અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ પર થયો કેસ, કોર્ટે આ ફિલ્મ સાથે જોડાયેલ ૬ લોકોને મોકલી લીગલ નોટિસ

બોલિવૂડ નાં અભિનેતા અને ખેલાડી કુમાર એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. વર્ષ ૨૦૧૬ માં અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે પાંચ વર્ષ બાદ ફિલ્મ નાં હીરો અક્ષય કુમાર સહિત ફિલ્મ સાથે જોડાયેલા લોકોને કાનૂની નોટિસ મળી છે. આ વિવાદ ફિલ્મ નાં ડાયલોગ ને લઈને છે. ફિલ્મ દરમિયાન એક ડાયલોગમાં સેશન જજ નો રોલ નિભાવી રહેલ એક્ટર અનંગ દેસાઈ કોર્ટ રૂમ સીન દરમિયાન વકીલો ને બેશરમ કહ્યું હતું. બસ ડાયલોગ આ વિવાદનું કારણ છે. આ ડાયલોગ ને લઈને મધ્યપ્રદેશ નાં એડવોકેટ મનોજ ગુપ્તાએ વકીલોની માનહાનિ ને લઈને કોર્ટ માં કેસ દાખલ કર્યો છે. તેની સાથે જ તેઓએ આરોપીને અલગ અલગ ધારાઓ હેઠળ દંડ ની માંગ કરી છે.
તેમણે આ બાબતમાં આરોપીને ભારતીય સંવિધાન ધારા ૫૦૦, ૫૦૧, ૫૦૨, હેઠળ કારાવાસ અને રોકડ રકમ ભરપાઈ ની સજા આપવા માટે જણાવ્યું છે. મનોજ ગુપ્તા મુજબ આ ફિલ્મ પર કેસ વર્ષ ૨૦૧૬ માંજ રિલિઝ વખતે જ કરવામાં આવ્યો હતો. પરંતુ તે વખતે કોઈ કારણોસર આ કેસની બાબતમાં કાર્યવાહી આગળ થઈ નહતી. ત્યારબાદ આ કેસની કાર્યવાહી વર્ષ 2020 માં થવાની હતી. પરંતુ કોરોના મહામારી નાં કારણે લોક ડાઉન ને કારણે કાર્યવાહી થઈ શકી નહતી. હવે કોર્ટ આ બાબત પર એક્શન લેતા કોર્ટે ર્ફિલ્મ નાં સર્વે સભ્યોને નોટિસ મોકલી છે. આ લોકોને ૧૦ માર્ચ સુધીમાં કોર્ટમાં હાજર રહેવાનું રહેશે.
કોર્ટ દ્વારા ફિલ્મ સાથે જોડાયેલ જે લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં અભિનેતા અક્ષય કુમાર ઉપરાંત સુરેશ ચંદા, રુસ્તમ પ્રોડક્શન કંપની ઝી એન્ટરટેઇન્મેન્ટ નાં ચેરમેન, મુરુદ્લ કેજાર ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ નાં એમડી અને સીઇઓ, વિપુલ કે રાવલ ફિલ્મ નાં રાઈટર, ટીનુ સુરેશ દેસાઇ ફિલ્મનાં ડાયરેક્ટર, અનંગ દેસાઈ એક્ટર અને તે ઉપરાંત સુરેશ ગુપ્તા કટની નાં સીટી પ્રાઇડ સિનેમા હોલનાં માલિક નો સમાવેશ થાય છે.
ફિલ્મ રુસ્તમ નાં એક સીન માં જજ ની ભૂમિકા નિભાવી અભિનેતા અનંગ દેસાઈ નેવી કમાન્ડર રુસ્તમ પાવરી એટલે કે, અક્ષય કુમાર ને કહે છે કે, ‘કમાન્ડો બાવરી થોડા સમય માટે તમારી નેવી ની સંસ્કુતિ અને પ્રોટોકોલ ને ભૂલી જાવ બસ એ સમજો કે તમે એક બેશરમ વકીલ છો જે પોતાના સાક્ષી ને કાંઈ પણ પૂછી શકે છે’. આ ડાયલોગ પર મનોજ ગુપ્તાએ નારાજગી બતાવી છે. મનોજ ગુપ્તા મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના સાક્ષી ને કાનૂન ની હદમાં રહીને જ પૂછતાછ કરી શકે છે. આ પ્રકારની પૂછતાછ કરવી એ કોઈ પ્રકારની બેશરમી નથી. બોલીવુડ એકટર અક્ષય કુમાર અને ઇલિયાના ડિક્રુઝ ની વર્ષ ૨૦૧૬ માં આવેલી ફિલ્મ રુસ્તમ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ૧૨૭.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.