અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે ફાલસા ફળ, જાણો તેનાં સાથે જોડાયેલા ફાયદાઓ

ગરમીની સીઝન જલ્દીજ શરૂ થવાની છે. ગરમી ની સિઝનમાં શરીરમાં પાણીની કમી થઈ જાય છે. એટલું જ નહીં ઘણા લોકોને પેટમાં બળતરા ની ફરિયાદ શરૂ થાય છે. આ સમય દરમ્યાન શરીર ને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમી નાં સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહે તેનાં માટે ફાલસાનું સેવન કરવું જોઈએ. ફાલસા ની તાસીર ઠંડી હોય છે. તે ખાવાથી ગરમીમાં રાહત મળી છે. જોકે ફાલસા શું છે તેનાં વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. આ એક પ્રકારનું ફળ છે. જે જોવામાં લાલ કાળા રંગનું હોય છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે અને તેનો આકાર પણ નાનો હોય છે.ફાલસા ખાવાથી ઘણા લાભ શરીરને મળે છે. તેના વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. આ લાભ વિશે જાણીને તમને ખ્યાલ આવશે કે, ફાલસા કેટલા ઉપયોગી છે.
પેટ રહે છે સ્વસ્થ
ફાલસા પેટ માટે ઉત્તમ ગણવામાં આવે છે. અને તેને ખાવાથી પેટ સાથે જોડાયેલા રોગોમાંથી મુક્તિ મળે છે. હેલ્થ એક્સપર્ટ નાં રિપોર્ટ અનુસાર ફાલસા પેટ નાં દુખાવાને દૂર કરવા માટે ગુણકારી સાબિત થાય છે. તેને ખાવાથી પેટનો દુખાવો બરાબર થઈ જાય છે. આ ફળ ની અંદર કૂલિંગ ઇફેક્ટ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે પેટ માટે મદદગાર સાબિત થાય છે.
ઊર્જા આપે છે
જે લોકો જલ્દી થાકી જાય છે તે લોકોનાં શરીરમાં ઉર્જાની કમી હોય છે. તે લોકોએ ફાલસાનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે અને કમજોરી ની સમસ્યાથી મુક્તિ મળે છે.
શ્વાસ સંબંધી સમસ્યા
કેટલાક લોકોને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા હોય છે આ સમસ્યા થવા પર ફાલસા નો રસ પીવાનું શરૂ કરવું જોઈએ. આ રસ પીવાથી આ સમસ્યા માં રાહત મળે છે. ફાલસા નો રસ પીવાથી અસ્થમા, બ્રૉન્કાઇટિસ અને શ્વાસ સંબંધી અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
માંસપેશીઓ ને બનાવે છે મજબૂત
નિયમિત રૂપથી ફાલસા નાં ફળનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. અને તેનો હાડકાઓ પર પણ સારો પ્રભાવ પડે છે. જે લોકોને માંસપેશીઓ માં દુખાવાની ફરિયાદ રહે છે. તેવા લોકોએ ફાલસા નાં ફળનું સેવન કરવું જોઇએ. આ ફળમાં પોટેશિયમ અને પ્રોટીનની માત્રા હોય છે. જે માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. ફાલસા માં કેલ્શિયમ ની ભરપૂર માત્રા હોય છે તેથી તેનું સેવન કરવાથી હાડકા પર પણ સારો પ્રભાવ પડે છે.
લૂ થી કરે રક્ષા
ગરમીની સિઝનમાં ઘણા લોકોને લુ જાય છે. લૂ લાગવા ના કારણે ઘણા લોકોને તાવ પણ આવે છે. ગરમીમાં તમને લુ ના લાગે તેનાં માટે ફાલસાનું જ્યૂસ પીવું જોઈએ. ફાલસા નું જ્યુસ પીવાથી લું થી રક્ષણ મળે છે.
ડાયાબિટીસ ને કંટ્રોલ માં કરે છે
ડાયાબિટીસ નાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. એક સર્વે મુજબ ફાલસા નાં રસમાં ફ્લૈવોનોઈડસ અને ફોલિક એસિડ હોય છે. જે ડાયાબિટીસ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ રોગથી ગ્રસ્ત લોકોએ રોજ તેનું સેવન કરવું જોઈએ.
આ રીતે તૈયાર કરો જ્યુસ
- પેટ નાં દુખાવાની સમસ્યા હોય ત્યારે ૨૫ થી ૩૦ મિલીલીટર ફાલસા નાં જ્યુસ માં અજમો ઉમેરીને તેને થોડું ગરમ કરી તેનું સેવન કરવાથી પેટનાં દુખાવામાં રાહત મળે છે.
- આંખ, છાતી, પેટમાં બળતરા હોય અથવા ખાટા ઓડકાર આવે ત્યારે ફાલસા ના જ્યુસ માં લીંબુનો રસ ઉમેરીને પીવું.
- ઊલટી જેવું થાય ત્યારે ફાલસા નાં જ્યુસમાં ગુલાબ જળ અને થોડી સાકર ઉમેરીને પીવાથી રાહત મળે છે.
- શ્વાસ સંબંધી તકલીફ હોય ત્યારે ફાલસા નું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. આ સમસ્યા માં ફાલસા નાં જ્યુસ માં આદુ અને સીંધાલું મીઠું ઉમેરવું.