અંકિતા લોખંડે ની સાથે મસ્તી કરતો આ બાળક કોણ છે, કેપ્શન માં મિત્રો ને કહ્યું ધન્યવાદ

અંકિતા લોખંડે ની સાથે મસ્તી કરતો આ બાળક કોણ છે, કેપ્શન માં મિત્રો ને કહ્યું ધન્યવાદ

ટીવી અને બોલિવૂડ ફિલ્મો માં જોવા મળતી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવાર-નવાર તેનાં ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રહે છે. તેનાં ફોટો તેનાં ફ્રેન્સ ખૂબ જ પસંદ કરે છે. હાલમાં જ અંકિતા એ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડા ફોટા અને વિડિયો શેર કર્યા છે. જેમાં અંકિતા એક બાળક સાથે જોવા મળી રહી છે.  વીડિયો માં અંકિતા બાળક સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે. વીડિયો માં અંકિતા બાળક સાથે વાત કરતી વખતે અચાનક ચીસો પાડતી જોવા મળી રહી છે. અંકિતા એ વિડીયો સાથે ઘણા ફોટા પણ શેર કર્યા છે જેમાં તેની સાથે તેની એક મિત્ર પણ જોવા મળી રહી છે.

Advertisement

દોસ્તો ને કહ્યું આભાર

વીડિયો માં અંકિતા એક બાળક સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે. અંકિતા નો ક્યુટ અને મસ્તીભર્યો અંદાજ તેનાં ચાહકો ને ખૂબ જ પસંદ આવ્યો છે. અંકિતા બાળક ને પુછે છે કે તે કયા આવ્યા છે બાળક અંકિતા ને જવાબ આપે તે પહેલા અંકિતા ચીસ પાડે છે. ત્યાર પછી થોડા સમય માં તે હસતા પણ જોવા મળે છે. અંકિતા ફોટા અને વીડિયો શેર કરતા કેપ્શન માં પોતાની મિત્ર પૂનમ ને ધન્યવાદ કહે છે. અંકિતા એ તેની મિત્ર ને હંમેશા તેનો સાથ આપવા માટે થેંક્યુ કહ્યું છે. તેઓ આગળ લખે છે કે તે એને ખૂબ જ પ્રેમ કરે છે. તેની આ પોસ્ટ પર તેનાં ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે

“પવિત્ર રિશતા” સિરીયલ માટે પોતે જાતે જ સાડી પસંદ કરતી

અંકિતા લોખંડે ની પ્રખ્યાત ટીવી સીરીયલ પવિત્ર રિશ્તા થી કારકિર્દી ની શરૂઆત થઈ હતી. સિરિયલ માં તેઓ એ અર્ચના ની ભૂમિકા નિભાવી હતી. હાલમાં જ અંકિતા એ  પોતાની અર્ચના ની ભૂમિકા ની ઘણી ફોટો શેર કરી હતી. ફોટો માં તેણી અલગ અલગ પ્રકાર ની સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા અંકિતા એ કેપ્શન માં લખ્યું છે કે તેઓ ને હંમેશા થી સાડી પહેરવાનું ખૂબ જ પસંદ છે. સિરિયલ માં અંકિતા ખુદ કલકત્તા થી પોતાની અર્ચના ની  ભૂમિકા માટે અલગ અલગ ડિઝાઈન ની સાડીઓ પસંદ કરતી હતી.

આશા નેગી એ કરી છે કોમેન્ટ

અંકિતા લોખંડે કેપ્શન માં એ પણ જણાવ્યું છે કે તે પોતાનાં સ્ટાઇલિસ્ટ સાથે મળીને વાતચીત કરી અને પવિત્ર રિશતા સીરીયલ માટે કંઈક સારું કરવા માટેનાં પ્રયત્નો કરતી હતી. આટલા સમય પછી સાડીઓ જોઈને તેને ખૂબ જ સારું લાગ્યું તેથી તેઓએ વિચાર્યું કે તેણે અર્ચના દેશમુખ ની પણ ફોટો શેર કરવી જોઈએ. અભિનેત્રી આશા નેગી એ પોસ્ટ પર  કોમેન્ટ કરી છે અર્જુન આશા એ કોમેન્ટ માં લખ્યું છે “અર્ચું”. જણાવી દઈએ કે આશા નેગી એ પવિત્ર રિશતા માં અર્ચના ની દીકરી પૂર્વી ની ભૂમિકા નિભાવી હતી. પવિત્ર રિશતા સીરીયલ થી સુશાંતસિંહ રાજપૂત ને પોતાની ઓળખ મળી હતી. અંકિતા લોખંડે અને તેનાં સંબંધ ની અહીંથી જ શરૂઆત થઇ હતી. બંને ૬ વર્ષ સુધી એકબીજાની સાથે હતા. ત્યારબાદ કોઈ કારણોસર તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. અંકિતા સુશાંત નાં મૃત્યુ પછી પણ તેના માટે ન્યાય માંગતા તેનાં પરિવાર સાથે જોવા મળે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *