અજય દેવગણ ની આ વાત જાણીને કાજોલ નાં ઉડી ગયા હોશ, કહ્યું કે પહેલા ખ્યાલ હોત તો ક્યારેય લગ્ન ન કરત

બોલિવૂડમાં શાનદાર અને સૌથી સફળ અભિનેત્રીઓમાં સામેલ કાજોલે કહ્યું કે, જો તેને તેના પતિ અજય દેવગણ ની આ વાતનો ખ્યાલ હોત તો તેની સાથે લગ્ન ન કરત. અભિનેત્રી કાજોલે એક સમાચાર ચેનલને ઈન્ટરવ્યૂ દરમ્યાન તેમના પોતાના અંગત જીવન સાથે જોડાયેલ એક વાતનો ખુલાસો કર્યો. કાજોલ ને પૂછવામાં આવ્યું કે, જો તમે કલર હોત તો કયો કલર બનાવવાનું પસંદ કરત. ત્યારે તેના જવાબમાં તેણે સફેદ કલર બનાવવાનું પસંદ કરત. એ જવાબ આપ્યો. તેમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુડ સારા એક્ટર્સ બની શકાય છે કે જન્મથી જ સારા એક્ટર હોય છે. કાજોલે આ પ્રશ્નનો જવાબ દેતા કહ્યું કે, બંને એક બરાબર છે. કેટલાક લોકો જન્મથી જ ટેલેન્ટેડ હોય છે. અને કેટલાક મહેનતથી બની શકે છે.
એન્કરે જ્યારે તેમને કહ્યું કે. અજય દેવગણે એક્ટિંગ ના ક્લાસ કર્યા છે. અને તમે? ત્યારે કાજોલ આ સવાલ સાંભળીને હેરાન રહી ગયા. કારણ કે, તેને પોતાને પણ આ વાતનો ખ્યાલ નહોતો કે, અજય દેવગણ ને એક્ટિંગ ક્લાસ કર્યા છે. તેમણે હસતા હસતા કહ્યુ કે, જો મને મને આ વાતનો ખ્યાલ હોત તો હું તેમની સાથે લગ્ન ન કરત. કાજોલે બન્નેની એક્ટિંગ માટે કહ્યું કે, અજય અને હું અમે બંને ખૂબ જ અલગ એક્ટર છીએ. અજય એક ટેકનીકલ એક્ટર છે. અને તે ક્યારેય એક્ટર બનવા ઇચ્છતા ન હતા. તેને ડાયરેક્ટર બનવું હતું. પરંતુ તે એક્ટર બની ગયા હતા. તેથી તેને દરેક એંગલ નો ખ્યાલ હોય છે કે ક્યાંથી કયો શોટ્સ આવશે. તે આ બબાતે થોડા સ્માર્ટ છે. તે બાબતોનું ધ્યાન રાખીને એક્ટિંગ કરે છે. હું મારી વાત કરું તો મને એટલું બધો કંઈ ખાસ ખ્યાલ હોતો નથી. હું ફક્ત પુરી રીતે ફ્રી થઈને એકટીગ કરું છુ.
પોતાના સસરા સાથે જોડાયેલ એક વાત યાદ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ની પહેલી મુલાકાત કરણ અર્જુન નાં સેટ પર થઈ હતી. આ દરમિયાન તેમણે ખૂબ જ મજાક કરી હતી. કાજલ આજના સમયમાં પણ ખૂબ જ બુકો વાંચે છે. તેના હિસાબે તેની પાસે ૨ હજારથી પણ વધારે પુસ્તકો છે. તેમને પુસ્તકો વાંચવી જ પસંદ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના બાળકોને તેની એક પણ ફિલ્મ સારી નથી લાગતી કારણ કે, તેના બાળકોનું કેવું છે કે, તેમની માતા દરેક ફિલ્મ માં રડતા જોવા મળે છે.
કાજલ જણાવે છે કે, તેમના પિતા ઈચ્છા તેમનું નામ મરસીડીઝ રાખવાની હતી. જો સાચેજ તે નામ રાખવામાં આવ્યું હોત તો આજે તેનું નીક નેઈમ મેસી હોત. સ્કૂલ નાં દિવસો યાદ કરતાં કાજોલે કહ્યું કે, તેમની ક્યારેય રેગીંગ થઈ નથી. પરંતુ તેમણે લોકોની રેગીંગ કરી છે. તેમને પૂછવામાં આવ્યું કે તમે એક્ટિંગમાં કોને વધુ નજીક અનુભવો છો. તેમણે કહ્યું કે, હું મારી માં જેવી લાગું છું ઘણીવાર મને લાગે છે કે, હું એમની જેમજ કરું છું.