અલૌકિક શક્તિઓ નાં માલિક હોય છે યક્ષ અને યક્ષિણી, તેમની સાધના કરવાથી મળે છે ઇચ્છિત ફળ

તંત્ર શાસ્ત્ર મુજબ આ બ્રહ્માંડમાં ઘણા લોક છે. અને આ દરેક લોકોના પોતાના અલગ-અલગ દેવતાઓ પણ છે. આ દરેક લોક પૃથ્વીની અલગ અલગ જગ્યાએ આવેલ છે. એવું કહેવામાં આવે છે કે, પૃથ્વીની નજીક નાં લોકમાં રહે લોકો દેવી-દેવતાઓને જલ્દી પ્રસન્ન પૃથ્વીની નજીક રહેનાર દેવી-દેવતા જલ્દીથી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે, જો તમે સાચી દિશા અને સાચા સમય પર વિશેષ મંત્રની સાધના કરો તો તમારી પ્રાર્થનાની તરંગો આ નજીક નાં લોકમાં નિવાસ કરનાર દેવી દેવતાઓ સુધી જલ્દીથી પહોંચે છે.
કોણ છે યક્ષ અને યક્ષિણી
આ જ કારણે યક્ષ અને યક્ષિણી ની સાધના કરવા પર તમારી દરેક મનોકામના તે જલ્દીથી પૂર્ણ થાય છે. તેનું એક કારણ છે કે, તે લોક પૃથ્વીલોક થી સૌથી નજીક છે. હવે ઘણા લોકોને વિચાર આવી રહ્યો હશે કે, યક્ષ અને યક્ષિણી છે કોણ? જોકે તેમનો ઉલ્લેખ ઘણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન શિવજી નાં સેવક છે યક્ષ અને યક્ષિણી. તેમનાં રાજા કુબેર છે જેને ધન નાં સ્વામી કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, કુબેર રાવણ નાં ભાઈ પણ છે.ધર્મગ્રંથો મુજબ શિવજી નાં સેવક યક્ષ અને યક્ષિણી પાસે ઘણી રહસ્યમયી શક્તિઓ છે. જેમ જેમ ધર્મગ્રંથોમાં દેવી-દેવતાઓ ૩૩ હોય છે. તેમજ યક્ષ અને યક્ષિણી ૬૪ હોય છે. જોકે તેમાંથી ૮ પ્રમુખ હોય છે. જેની સાધના કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેનું નામ અને તેનાથી મળનાર ફળ આ પ્રકારે છે.
સુર સુંદરી યક્ષિણી
આ યક્ષિણી ની સાધના કરવાથી તમને એશ્વર્ય અને ધન સંપત્તિ જેવી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
મનોહારીણી યક્ષિણી
આ યક્ષિણી ને પ્રસન્ન કરનાર વ્યક્તિને એવું સંમોહક બની જાય છે કે તે દરેક વ્યક્તિ ને પોતાના મોહ થી આકર્ષિત કરી શકે છે.
કનકાવતી યક્ષિણી
આ યક્ષિણી ને પ્રસન્ન કરનાર વ્યક્તિ તેજસ્વ ને પ્રાપ્ત કરે છે અને તેનાથી તે દરેક મનોકામના પૂર્ણ કરવામાં સક્ષમ થાય છે.
કામેશ્વરી યક્ષિણી
આ યક્ષિણી ની સાધના કરવાથી એવું પૌરુષ પ્રદાન થાય છે કે, જેનાથી તમારું દરેક કામ સારી રીતે પૂર્ણ થાય છે.
રતિ પ્રિયા યક્ષિણી
જો કોઈ કપલ આ યક્ષિણી સાધના કરે છે તેને કામદેવ અને રતિ જેવું સૌંદર્ય પ્રાપ્ત થાય છે.
પ્રભીની યક્ષિણી
આ યક્ષિણી ને પ્રસન્ન કરવાથી સાધક માં આત્મવિશ્વાસ, સ્થિરતા અને માનસિક બળ પ્રાપ્ત થાય છે તેનાથી તેની પ્રગતિ જ પ્રગતિ થાય છે.
નટી યક્ષણી
આ યક્ષિણી ને વિશ્વામિત્રજી પ્રસન્ન કરી ચૂક્યા હતા. અને તે પોતાના સાધકને પૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
અનુરાગીણી યક્ષિણી
આ યક્ષિણી ને પ્રસન્ન કરવાથી સાધકને ધન અને યશ પ્રાપ્ત થાય છે.