આંકડાનાં પાનનાં ઉપયોગ થી આ બીમારીઓ થી રાહત મળે છે, જાણો તેનાં ઉપયોગ

આકડા નાં છોડ ને ઘણા લોકો મદાર કે અક્વન નાં નામથી પણ ઓળખે છે. ઘણા લોકો તેને ઝેરીલો છોડ પણ કહે છે. પરંતુ તે ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે પણ લોકો તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. જોકે મોટે ભાગે લોકો તેનો ઘરેલુ ઉપયોગ કરે છે. તેનાં ફૂલ નો ઉપયોગ હનમાનજી ની પૂજા દરમ્યાન પણ કરવામાં આવે છે. આકડાનાં ફૂલ તોડતી વખતે ખૂબ સાવધાની રાખવાની જરૂર હોય છે. કારણ કે, ઘણીવાર તેમાંથી નીકળતું દૂધ જો આંખમાં ચાલ્યું જાય તો આંખને નુકસાન પહોંચાડે છે. તેમજ આકડાનાં પાન અને તેના ફૂલનો ઉપયોગ ઓઇલ બનાવવામાં થાય છે. ચાલો જાણીએ આંકડા નાં છોડ થી કઈ બીમારીઓથી રાહત મળે છે.
ખંજવાળની સમસ્યા
જો તમને એલર્જી કે ખંજવાળની કે સ્કિન ડ્રાય થવાની સમસ્યા હોય તો આંકડાનાં છોડનો ઉપયોગ કરી શકાય છે. આકડાનાં છોડ ને બાળીને તેની રાખ કરી સરસવના તેલમાં મિક્ષ કરી ખંજવાળની કે એલર્જી ની જગ્યા પર લગાવવાથી ખંજવાળમાં થી રાહત મળે છે.
સાંધા નાં દુખાવામાં રાહત
આંકડા નાં પાન થી સાંધાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. તેનાં માટે આંકડાનાં પાનને ગરમ કરીને સાંધાના દુખાવા પર લગાવવામાં આવે તો થોડા સમયમાં જ તેમાં રાહત જણાય છે. શિયાળાની સિઝનમાં શરદી ઉધરસની સમસ્યા થી પરેશાન હોય તો તેમાં આંકડા ના પાનનો ઉપયોગ કરવાથી તેમાં પણ રાહત જણાય છે. આકડાનાં પાન ઉપર તેલ લગાવી અને ગરમ કરી અને છાતી પર રાખવાથી ઉધરસમાં રાહત મળે છે.
ડાયાબિટીસમાં ફાયદો
ડાયાબીટિસની સમસ્યાથી પરેશાન લોકો માટે આકડાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. સુગર કન્ટ્રોલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાં માટે આંકડાનાં પાન ને પગના તળિયા પર રાખી અને મોજા પહેરી આખી રાત રાખવામાં આવે તો તેનાથી સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ થાય છે.
વાગવાથી થયેલ ધાવ માં રાહત
શરીરમાં કોઈપણ જગ્યાએ પડવા-વાગવાથી થયેલ ધાવમાં આંકડાનાં પાનનાં ઉપયોગથી રાહત મળે છે. આંકડાનાં પાનને ગરમ કરી ને જે જગ્યા પર વાગ્યું હોય ત્યાં થોડું તેલ લગાવી આંકડાનાં પાનને ગરમ કરી બાંધી રાખવાથી તેમાં રાહત મળે છે. તેનાથી લોહી નીકળતું પણ બંધ થઈ જાય છે.
પગમાં પડેલા છાલા માં રાહત
ઘણીવાર પગમાં છાલા પડે છે તેના માટે આકડાનાં પાન નો ઉપયોગ કરવાથી રાહત મળે છે. આકડાનાં પાન નાં દૂધ ને છાલા વાળા પર લગાવવાથી તરત જ રાહત થાય છે. દાંતના દુખાવામાં પણ આંકડા નાં પાન નું દૂધ લગાવવાથી રાહત મળે છે.