આંખો નું ફરકવું ગણવામાં આવે છે અશુભ, આખરે શા માટે ફરકે છે આંખો, જાણો તેનાં વિશે

આંખો નું ફરકવું હંમેશા અશુભ ગણવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે તેનું વાસ્તવિક કારણ જણાવી દઈએ કે આંખોનું ફરકવું માંસપેશીઓ નાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. ન ફક્ત આંખ પરંતુ શરીર નાં કોઈપણ ભાગ આ રીતે ફરકે છે તો તેનો સંબંધ માંસપેશીઓ સાથે છે કારણકે માંસપેશીઓ સંકુચિત થતી હોય છે જો કે આપણી માંસપેશીઓ ફાઈબર થી નિર્મિત હોય છે જેને આપણા શરીરની તંત્રિકા નિયંત્રિત કરે છે. એવામાં જ્યારે તાંત્રિકઓ ને નુકશાન થાય છે ત્યારે માંસપેશીઓ ફરકવા લાગે છે. એવામાં માંસપેશીઓનું ફરકવું કોઈ ગંભીર ચિંતાનો વિષય નથી પરંતુ જ્યારે માંસપેશીઓં વધારે ફરકવા લાગે તો તે ચિંતાનો વિષય બની શકે છે જેમાં તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી.
શું છે આંખોનું ફરકવું
મેડિકલ એક્સપર્ટ મુજબ જ્યારે આંખ ની માંસપેશીઓ સંકોચવા લાગે છે. ત્યારે આંખ ફરકે છે. સંકુચિતતા થી પાંપણ માં ખેચાણ થાય છે. આંખો નું ફરકવું ખૂબ જ સામાન્ય વાત છે. પરંતુ કેટલાક લોકો ની આંખો એટલી જોર જોરથી ફરકે છે કે તેને દેખાવાનું બંધ થઈ જાય છે. જણાવી દઈએ કે, આ સ્થિતિ ને બ્લેફેરોસ્પાજમ કહેવામાં આવે છે. આંખો નું ફરકવું થોડી સેકન્ડો એટલે કે એક કે બે મિનિટ સુધી રહે છે. અને કેટલાક દિવસો સુધી પણ અને ક્યારેક ક્યારેક મહિનાઓ સુધી પણ અનુભવાય છે. જણાવી દઈએ કે, આંખો ફરકવાથી કોઈ પ્રકાર નો દુખાવો થતો નથી પરંતુ તે પોતાની રીતે જ બરાબર થઈ જાય છે પરંતુ આ સમસ્યા વધારે થઈ જાય તો તે ગંભીર બીમારીનો સંકેત ગણવામાં આવે છે.
આંખો ફરકવાનું કારણ
આંખોનું ફરકવા નાં ઘણા કારણો હોય છે. અપૂરતી ઊંધ, થાક લાગવો, આંખો પર દબાવ પડવો, ખંજવાળ આવવી, દવાની સાઇડ ઇફેકટ અથવા તો શરાબ નું વધારે પડતું સેવન કરવું વગેરે કારણો નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જ્યારે આખો ડ્રાય થઇ જાય છે ત્યારે પાપણ માં સોજો આવી જાય છે ને આંખો ફરકવાની ખૂબ જ તકલીફ થાય છે.
શું છે આંખ ફરકવાનું જોખમ
જો તમારી આંખે સતત ફરકવાની સમસ્યા રહેતી હોય તો તેના કારણે તમારી નજર કમજોર થઈ શકે છે. તમને જોવામાં પણ સમસ્યા આવી શકે છે, તેમ જ બીજા માં બાબતમાં આંખોનું ફરકવું ન્યુરોલોજીકલ ડિસઓર્ડર નો સંકેત છે આ ઉપરાંત તે ફેશિયલ પાલ્સી સાથે જોડાયેલ હોઈ શકે છે. જણાવી દઈએ કે, જ્યારે પણ ચહેરાની એક તરફ લકવા થઈ જાય છે ત્યારે તેને ફેશિયલ પાલ્સી કહેવાય છે. આંખો ફરકવાના કારણે ડીસ્ટોનિયા, સર્વાઇકલ ડીસ્ટોનિયા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે.
ક્યારે મળવું ડોક્ટરને
આમ તો આ કોઈ ગંભીર બાબત નથી તેનાં માટે ડોક્ટર પાસે જવાની જરૂર નથી હોતી પરંતુ ઘણીવાર આ મામલામાં તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. જ્યારે આંખો જોર જોરથી ફરકવા લાગે આંખો માં સોજો, પાણી નીકળે, આંખો ફરકવા નાં સમયે આંખો બંધ થવા લાગે તે ખૂબ જ ખતરનાક હોય છે. આવી પરિસ્થિતિમાં ડોક્ટર પાસે જવું જરૂરી છે.
ઈલાજ
જો તમારી આંખો કરવાની પોતાની રીતે જ બંધ ના થઈ જાય તો તમારા ખાનપાન ની સાથે સાથે દિનચર્યા માં પણ આવશ્યક પરિવર્તન કરવું જોઈએ. વ્યાયામ ને તમારી તમારી લાઈફ નો એક મહત્વનો હિસ્સો બનાવવો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સાથે સાથે કેફીનનું સેવન કરવું ન જોઈએ આંખ પાસે ગરમ કપડા થી શેક કરી શકો છો તણાવથી દૂર રહેવું, સિગરેટ તમાકુ અને શરાબનું સેવન બંધ કરવું.