અડીયલ અને જિદ્દી હોય છે વી નામ વાળા લોકો, જાણો તેમનાં વિશે

અંક જ્યોતિષ ખુબ જ મજેદાર વસ્તુ છે તેનાં પરથી તમે કોઈપણ વ્યક્તિ નાં નામનાં પહેલા અક્ષર પરથી વ્યક્તિ વિશે બધું જાણી શકો છો ખાસ કરીને વ્યક્તિનો સ્વભાવ અને તેમનાં ગુણો વિશે અંક જ્યોતિષ દ્વારા જાણી શકાય છે. તેવામાં આજે અમે તમને વી અક્ષર વાળા લોકોનાં સ્વભાવ અને ચરિત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- વી અક્ષર વાળા લોકો અડિયલ સ્વભાવનાં હોય છે. તે સ્વતંત્ર વિચારોવાળા હોય છે તે પોતાની મરજીથી લાઈફ જીવવાનું પસંદ કરે છે. તે કોઈ કામ કરવાની જીદ પકડે છે તો તેનું મન પરિવર્તન કરી શકાતું નથી.
- તેમને ભાગ્ય નાં આધારે કંઈ નથી મળતું તેને પૂરી મહેનત બાદ જ સફળતા પ્રાપ્ત થાય છે. તેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષથી તેઓ ગભરાતા નથી અને ખૂબ જ મહેનત કરે છે.
- સંબંધો નિભાવવામાં તેઓ કમજોર હોય છે. તેમનો સબંધ પોતાની માતા સાથે જ સારો હોય છે પિતા અને પુત્ર સાથે તેના સંબંધો સારા નથી હોતા.
- તેમના જિદ્દી સ્વભાવ નાં કારણે પિતા અને તેમના મિત્રો તેનાથી દૂર રહે છે. તેઓ એકબીજાને સમજવામાં અસફળ રહે છે.
- વી અક્ષર વાળા લોકો માટે આત્મસન્માન જ બધું હોય છે તેની સાથે તે કોઈ પણ પ્રકાર ની બાંધછોડ કરી શકતા નથી. તેને એકવાર કોઈ સાથે મતભેદ થાય છે તો બીજી વાર તેની સાથે દોસ્તી કરી શકતા નથી.
- આ લોકો થોડા સ્વાભિમાની હોય છે તેમને તેના જ્ઞાન પર અભિમાન હોય છે તે બીજા પર સરળતાથી વિશ્વાસ કરતા નથી.
- આ લોકોનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે ઘણીવાર ગુસ્સામાં આવીને તે ખોટો નિર્ણય લઇ લે છે. તેમના ગુસ્સા બાદ ઘણીવાર તેમને પસ્તાવો પણ થાય છે.
- તે પોતાના કામને ખૂબ જ પ્રેમ કરે છે પોતાના કામને ૧૦૦% આપે છે અને તે વર્કોહોલિક કહેવામાં આવે છે.
- તેમને તેનાં કામનાં આધારે પ્રશંસા પણ મળે છે. અને જીવનમાં તે સફળતા પણ મેળવે છે. પરંતુ તેને તેમાં વધારે સમય લાગે છે.
- વી અક્ષર વાળા લોકોમાં સહનશક્તિ વધારે હોય છે. જોકે ઘણીવાર તે સંવેદનશીલ પણ થઈ જાય છે.
- પ્રેમની બાબતમાં તે ભાગ્યશાળી હોય છે જેને પ્રેમ કરેછે તેને તે સરળતાથી મળે છે અને તેના પાર્ટનર પ્રત્યે તે વફાદાર હોય છે. તેમને ક્યારેય દગો આપતા નથી.
- તે પોતાના જીવનમાં સારા પૈસા પણ કમાઈ લે છે જો કે તેનાં માટે તેને થોડો સમય લાગે છે.