અનોખા લગ્ન : જજ સાથે લગ્ન કરીને પ દિવસ બાદ, જેલ જશે પીસીએસ અધિકારી

રાજસ્થાન નાં જયપુર શહેરમાં એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. ત્યાં એક પીસીએસ અઘિકારી એક જજ સાથે લગ્ન કરવાની છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, લગ્ન નાં પાંચ દિવસ બાદ તે સાસરે નહીં પરંતુ સીધી જેલ જશે ચાલો જાણીએ વિસ્તારથી પૂરી ઘટના વિશેજયપુર જિલ્લામાં ચોમું નાં ચિથવાળા ગામમાં રહેતી પિંકી મેળા એક પીસીએસ અધિકારી છે તેના પિતા એક ખેડૂત છે. પિંકી એ પહેલાં જ અટેમ્પ માં પીસીએસ એકઝામ બ્રેક કરી લીધી હતી તેની ઉંમર ફક્ત ૨૧ વર્ષ ની પણ ન હતી જેના લીધે ઇન્ટરવ્યૂ દેવા માટે તે નાકામ રહી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ માં તેને ફરી એક્ઝામ આપી અને તે મેરીટ સાથે પાસ થઈ એક્ઝામ બાદ તેની પહેલી પોસ્ટિંગ ટોંક માં થઈ.
મહિલા માટે આઇકોન પિંકી નાં ચરિત્ર પર એક દાગ લાગ્યો. જોકે 13 જાન્યુઆરી નાં હાઈવે નિર્માણ કરનાર કંપની પાસે થી 10 લાખ રૂપિયાની લાંચ માંગવાની ફરિયાદ પર તેને ગિરફતાર કરવામાં આવી. તેની સાથે જ તેની સાથે ડોસા એસડીએમ પુષ્કર મિતલ ને પણ ગિરફતાર કરવામાં આવ્યા મિતલે ૫ લાખ ની લાંચ માંગી હતી.પિંકી પર આરોપ છે કે, તેમણે ભારતમાલા પરિયોજના કંપની નાં અધિકારીઓ પાસેથી લાંચ માંગી હતી. આ આરોપ ને કારણે છેલ્લા ૨૯ દિવસોથી જેલમાં બંધ છે. જોકે આ વચ્ચે જ તેમના લગ્ન પણ ફસાઈ ગયા છે. તે એક જજ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવામાં રાજસ્થાન હાઇકોર્ટના ના જયપુર બેન્ચ નાં જસ્ટિસ ઇન્દ્રજીત સિંહે તેની ૧૦ દિવસની જમાનત મંજૂર કરી છે.
આ જમાનત અનુસાર તેને લગ્ન નાં પ દિવસ બાદ ફરીથી જેલમાં જવું પડશે. પીંકી નાં લગ્ન ૧૬ ફેબ્રુઆરી નાં છે. તેને થોડા દિવસ માટે જ જમાનત મળી છે. લગ્ન બાદ ૨૧ ફેબ્રુઆરી નાં ફરી તેને જેલમાં જવું પડશે. ત્યારબાદ તેનો કેસ આગળ ચાલશે. જણાવવામાં આવે છે કે, પીંકી એ જાન્યુઆરી મહિનામાં નીચેની અદાલતમાં જમાનત માટેની અરજી આપી હતી પરંતુ અદાલતે તેને જમાનત આપી ન હતી. આ કેસ લડી રહેલ સરકારી વકીલ નું કહેવાનું છે કે, જમાનત દેવા પર જાણકારી પ્રભાવિત થવાનું જોખમ છે, બસ ફક્ત આજ કારણે હાઇકોર્ટ થી પીંકી ને લગ્ન માટે ૫ દિવસની જમાનત આપવામાં આવી છે.