આલીયા ની માતાનું નામ સાંભળીને જ ગુસ્સે થઈ જતી હતી પૂજા ભટ્ટ, પરંતુ આજે

માતા-પિતાના અલગ થવા પર સૌથી ખરાબ અસર તેમના બાળકો પર પડે છે. તેમના જીવનમાં નિરાશા છવાઈ જાય છે. આ બદલાવને તે સરળતા થી સ્વીકારી શકતા નથી. એવું જ કઈક આલિયા ભટ્ટ ની બહેન અને મહેશ ભટ્ટ ની દીકરી પૂજા ભટ્ટ સાથે થયું હતું. મહેશ ભટ્ટે કિરણ નામની મહિલા સાથે લગ્ન કર્યા. તેનાથી પૂજા અને રાહુલ નામના બે બાળકો થયા જોકે મહેશ ભટ્ટ ને આલિયા ભટ્ટની માતા સોની રાજદાન સાથે પ્રેમ થઈ ગયો. તે લગ્ન થી તેમને બે દીકરીઓ થી આલિયા ભટ્ટની અને શાહીન.
જોકે જયારે મહેશ ભટ્ટ અને કિરણ અલગ થયા ત્યારે તેમની દીકરી પૂજા પોતાની બીજી પત્ની સોની ને નફરત કરવા લાગી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કઈ રીતે તે ભાવનાત્મક રૂપથી તૂટી ગયા હતા. તેમને પોતાના પિતાની બીજી પત્ની સોની થી ખૂબ જ નફરત થઈ ગઈ હતી. જ્યારે પણ તેનું નામ સાંભળતા હતા ત્યારે તે ગુસ્સે થઈ જતા હતા. તેને પોતાના પિતા પર ગુસ્સો આવતો હતો. પરંતુ પછી પૂજા ની માતા એ તેમની દીકરીઓને સમજાવ્યું કે, મહેશ સાફ દિલના છે. તેને અને તેની પત્નીને નફરત ન કરવી જોઈએ. વર્તમાનમાં પૂજા પોતાની સોતેલી બહેન આલિયા અને શાહિન સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવે છે. તેમજ પૂજા પોતાની સોતેલી માં સોની સાથે પણ સારું બોન્ડિંગ શેયર કરે છે.
જોકે આવા ઘણા પેરેન્ટ્સ છે જે અલગ થવાનું અને બીજા લગ્ન કરવાનું વિચારી રહ્યા હોય. પરંતુ પોતાના બાળકોને લઇને ચિંતિત હોય છે તેના માટે આજે અમે ખાસ ટીપ્સ શેયર કરીએ છીએ. બીજા લગ્ન નો નિર્ણય લેતા પહેલા તમારા બાળકો સાથે શાંતિથી વાત કરો તેને સમજાવવું કે બીજા લગ્ન બાદ પણ તમારો તેમના માટે પ્રેમ ઓછો નહીં થાય. આપણે બધા સાથે મળીને ખુશીથી એકસાથે રહીશું.
જ્યારે એક વાર બીજા લગ્ન થઈ જાય ત્યારે બાળકોને તમારા બીજા લાઈફ પાર્ટનર ને સમજવા માટે થોડો સમય આપો. તેમની પાસેથી એક જ દિવસમાં નવા મમ્મી પપ્પા ને સ્વીકારવાની આશા ન રાખો. સાથેજ પાર્ટનરને સમજાવો કે, બાળકો નાં રિયલ માં કે પિતાની અવગણના ના કરે. તેનાથી તમારા બાળકોનું તમારી સાથેનું બોન્ડીંગ ખરાબ થઈ શકે છે. બીજા લગ્ન બાદ તમારા પહેલા બાળકોની જવાબદારી સારી રીતે નિભાવો. તેમને એવું ના મહેસુસ થવા દો કે તેઓ તમારાથી અલગ થઈ ગયા છે. મહેશ ભટ્ટે તેમનાં બીજા લગ્ન બાદ પણ પૂજા અને રાહુલ ને પહેલાં જેટલો જ પ્રેમ આપ્યો આ જ કારણે તે પોતાના પિતાથી આજે પણ એટલાં જ ક્લોઝ છે.