અક્ષય કુમારે સંભળાવી રામસેતુ નિર્માણની કથા, મંદિર માટે આપ્યું આટલા રૂપિયાનું દાન

અયોધ્યામાં ભગવાન શ્રીરામ નાં ભવ્ય મંદિરનું નિર્માણ માટે દેશવ્યાપી નિધિ સમર્પણ અભિયાન ની શરૂઆત થઇ ચૂકી છે. સામાન્ય લોકોની સાથે જ ખાસ લોકો પણ શ્રી રામ મંદિર નિર્માણ માટે દાન આપી રહ્યા છે. હિન્દી સિનેમા નાં દિગ્ગજ કલાકાર અક્ષય કુમારે પણ તેના માટે પોતાનો હાથ લંબાવ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા નાં માધ્યમથી આ જાણકારી આપી છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતા અક્ષય કુમારે પોતાનાં ફેન્સ ને પણ દાન આપવા માટે અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે, મેં તો શરૂઆત કરી દીધી છે હવે તમારો વારો છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓએ એક શાનદાર કેપ્શન પણ આપ્યું છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર જે વિડીયો શેયર કર્યો છે તેમાં રામસેતુ નિર્માણ ની કથા સંભળાવી છે. તેઓએ જણાવ્યું છે કે, તેઓએ આ કથા પોતાની દીકરી નિતરા ને સંભળાવી હતી. અક્ષય કુમારે કહ્યું છે કે, ઘણા લોકોનાં પ્રયત્ન અને પરિશ્રમ થી રામસેતુ નું નિર્માણ થવા જઇ રહ્યું છે. તેમનો આ વીડિયો ટ્વિટર સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર વીડીયોમાં કહ્યું છે કે, મેં મારી દીકરીને આ કથા સંભળાવી હતી તમે સાંભળશો વાર્તા એમ હતી કે, એક તરફ વાનરોની સેના હતી બીજી તરફ લંકા બંને વચ્ચે એક મહા સમુદ્ર હવે વાનરસેના મોટા મોટા પથ્થર લઈને સમુદ્રમાં નાખી રહી હતા કારણ કે, તેઓને રામસેતુ નું નિર્માણ કરીને સીતા માતાજી ને પાછા લાવવા હતા. શ્રી રામજી કિનારા પર ઉભા હતા અને આ બધું જોઈ રહ્યા હતા ત્યારે તેની નજર એક ખિસકોલી પર પડી જે પાણીમાં જઈને પાછી કિનારા પર આવતી હતી અને રેતીમાં સુઈ જતી હતી અને પાછી રામ સેતુ નાં પથ્થરો તરફ ભાગતી હતી. પાછી પાણીમાં જતી હતી અને પાછી રેતીમાં આવીને પાછી પથ્થરો પાસે જતી હતી.
અક્ષય કુમાર આગળ કહે છે કે, રામજીને આ જોઇને આશ્ચર્ય થયું કે, આ શું થઈ રહ્યું છે તે ખિસકોલી પાસે ગયા અને તેમને પૂછ્યું તું તમે શું કરી રહ્યા છો તેણે જવાબ આપ્યો કે, હું મારા શરીરને ભીનું કરી રહી છું શરીર પર રેતી લગાવી રહી છું અને પથ્થરોની વચ્ચે જે તિરાડો છે તેને હું ભરી રહી છું. રામસેતુ નાં નિર્માણ માં મારૂ પણ થોડું યોગદાન આપી રહી છું. આજે હવે આપણો વારો છે આપણા ભગવાન શ્રીરામ નું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે. નિર્માણકાર્ય શરૂ થઈ ચુક્યું છે આપણામાંથી કેટલાક વાનરો બન્યા, કેટલાક ખિસકોલી બન્યા અને ઘણા લોકોએ પોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપી. એતિહાસીક ભવ્ય રામમંદિર બનાવવામાં ભાગીદાર બન્યા છે. મેં પણ શરૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે, તમે પણ તેમાં જોડાશો જેથી આવનારી પેઢીને આ ભવ્ય મંદિર થી મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન અને સંદેશ પર ચાલવાની પ્રેરણા મળી રહે.
અક્ષય કુમારે વીડિયો શેયર કરવાની સાથે ટ્વિટર પર લખ્યું હતું કે, ખૂબ જ ખુશી ની વાત છે કે, અયોધ્યા માં આપણા શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહયું છે. હવે યોગદાન નો વારો આપણો છે મેં શરૂઆત કરી દીધી છે આશા છે કે તમે બધા તેમાં જોડાશો. શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આખા દેશ માંથી સમર્પણ નિધિ અભિયાન ચલાવી રામ મંદિર નિર્માણ માટે દાન લેવામાં આવે છે. જણાવવામાં આવે છે કે, ત્યાં ભગવાન શ્રીરામ નું ભવ્ય મંદિર લગભગ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે.