અંજલી ભાભીએ આ કારણસર છોડયુ હતું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, જાણો હવે શું કરે છે કામ

દુનિયાનો સૌથી લોકપ્રિય ટીવી શો જેણે દેશનાં દરેક ઘરમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. એક એવો શો જેને પૂરો પરિવાર એક સાથે બેસીને જોઈ શકે છે. આ શો એ એક લાંબા સમયથી દર્શકોનાં દિલો પર તો રાજ કર્યું જ છે સાથે સાથે તેમાં કામ કરતા કીરદારો પણ ઘર-ઘર માં મશહુર થઈ ગયા છે. આજે અમે તમને આ શોમાં લોકપ્રિય ભૂમિકા નિભાવવા વાળા જુના અંજલી ભાભી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો માં છેલ્લા ઘણા સમયથી ઘણું બધું બદલાઈ ગયું છે. તેમાંથી ઘણા લોકોએ આ શો ને અલવિદા પણ કહી દીધું છે. અમે વાત કરી રહ્યા છીએ શો ની મહત્વપૂર્ણ કલાકાર નેહા મહેતા વિશે, જેમણે શો માં તારક મહેતા ની પત્ની અંજલી ભાભી ની ભૂમિકા ભજવી હતી. લોકડાઉન પછી નેહા શો માં પાછા આવ્યા જ નહીં અંજલી ભાભી નું પાત્ર હવે આ શોમાં તેની જગ્યાએ સુનૈના ફોજદાર ભજવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, તેમના ફેન્સ આજે પણ એ જાણવા માટે ઉત્સુક છે કે જૂના અંજલીભાભી મતલબ કે નેહા મહેતા આટલો મોટો અને લોકપ્રિય શો છોડી ને હવે કરે છે શું ? થોડા દિવસો પહેલા નેહા મહેતાએ ઇન્ટરવ્યુ આપ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યા પછી તેમની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે.
નેહાનાં અનુસાર આ શો છોડ્યા પછી જ તે પોતાની જાતને ઓળખી શકી કે તે જિંદગીમાં આ સિવાય પણ શું કરી શકે છે. નેહા હવે સંપૂર્ણ રીતે મોટા પડદા તરફ વળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, તેમણે એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ સંપૂર્ણપણે મહિલાઓ અને તેમની શક્તિ પર કેન્દ્રિત છે. નેહા ની ફિલ્મ જલ્દી જ આપણને બધાને જોવા મળી શકશે.
શો છોડ્યા પછી નું ઇન્ટરવ્યૂ
શો છોડ્યા પછી નેહા એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. હું અસિત મોદી ની ઈજ્જત કરું છું એટલે હું કહી શકું છું કે ક્યારેક ક્યારેક તમારું મૌન બોલે છે. હું તેમાં વિશ્વાસ રાખું છું. મારે એક સારી જિંદગી જીવવી છે અને મારા પ્રેક્ષકો અને વિશ્વ માટે વધુ સારું કામ કરવું છે. તે સમયે મને લાગે છે કે, દરેક અંત એક સારી શરૂઆત લઈને આવે છે.
ઘણા શો ની ઓફર મળી ચૂકી છે તેમને
નેહાએ આપેલા ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે, ટીવીનો લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યા બાદ તેમને બે બીજા શો કરવાની ઑફર પણ આપવામાં આવી હતી. પરંતુ એ બન્ને ઓફર એમણે એટલે નકારી દીધી કે તેમાં જે કિરદાર ની ભૂમિકા તેમને ભજવવાની હતી તેનાથી તે ખુશ નહોતી. એ ભૂમિકા માટે તેમના દિલે પણ તેમને મંજૂરી આપી નહોતી.
તારક મહેતા એ બનાવ્યો રેકોર્ડ
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ગયા સપ્ટેમ્બર મહિનામાં જ પોતાના ૩૦૦૦ એપિસોડ પૂરા કરી ચૂક્યો છે. અને ટીઆરપીમાં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તારક મહેતા ટીવી ઈતિહાસનો સૌથી લાંબા સમયથી ચાલતો કોમેડી શો બની ગયો છે.