અજમાવી જુઓ કપૂર સાથે જોડાયેલા આ ઉપાય, બની શકો છો ધનવાન

દરેક પૂજામાં કપૂરનો પ્રયોગ જરુર કરવામાં આવે છે અને કપૂર વગર પૂજા સફળ ગણાતી નથી. તેથી જ્યારે પણ તમે કોઈ પૂજા કે હવન કરો ત્યારે કપૂરનો પ્રયોગ જરૂર કરવો પૂજા ઉપરાંત કપૂર ની મદદથી આ પ્રકારનાં દોષો પણ દૂર કરી શકાય છે. આજે અમે કપૂર નાં થોડા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમારા જીવન માંથી પરેશાનીઓ દૂર થઈ જશે.
નકારાત્મક ઊર્જા દૂર કરવા
જો તમને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા મહેસૂસ થતી હોય તો તેવા સમય માં એક વાટકામાં કપૂર રાખીને તે વાટકા ને ઘરનાં એક ખૂણામાં રાખી દો. સમય-સમય પર આ કપૂરને બદલતા રહેવું. આવી રીતે રોજ પૂજા કરતી વખતે ઘરમાં કપૂર જરૂર કરવો અને તે કપૂરને આખા ઘરમાં ફેરવો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં શાંતિ બની રહેશે.
વાસ્તુદોષ દૂર કરવા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કપૂર ની મદદથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. ઘરમાં વાસ્તુદોષ હોય ત્યારે પૂજા કરતી વખતે કપૂર નો ધૂપ કરવો એવું કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થશે. આ જ પ્રકારે દુકાનમાં પણ કપૂર નો ધૂપ કરવો ખૂબ જ શુભ ફળ આપી શકે છે. દુકાનમાં કપૂર નો ધૂપ કરીને દુકાન નાં દરેક ખૂણા માં ફેરવો જો બની શકે તો તેમાં લવિંગ પણ નાખવું.
ધનલાભ માટે
ધનલાભ માટે લાલ ગુલાબનું ફૂલ લઈ તેમાં એક કપૂર નો ટુકડો નાખીને ધુપ કરવો. તે ધુપ ને મા લક્ષ્મીને અર્પણ કરવો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે. આ પ્રકારે જો તમે કપૂર નો ધૂપ કરીને ફૂલ સાથે જ દેવી દુર્ગાને પણ અર્પણ કરી શકો છો. બિનજરૂરી ખર્ચાઓ થાય ત્યારે સાંજના સમયે કપૂર નો દીવો કરવો અને તેને આખા ઘરમાં ફેરવવું અને અંતમાં માં લક્ષ્મી ની આરતી કરવી તેનાથી બિનજરૂરી ખર્ચાઓ ઓછા થશે.
નજરદોષ દૂર કરવા
નજરદોષ લાગે ત્યારે કપૂરને માતા મસ્તક પરથી ૭ વાર ફેરવવું અને પછી તેને બાળવું આવું કરવાથી નજરદોષ દૂર થાય છે. આ પ્રકારે કપૂરનો પ્રયોગ પિતૃઓની પૂજા કરતી વખતે જરૂરથી કરવો અને તેને જરૂરથી બાળવો આવું કરવાથી પિતૃદોષ દૂર થાય છે.