અંગૂઠા નાં આકાર માં છુપાયેલ હોય છે માણસ નાં સ્વભાવ થી જોડાયેલ રાજ, જાણો શુ કહે છે તમારો અંગૂઠો

દરેક વ્યક્તિ નાં હાથ નો આકાર અલગ-અલગ હોય છે. એની સાથે હાથનાં અંગૂઠાનો આકાર અને લંબાઈ પણ અલગ-અલગ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હાથોની રેખા અને અંગુઠાનાં આકાર અને લંબાઈ નાં આધારે વ્યક્તિ ની પસંદ, નાપસંદ અને વ્યવહાર વિશે જાણી શકાય છે. એવામાં અમે અહીં તમને અંગૂઠાનાં આકાર વિશે વિસ્તારમાં જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ અંગૂઠાનો આકાર શું કહે છે.
નાનો અને જાડો અંગૂઠો
જે લોકોનો અંગૂઠો નાનો અને જાડો હોય છે. તેને જીવનમાં ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા અંગૂઠા ને અશુભ મનાય છે. આવા લોકોને નાની નાની વાત પર ગુસ્સો આવે છે. અને આગળ જઈને તે તેનાં માટે હાનિકારક સિદ્ધ થાય છે. તેનાં ગુસ્સેલ સ્વભાવ નાં લીધે જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.
લચીલો અંગુઠો
જો તમારો અંગૂઠો લચીલો હોય તો તે ખૂબ જ નસીબદાર કહેવાય છે. આવા લોકો કોઇપણ મોકાનો ફાયદો ઉઠાવવાનો ચૂકતા નથી. સાથે જ તેઓ કોઈપણ પરિસ્થિતિમાં પોતાને એડજસ્ટ કરી લેછે. અને મુશ્કેલીઓથી ભાગવાને બદલે તેનો સામનો કરે છે. આવા લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહે છે. તેને જીવનમાં ધન-ધાન્યની ક્યારેય કમી મહેસૂસ થતી નથી. આવા લોકો વ્યર્થ ખર્ચામાં પોતાનાં ધનનો વ્યય કરતા હોય છે.
સખત અંગુઠો
જે લોકોનો અંગુઠો ખૂબ જ સખત હોય છે તેવા લોકો કોઇપણ વસ્તુને મેળવવાનું જો એક વાર વિચારી લે તો તેને મેળવીને જ જંપે છે. સાથે જ તેઓ આવા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ યોજનાપૂર્વક કાર્ય કરવામાં વિશ્વાસ રાખે છે.
ઉપરનાં ભાગથી જાડો અંગૂઠો
સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકો નો અંગુઠો ઉપરનાં ભાગથી થોડો જાડો હોય તેઓ ખૂબ જ ચાલાક હોય છે. સાથેજ તેઓ દરેક કાર્યમાં પોતાનો જ વિચાર કરે છે. આવામાં એ કહેવું ખોટું નથી કે તે લોકો સ્વાર્થી હોય છે. માટે તેનાથી દૂર રહેવું હિતાવહ રહે છે.
લાંબો અંગૂઠો
જે લોકોનો અંગૂઠો લાંબો હોય છે તેઓ ખૂબ જ નસીબદાર હોય છે. તેવા લોકો બુદ્ધિશાળી હોય છે. અને મોટામાં મોટી સમસ્યા ને પણ સરળતાથી હલ કરી શકે છે. આવા લોકો ને પોતાનાં ગુણો ને કારણે સન્માન પ્રાપ્ત થાય છે.