આ ૬ પ્રકાર નાં લોકો એ ક્યારેય હળદરનું સેવન કરવું જોઇએ નહીં, થઈ શકે છે જીવ નું જોખમ

હળદર નો ભારતીય કીચન માં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો હળદર નું સેવન સારા સ્વાસ્થ્ય માટે પણ કરે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે હળદરમાં ઘણા ગુણ હોય છે જે હેલ્થ માટે સારા હોય છે. જોકે તેનું વધારે સેવન નુકસાનકારક થઇ શકે છે. ખાસ કરીને કેટલીક વિશેષ હેલ્થ કન્ડિશન માંથી પસાર થતા લોકોએ હળદરનું સેવન કરવાથી બચવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ
ગર્ભાવસ્થા દરમિયાન હળદર નું સેવન ઓછું કરવું જોઇએ. કારણ કે તેની તાસીર ગરમ હોવાને કારણે પ્રેગનેટ મહિલાઓ ને બ્લીડીંગ કે ગર્ભપાત થવાની સંભાવના વધી શકે છે.
ડાયાબિટીસ નાં દર્દીએ
જે લોકોને શુગર ની બીમારી છે તેમણે હળદરનું સેવન ઓછું કરવું જોઈએ. તે લોકો લોહીને પાતળું કરવાની અને બ્લડ શુગરને કંટ્રોલ કરવાની દવા ખાતા રહે છે તેથી આ લોકોએ વધારે માત્રામાં હળદર ખાવી જોઈએ નહીં. તેનાથી શરીરમાં બ્લડ શુગર ઓછું થઈ શકે છે અને તમને જીવનું જોખમ થઈ શકે છે
એનિમિયા નાં દર્દીએ
એનિમિયાથી પીડિત દર્દી એ હળદર નું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ જેને લોહીની કમી રહે છે તેઓએ હળદર વધારે સેવન કરવું જોઇએ નહીં. એનીમિયા માં શરીરમાં રેડ બ્લડ સેલ્સ ની માત્રા ઓછી થઈ જાય છે એમાં જો તમે હળદર નું સેવન કરો છો તો આયર્નની કમી થઈ જાય છે જે એનીમિયા ને વધારે બગાડી શકે છે.
પથરી નાં દર્દીએ
કીડની સ્ટોન એટલે કે પથરી હોય ત્યારે હળદર નું સેવન કરવું જોઇએ નહીં. ખાસ કરીને પિત્તાશયમાં પથરી હોય ત્યારે હળદર ખાવાથી નુકસાન થઈ શકે છે તે દર્દીઓએ હળદરનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.
નસકોરી ફૂટે ત્યારે અથવા લોહી નાં સ્ત્રાવ સંબંધી બીમારીથી પીડિત દર્દીઓ એ
ગરમીમાં ઘણા લોકોને નસકોરી ફૂટે છે મતલબ કે નાકમાંથી લોહી જવાની સમસ્યા રહે છે ઘણા લોકો ને લોહી સંબંધી વિકાર હોય છે તેવી પરિસ્થિતિમાં હળદર નું સેવન કરવું યોગ્ય રહેશે નહીં.
બાળક નું પ્લાનિંગ કરી રહેલ દંપતીએ
હળદર શરીર નાં ટેસ્ટોસ્ટેરોન લેવલ ને ઓછું કરી દે છે જે પુરુષો નાં શુક્રાણુઓને ઓછા કરી શકે છે. તેથી જો તમે બેબી પ્લાન કરી રહ્યા હોવ તો હળદરનું સેવન કરવાથી બચવું.