કે, વ્યક્તિ પોતાની કુંડળી જ નહિ પરંતુ તેનાં પરિવારની કુંડળી નો પ્રભાવ જોવા મળે છે ઉદાહરણ તરીકે જો તમારી કુંડળી કોઈ વર્ષ વિશેષ મારક અવસ્થામાં હોય પરંતુ તમારા દીકરાની કુંડળી માં પિતા નો યોગ બળશાળી હોય તો આવી સ્થિતિમાં ઉપાય કરવામાં આવે છે અને મારક યોગ ફક્ત સ્વાસ્થ્ય સાથે જ જોડાયેલ કષ્ટદાયી યોગ બની જાય છે. આ વાતો ધ્યાનમાં રાખવી કે આયુ નિર્ધારણ નાં સામાન્ય નિયમો બનાવવામાં આવ્યા છે અને અલ્પ આયુ નાં સંકેત જણાવવામાં આવ્યા છે.
- આયુષ્ય નિર્ધારણ અનુસાર જો તમારી કુંડળીમાં મુખ્ય ગ્રહ લગ્નનો સ્વામી ૬,૮, કે ૧૨ માં ભાવમાં હોય તો ત્યારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ પરેશાની આવી શકે છે. એવામાં તેને મજબૂત કરવાના ઉપાયો કરવા જોઈએ
- લાલ કિતાબ અનુસાર આયુ નિર્ધારણ ગુરુ દ્વારા કરવામાં આવે છે તેથી ગુરુ ૮મા અને ૬ ભાવમાં બિરાજમાન હોય અને પીડિત થઈ હોય તો અલ્પ આયુ નો યોગ બને છે.
- પાપ ગ્રહો જેવા કે શનિ, રાહુ, સૂર્ય, મંગળ, કેતુ અને ચંદ્રમા કુંડળીમાં ૩,૬. કે ૧૨ માં સ્થાનમાં હોય તો અલ્પ આયુષ્ય નાં ચાન્સ વધી જાય છે તેમજ લગ્નમાં સૂર્યની સાથે હોય અને તેના પર પાપ દ્રષ્ટિ પડી રહી હોય તો લાંબુ આયુષ્ય કમજોર પડવા લાગે છે.
- ૮ માં સ્થાન નો સ્વામી જો ૬ કે ૧૨ સ્થાન પર હોય અને પાપ ગ્રહની સાથે હોય અથવા તો તે પાપ ગ્રહ નાં પ્રભાવમાં હોય ત્યારે અલ્પ આયુ યોગ બને છે. તેમજ લગ્નેશ નિર્બળ હોવાના કારણે દરેક ગ્રહોના કેન્દ્રમાં હોય ત્યારે પાપ ગ્રહો કેન્દ્રમાં હોય અને તેના પર શુભ દૃષ્ટિ ન પડી રહી હોય ત્યારે અલ્પ આયુ યોગ બનેછે.
- ધન અને વ્યય એટલે બંને બારમા ભાવમાં પાપ ગ્રહોની ઉપસ્થિતિ હોય અને મુખ્ય ગ્રહ કમજોર હોય તો અલ્પ આયુ યોગ બને છે.
- શુક્ર ગુરુ લગ્નમાં હોય અને પાપી મંગળ ગ્રહ પાંચમા ભાવમાં હોવાથી પણ અલ્પ આયુ બને છે.
- ચંદ્રમા લગ્નના સ્વામી હોય અને અસ્ત થતાં હોય અથવા ગ્રહણમાં હોવાથી અથવા નીચી અવસ્થામાં હોવા પર અલ્પ આયુષ્ય નો યોગ બને છે.