અખરોટ ખાવાથી વજન વધી શકે છે, જાણો એક દિવસમાં કેટલા અને ક્યારે ખાવા રહેશે ઉચિત

અખરોટને નટ્સ એટલે કે, સુકા મેવાની શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં તેનું વેચાણ વધી જાય છે. અખરોટમાં ઘણા પ્રકાર નાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારા શરીરને પોષણ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને પોલીઅનસૈચુરેટેડ ફેટીએસીડ નો ભંડાર હોય છે. તે દરેક તત્વ શરીરને તંદુરસ્ત બનાવવામાં મદદરૂપ થાય છે. જોકે કોઈપણ વસ્તુનું વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આખરોટ ને ડ્રાયફ્રુટ્સ નો રાજા ગણવામાં આવે છે. પરંતુ સીમિત માત્રામાં ખાવાથી જ લાભ પ્રાપ્ત થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર નિયમિત રૂપથી પલાળેલા અખરોટ ખાવાથી ટાઇપ ટુ ડાયાબિટીસ નું જોખમ ઓછું રહે છે. એક મુઠ્ઠી અખરોટ ને પાણીમાં પલાળી ને સવાર નાં ખાલી પેટે સેવન કરવાથી ડાયાબિટિસ નું જોખમ ઓછું રહે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે ડાયજેશન પ્રક્રિયાને સરળ બનાવે છે. તેમજ અખરોટ નું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.
વધારે અખરોટ ખાવાથી થતું નુકસાન
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ માને છે કે, અખરોટ માં કેલરી વધારે હોય છે. યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. પરંતુ વધુ માત્રામાં અખરોટનું સેવન કરવાથી વજનમાં સંતુલન બનાવી રાખવામાં મુશ્કેલી થાય છે. તેમજ વધારે ખાવાથી ડાયેરિયા અને પેટ સંબંધી પરેશાની થઈ શકે છે. આ મેવાની તાસીર ગરમ હોય છે જેના કારણે મોઢામાં ચાંદા પડવાની સંભાવના બની શકે છે. ઘણા લોકોને કફ પર હોય ત્યારે અખરોટ નું સેવન કરવું જોઇએ નહીં. ઉપરાંત કેટલાક લોકને અખરોટથી એલર્જી પણ થઈ શકે છે.
કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ
અખરોટ થી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ તેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે. વધારે અખરોટ ખાવાથી પેટમાં ગરમી થઈ જાય છે અને ઘણા નુકસાન થઇ શકે છે. તેથી વિશેષજ્ઞ અનુસાર દિવસમાં પાંચથી વધારે અખરોટ ખાવા જોઈએ નહીં. બે થી ત્રણ અખરોટ ખાવાથી ફાયદો થાય છે.
કયા સમયે ખાવા જોઈએ અખરોટ
હેલ્થ એક્સપર્ટ અનુસાર અખરોટ ખાલી પેટ ન ખાવા જોઈએ. કારણ કે તેમાં મોજુદ તેલ પેટમાં બળતરા ઉત્પન્ન કરી શકે છે. સવારે નાસ્તાની સાથે અથવા તો સાંજે સ્નેક્સ ની સાથે ખાવા વધારે યોગ્ય રહે છે.