અણગમતા મસા દૂર કરવા માટે અપનાવો આ પ્રાકૃતિક ઉપાયો તુરંતજ મળશે છુટકારો

કેટલાક લોકોને ચહેરા પર અને શરીર પર મસા થાય છે જેની અસર તેમની ખુબસુરતી પર પડે છે જો તમારા શરીર પર પણ અણગમતા મસા હોય અને તેનાથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો નીચે જણાવેલા ઉપાયો કરવાથી મસાની સમસ્યા દૂર થઈ શકે છે ચાલો જાણીએ તેનાં ઘરેલુ ઉપાયો વિશે
- એપલ વિનેગર ને મસા પર લગાવવાથી તે દૂર થાય છે. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વાર મસા પર રૂ દ્વારા એપલ વિનેગર લગાવવું એવું કરવાથી મસા સુકાઈને નીકળી જાય છે.
- બીટ ના પાન ને મસા પર લગાવવાથી મસા ગાયબ થઇ જાય છે બીટ નાં પાનને પીસીને તેમાં થોડું મધ ઉમેરીને તેને મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.
- બદામને પીસીને તેમાં ખસખસ અને ગુલાબની પાંદડીઓ ઉમેરી તેનો પાવડર બનાવી આ પેસ્ટને મસા પર કે તલ પર લગાવવાથી મસાથી રાહત મળે છે
- મોસંબીનો રસ મસા પર લગાવવાથી મસા સુકાઈ જાય છે અને ધીમે-ધીમે દૂર થાય છે. આ ઉપરાંત કાજુની છાલને પણ મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.
- ચૂનો અને ઘી મેળવીને પેસ્ટ બનાવી તેને રોજ મસા પર લગાવવાથી મસા સુકાઈને નીકળી જાય છે.
- ફટકડી અને કાળા કાળા મરી મસા પર લગાવવો ફટકડી અને કાળા મરી ની પેસ્ટ બનાવી મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.
- અગરબત્તી પ્રગટાવી અને તેમાંથી જે ભસ્મ નીકળે તેને મસા પર લગાવવાથી મસા દૂર થાય છે. આ રીતે આઠ થી દસ વાર કરવાથી મસા દૂર થઈ જશે.
- લસણની કળીને કાપીને પીસી પેસ્ટ તૈયાર કરવી તે પેસ્ટ ને મસા પર લગાવવાથી થોડા દિવસોમાં મસા સમાપ્ત થઈ જાય છે.
- લીંબુના રસને મસા પર લગાવવાથી લાભ મળે છે
- બેકિંગ સોડા, એરંડિયું, અનાનસનો રસ, કોબીનો રસ અને મધ મિશ્ર કરીને તેની પેસ્ટ મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.
- વિટામિન એ અને સી યુક્ત વસ્તુઓ નું સેવન કરવાથી પણ મસા દૂર થાય છે.
- ધાણાને પીસી તેની પેસ્ટ બનાવી થોડા દિવસો માટે મસા પર લગાવવાથી મસા નીકળી જાય છે.
- અંજીરને પીસીને મસા પર લગાવી અડધી કલાક સુધી રાખી પાણીથી ધોઈને સાફ કરવાથી મસા દૂર થાય છે.
- બટેટાનો રસ મસા પર લગાવવાથી મસા દૂર થાય છે.
- ડુંગળીને પીસીને તેમાંથી ડુંગળીનો રસ લઈને મસા પર ડુંગળીનો રસ લગાડવાથી મસા દૂર થઈ જાય છે.