એક્ટિંગ નાં આધારે જ નથી બેસી રહેતા ટીવીનાં આ અભિનેતાઓ, આર્થિક તંગીથી બચવા માટે કરે છે આ કામ

એક્ટિંગ નાં આધારે જ નથી બેસી રહેતા ટીવીનાં આ અભિનેતાઓ, આર્થિક તંગીથી બચવા માટે કરે છે આ કામ

મોટા પડદાની વાત હોય કે નાના પડદાની દરેક જગ્યાએ કોમ્પિટિશન દિવસે ને દિવસે વધી રહી છે. કોમ્પિટિશન નાં આ યુગમાં ફક્ત એક્ટિંગ નાં આધારે બેસી રહેવું યોગ્ય નથી. પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કોઇને કોઇ કામ કરવું ખૂબ જ જરૂરી હોય છે. એવામાં ટીવી ઇન્ડસ્ટ્રી નાં આ અભિનેતાઓ એક્ટિંગ ઉપરાંત પોતાના સાઈડ બિઝનેસ ચલાવે છે. જેથી તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. આજે તમને ટીવી જગત નાં કેટલાક પ્રખ્યાત અભિનેતાઓ વિશે જાણકારી આપીશું. જે આર્થિક તંગી થી બચવા માટે સાઈડ બિઝનેસ કરી રહ્યા છે.

રોનિત રોય

રોનિત રોય ને દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે જ છે. તે ટીવી સિરિયલ નાં પ્રખ્યાત અભિનેતા ઓમાં નાં એક છે. રોનિત રોય ને આજે પણ લોકો ખૂબ જ યાદ કરે છે. તેઓએ ધણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેઓએ બોલીવુડની ફિલ્મ કબીલ માં વિલનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ટીવી શો જેવા કે, અદાલત, કસોટી જિંદગી,  ક્યુકી સાસ ભી કભી બહુથી જેવી સિરિયલો થી લોકપ્રિયતા મેળવી હતી. અભિનેતા રોનિત રોય એક્ટિંગની સાથે પોતાનો સાઈડ બિઝનેસ પણ ચલાવે છે. તેઓ સિક્યુરિટી એજન્સી ચલાવે છે.

કરણ કુન્દ્રા

ટીવી એક્ટર કરણ કુન્દ્રા એક્ટિંગની દુનિયામાં કિતની મોહબત હૈ  સિરિયલ થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાં સીરીયલ ની અંદર કરણની ઓપોઝિટ કૃતિકા કામરા જોવા મળ્યા હતા. ત્યારબાદ બેતાબ દિલકી તમન્ના માં પણ જોવા મળ્યા હતા. કરણ કુન્દ્રા એ પોતાની ટીવી કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે.એક્ટિંગ ઉપરાંત જો તેના બિઝનેસ વિશે વાત કરીએ તો તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નો પોતાનો ખાનદાની બિઝનેસ સંભાળે છે. તેમની કંપની મોલ અને થિયેટર જેવા મોટા-મોટા નિર્માણ કાર્ય કરે છે.

સબીર અહલુવાલિયા

ટીવી જગતનાં ફેમસ અભિનેતા સબીર અહલુવાલિયા ને દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે છે. તેઓએ ટેલિવિઝન ની સાથે સાથે બોલીવુડમાં પણ એક્ટિંગ કરી છે. જો આપણે તેના બિઝનેસ વિશે વાત કરીએ તો સબીર અહલુવાલિયા કોઈ પણ બિઝનેસમાં તક અજમાવવામાં પાછળ નથી રહેતા. તમને જણાવી દઈએ કે સબીર અને અહલુવાલિયા ફ્લાઈંગ ટટલર્સ નામના પ્રોડક્શન હાઉસ ના ઓનર છે. તેઓએ ટીવીના ઘણા ફેમસ શોમાં કામ કર્યું છે. કસમ સે, કસોટી જિંદગી કી, કયામત જેવી ટીવી સિરિયલ માં શામિલ હતા.

અર્જુન બિજલાણી

અર્જુન બિજલાણી ટીવી જગત નાં ફેમસ એક્ટર છે. તેઓએ સીરીયલ કાર્તિક થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ સિરિયલની અંદર અર્જુન બિજલાણી ની સાથે જેનિફર વિગેટ એ અભિનય કર્યો હતો. અર્જુન બિજલાની નાગીન અને મેરી આશિકી તુમસે હી સીરીયલ માં લીડ રોલ કરી ચૂક્યા છે. આ ટીવી ઇન્ડસ્ટ્રીના ના ફેમસ અભિનેતા છે. આપણે તેના સાઈડ બિઝનેસ ની વાત કરીએ તો, તે બીસીએલ ટીમ મુંબઈ ટાઈગર ના સ્ટોક હોલ્ડર છે. અર્જુન બિજલાણી શરાબ નો પણ  વેપાર કરે છે. મુંબઈમાં તેની એક વાઇન શોપ છે.

હિતેન તેજવાણી

ભારતીય ટેલિવિઝન નાં નાના પડદા પર  હિતેન તેજવાણી ખૂબ મોટું નામ છે. ધારાવાહિક  સાસ ભી કભી બહુ થી, પવિત્ર રિશતા અને કુટુંબ જેવા શો થી તેઓએ લોકપ્રિયતા મેળવી હતી. હિતેન તેજવાળી પોતાનો રેસ્ટોરન્ટ ચલાવે છે. મુંબઈ માં બારકોડ ૦૫૩ ના નામથી તેમનો એક રેસ્ટોરન્ટ છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *