અજય દેવગને બધાની સામે રવીના ટંડનને કહ્યા હતા આ શબ્દો, આવી છે રવીના ટંડનની લવ સ્ટોરી

રવીના ટંડન એ અજય દેવગન સાથેનાં પોતાના સંબંધને લઈને મીડિયામાં પર વાતો કરતી હતી. પરંતુ અજય દેવગણે આ સંબંધ માટે હંમેશા ઇન્કાર કર્યો છે. અક્ષય કુમાર માટે રવીના ટંડને પોતાનું કેરિયર પણ દાવ પર લગાવ્યું હતું. રવીના ટંડન બોલીવુડ નાં ફેમસ અભિનેત્રી માંના એક છે. તે હવે ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ એક્ટિવ છે. રવીના એ મે ૨૦૦૪ માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થદાણી સાથે લગ્ન કર્યાં. આ લગ્ન પહેલા તેને ઘણીવાર પ્રેમ થયો હતો પરંતુ તેનો પ્રેમ મુકામ સુધી પહોંચી શક્યો ન હતો.
જ્યારે તે ફિલ્મોમાં આવ્યા ત્યારે અજય દેવગણ ની સાથે તેમનું નામ જોડાયું હતું. ફિલ્મ ‘દિવ્ય શક્તિ’ દરમિયાન બંને નજીક આવ્યા હતા અજય દેવગને પોતાના સંબંધને લઈને ક્યારેય પણ વાત કરી ન હતી પરંતુ રવિના આ બાબત માં થોડી અલગ હતી. તેમણે મિડીયા ને જણાવ્યું હતું કે, અજય તેમને લેટર લખતા હતા અને બંને સાથે સમય પસાર કરતા હતા. રવિના ની આ વાત થી અજય દેવગન ખૂબ જ નારાજ થયા હતા.
આ દરમિયાન તે કરિશ્મા સાથે ફિલ્મ કરી રહ્યા હતા અને બંને વચ્ચે નાં અફેરની વાતો પણ સામે આવી હતી. કરિશ્મા અને અજય અફેરની ખબરથી રવિના ખૂબ જ નારાજ થઈ હતી અને તેણે અજય સાથે પોતાના સંબંધોની મીડિયા પર ખુલીને વાત કરી હતી. કહેવામાં આવે છે કે, અજય થી અલગ થયા બાદ રવિના ખૂબ જ દુઃખી થયા હતા અને તેઓએ પોતાનું જીવન ટુંકાવી લેવાની પણ કોશિશ કરી હતી. પરંતુ અજય દેવગણે તેના આ સુસાઇડ ને પબ્લિસિટી સ્ટંટ કહી દીધું હતું. ૧૯૯૪ માં ફિલ્મફેર મેગેઝિન નાં એક ઇન્ટરવ્યુ માં તેમણે કહ્યું હતું કે તેને સાયકોલોજિસ્ટિક પાસે જવું જોઈએ.
ત્યારબાદ રવિના નું નામ અક્ષય કુમાર સાથે જોડાયુ હતું. અક્ષય કુમાર સાથે રવિના ની સગાઇ પણ થઇ ચૂકી હતી. બંને ફિલ્મ મોહરા દરમિયાન એકબીજા ની નજીક આવ્યા હતા. ફિલ્મની સાથે તેઓની લવ સ્ટોરી પણ ખૂબ જ સુપરહિટ રહી હતી. રવિના અક્ષય સાથે મેરેજ કરવા ઇચ્છતા હતા. જેના પર અક્ષય કુમારે કહ્યું હતું કે પહેલાં તેની બધી જ ફિલ્મ શૂટ કરી લેશે ત્યાર બાદ બંને લગ્ન કરશે. પરંતુ એવું ના થયું લગ્નને લઈને રવીના એ કોઈ નવી ફિલ્મ પણ સાઈન કરી નહી. તેના હાથમાંથી ‘દિલ તો પાગલ હૈ’ ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મો પણ નીકળી ગઈ.
આ બાજુ રવિના પોતાના લગ્નને લઈને કેરિયર પણ છોડવા માટે તૈયાર થયા હતા. ત્યાં બીજી બાજુ અક્ષય કુમાર નાં નવા અફેર્સ ની ચર્ચાઓ થવા લાગી હતી. રેખા સાથે તેનાં અફેરની વાતો ખૂબ જ ચર્ચામાં હતી. ફિલ્મ ‘ખિલાડી ઓકા ખિલાડી’ દરમ્યાન રેખા અને અક્ષય કુમાર નજીક આવ્યા હતા. શિલ્પા શેટ્ટી સાથે પણ અક્ષય કુમાર નું નામ જોડવામાં આવ્યું હતું. આ દરેક વાતોથી રવિના નું દિલ તૂટી ગયું હતું અને તેના અક્ષય કુમાર સાથે પોતાની સગાઈ તોડી નાખી અને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ રવિના ને ફિલ્મોમાં ફરી કમબેક કરવામાં થોડી મુશ્કેલી પડી હતી. રવીના ટંડન અને અનિલ થદાણી ૨૦૦૩ મળ્યા હતા. અનીલ પરણિત હતા પરંતુ પોતાની પત્નીને તલાક આપીને તેણે રવીના સાથે લગ્ન કર્યા.