અમિતાભ બચ્ચન ની દીકરીને દર વર્ષે પત્ર લખે છે આમિરખાન, કરી ચૂકયા છે આવા કામ

હિન્દી સિનેમા નાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને શાનદાર એક્ટર જ્યા બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન નંદા મજબૂત ફિલ્મી બેકગ્રાઉન્ડ વાળા પરિવાર સાથે સંબંધ રાખે છે. માતા-પિતા બંને ખુબ જ મોટા કલાકાર હોવા છતાં પણ શ્વેતા બોલિવુડ નાં આ બે કલાકારો ની ફેન રહી ચૂકયા છે જેનું નામ છે. આમિર ખાન અને સલમાન ખાનએકવાર શ્વેતા બચ્ચન પોતાના ભાઈ અભિનેતા અભિષેક બચ્ચનની સાથે ફેમસ ફિલ્મ નિર્માતા કરણ જોહર ના ટોક શો કોફી વિથ કરણ માં પહોંચ્યા હતા તે સમય દરમ્યાન તેમણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેઓએ જણાવ્યું હતું કે યુવાવસ્થામાં સલમાન ખાન અને આમિર ખાન નાં તે ફેન રહ્યા છે.
કરણ સાથે વાત કરતાં શ્વેતાએ એ વાત પણ જણાવી હતી કે, તેમણે સલમાન ખાન ની મુખ્ય અભિનેતા નાં રૂપમાં વર્ષ ૧૯૯૧ માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મ ને વિસીઆર પર જોઇ હતી. વર્ષ ૧૯૮૯ માં જ્યારે સલમાન ખાન અને ભાગ્યશ્રી ની પહેલી ફિલ્મ મૈને પ્યાર કિયા રિલીઝ થઈ તે સમયે ૧૦ માં ધોરણમાં બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તેમને જણાવ્યું હતું કે તેઓએ આ ફિલ્મ બાદ તેઓએ પોતાના નાના ભાઈ અભિષેક પાસે તે ‘ફ્રેન્ડ’ વાળી કેપ પણ મંગાવી હતી. જે સલમાન ખાને પહેરી હતી. કરણ નાં શોમાં શ્વેતાએ કહ્યું હતું કે, અમને સ્કૂલ સમય દરમ્યાન ફિલ્મ જોવાની અનુમતિ ન હતી. તેથી તેઓ એક ટેપ રેકોર્ડર રાખતા હતા તેમાં આખી ફિલ્મ ને રેકોર્ડ કરી લેતા હતા અને પછી તે સાંભળતા હતા સલમાન ખાનઅને તેની કેપ ને ખૂબ જ પસંદ કરતી હતી. આગળ અભિષેક જણાવે છે કે, તે તેના કઝીન માટે પણ કેપ મુંબઇથી લંડન લઇ ગયા હતા તેમજ શ્વેતા આમિર ખાનની પણ ખૂબ જ મોટી ફેન હતી. અભિષેક કરણ ને કહ્યું હતું કે જ્યારે આમિર ખાનને આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ ખુશી મળી હતી.
અભિષેકે જણાવ્યું હતું કે, આમિર ખાન દર વર્ષે શ્વેતા ને પત્ર લખતા હતા આગળ શ્વેતા એ તેની પાછળનું કારણ જણાવતાં કહ્યું કે આમિર ખાન અને મારા જન્મદિવસ વચ્ચે થોડા દિવસો નો જ અંતર છે. જણાવી દઈએ કે, અમીર ખાન નો જન્મ દિવસ ૧૪ માર્ચ નાં અને શ્વેતા નો જન્મદિવસ ૧૭ માર્ચ નાં આવે છે. મહત્વની વાત છે કે, શ્વેતા બચ્ચન ને પોતાની અંગત જીવન માં ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી તેઓએ પોતાના માતા-પિતા અને ભાઈ ભાભી ની જેમ બોલીવુડને પોતાની કારકિર્દ નાં રૂપમાં અપનાવી નથી. પરંતુ શરૂઆતથી જ તે આ વસ્તુઓ વચ્ચે રહી છે અને તેથી તેને તે વસ્તુ નો અનુભવ જરૂર છે. તેઓએ પોતાના પિતા અભિષેક બચ્ચન સાથે પણ કામ કર્યું છે.
શ્વેતા પોતાના પિતા સાથે ધણી જાહેરાતમાં અભિનય કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે બચ્ચન પરિવારની લાડલી દીકરી શ્વેતા બચ્ચન ફેશન બ્રાન્ડ એમ એક્સ એસ નું મેનેજમેન્ટ નું કામ જુવે છે. તે એક લેખિકા નાં રૂપમાં પણ ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૧૮ માં તેમણે આ ક્ષેત્રમાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હતું. જણાવી દઈએ કે, શ્વેતા પોતાના ભાઈ અભિષેક થી બે વર્ષ મોટા છે. શ્વેતા નાં લગ્ન ૧૯૯૭ માં નિખિલ નંદા સાથે થયા હતા તેઓને બે બાળકો છે દીકરા નું નામ અગસ્ત્ય જ્યારે દીકરી નું નામ નવ્યા નવેલી નંદા છે.