આર્થિક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુના આ મંત્રોનો જાપ

આર્થિક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુના આ મંત્રોનો જાપ

ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને બધા કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. અને લીધેલા કરજમાંથી મુક્તિ મળે છે. તમારા પર કોઈ કરજ હોય અને તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો  નીચે જણાવેલ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને કરજમાંથી મુક્તિ મળશે.

ગુરુવારના દિવસે કરો પૂજા

પૌરાણિક માન્યતા અનુસાર ગુરુવારના દિવસ ને ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે. એટલા માટે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી. વિધિ-વિધાન સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેની કૃપા તમારા પર બની રહે છે. અને દરેક પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થાય છે.

પીપળાના વૃક્ષની પૂજા

પીપળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ હોય છે. માટે આ વૃક્ષ ની પૂજા કરવાથી આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો કરી અને વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. વૃક્ષની પરિક્રમા કર્યા બાદ પાછું વળીને જોયા વગર ઘરે પરત ફરવું.

પીળા વસ્ત્રો પહેરવા

ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી તેની પૂજા કરતી વખતે તેઓને પીળા વસ્ત્ર અર્પણ કરવા. આ ઉપરાંત તમારે પણ પીળા વસ્ત્ર પહેરવા. પૂજા પૂર્ણ કર્યા બાદ ભગવાન વિષ્ણુને અર્પણ કરેલા પીળા વસ્ત્ર કોઈ પંડિત ને દાન માં આપવા એકધારા પાંચ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અને આર્થિક પરેશાની દૂર થાય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને પીળા ફૂલ, ગોળ, ચણાની દાળ અને કેળા જરૂરથી અર્પણ કરવા.

તિજોરી માં પીળા વસ્ત્ર રાખવા

 

ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેની સામે એક પીળું વસ્ત્ર રાખવું અને તેનાં પર એક રૂપિયાનો સિક્કો મૂકવો. પૂજા પૂર્ણ કર્યા બાદ તે વસ્ત્રને સિક્કા સાથે તમારી તિજોરી ની અંદર મૂકવું. આ ઉપાય કરવાથી તમારી તિજોરી સદાય ધનથી ભરેલી રહેશે.

કરજમાંથી મુક્તિ

જે લોકો પર ખૂબ મોટું કરજ હોય. તે લોકોએ પીળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ પાઠ નિયમિત કરવા જોઈએ. આ ઉપાય કરવાથી આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે અને  કરજમાંથી મુક્તિ મળશે.

આ મંત્રોના જાપ કરવા

નીચે દર્શાવેલા મંત્રોના જાપ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને ધનલાભ પ્રાપ્ત થાય છે. માટે આ મંત્રના જાપ નિયમિત કરવા જોઈએ.

  • ॐ अस्य बृहस्पति नम: (शिरसि)
  • ॐ अनुष्टुप छन्दसे नम: (मुखे)
  • ॐ सुराचार्यो देवतायै नम: (हृदि)
  • ॐ बृं बीजाय नम: (गुहये)
  • ॐ शक्तये नम: (पादयो:)
  • ॐ विनियोगाय नम: (सर्वांगे)

ભગવાન વિષ્ણુજી ના મુખ્ય મંત્ર

विष्णु रूपं पूजन मंत्र-शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम। विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम। लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म।

વિષ્ણુ ગાયત્રી મહામંત્ર

ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।। वन्दे विष्णुम भवभयहरं सर्व लोकेकनाथम।
विष्णु कृष्ण अवतार मंत्र- श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।

ભગવાન વિષ્ણુ નાં બીજ મંત્ર

ॐ बृं बृहस्पतये नम:।
ॐ क्लीं बृहस्पतये नम:।
ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:।
ॐ ऐं श्रीं बृहस्पतये नम:।
ॐ गुं गुरवे नम:

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *