અનોખી ચેલેન્જ ૪ કિલો ની થાળી એક કલાકમાં ખતમ કરો, અને ઘરે લઈ જાઓ ચમચમાતી રોયલ અનફિલ્ડ બુલેટ

દેશભરમાં ચાલી રહેલ કોરોના ને કારણે લોકોનાં ધંધાઓ પર તેની ખૂબ જ અસર જોવા મળી છે ખાસ કરીને હોટલ ઇન્ડસ્ટ્રી ને સૌથી વધારે ઝટકો લાગ્યો છે. કોરોનાવાયરસ નાં ડરના કારણે લોકોએ બહાર જઈને ખાવા-પીવાનું બંધ કર્યું છે. એવામાં હોટલ અને રેસ્ટોરન્ટ વાળા ગ્રાહકો ને કરવા માટે અલગ-અલગ સ્કીમ રાખે છે. મંદી થી પરેશાન થઈને એક હોટલ નાં માલિકે પણ એક સ્કીમ રાખી આ વાત છે પુના નાં માવલ ક્ષેત્રમાં સ્થિત શિવરાજ હોટલ ની જ્યાં હોટલ ની બહાર પ થી ૬ રોયલ અનફિલ્ડ બુલેટ રાખવામાં આવી છે. આ બાઈક હોટેલમાં ભોજન કરવા માટે આવનાર ગ્રાહકો પોતાના ઘરે લઈ જઈ શકે છે. તેના માટે બસ તેણે આ હોટલની એક સ્પેશિયલ થાળી ૬૦ મીનીટ ની અંદર ખતમ કરવાની રહે છે. આ થાળી ની કિમત ૨૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે.
આ એક નોન વેજ થાળી છે. શિવરાજ હોટેલ નાં માલિક જણાવે છે કે, અમે આ સ્કીમ ગ્રાહકોને અમારા ભોજનાલય તરફ આકર્ષિત કરવા માટે શરૂ કરી છે. આ થાળી નું નામ ‘ધ બુલેટ થાળી’ રાખવામાં આવ્યું છે. આ નોન વેજ થાળી માં ચાર કિલો મટન અને તળેલી માછલીઓનો પણ સમાવેશ માછલી સાથે જ લગભગ ૧૨ પ્રકાર નાં વ્યંજન પીરસવામાં આવે છે. આ થાળી તૈયાર કરવામાં લગભગ ૫૫ લોકો ની જરૂર પડે છે આ સ્કીમ રાખ્યા બાદ પરીસ્થિતિ એ છે કે હોટલ માં ભોજન માટે રાહ જોવી પડે છે. ધણા લોકો સ્કીમ નો લાભ લેવા માટે ભોજનાલય પર આવે છે અને થાળી ફિનીસ કરવાની કોશિશ કરે છે. પરંતુ આજ સુધી ફક્ત એક વ્યક્તિ ને જ સફળતા મળી છે.
હોટેલ નાં માલિક નાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર નાં સોલાપુરમાં રહેનાર સોમનાથ પવારે આ થાળી એક કલાકથી પણ ઓછા સમયમાં ખતમ કરીને એક રોયલ એનફિલ્ડ ઈનામમાં જીતી હતી. જો તમે પણ ખાવાના શોખીન હોવ તો આ થાળી જરૂર ટ્રાય કરવી. આમ તો આ થાળી ઉપરાંત તે હોટેલ ની વિશેષતા રાવણ થાળી, માલવાની મટન અને સરકાર મટન થાળી જેવી થાળીઓ પણ મળે છે. આ હોટલમાં એક દિવસમાં ઓછામાં ઓછી ૬૫ થાળી રોજ વેચવામાં આવે છે. અત્યાર સુધીમાં આ બુલેટ થાળી ને ૬૦ લોકો ટ્રાય કરી ચૂક્યા છે. એમાં ફક્ત એક જ વ્યક્તિને સફળતા મળી છે. આ અનોખી પ્રતિયોગીતા માં ઘણા લોકો આ હોટલમાં આ ચેલેન્જ લેવા આવે છે. જો તમે પણ ચમચમાતી બુલેટ જીતવા ઇચ્છતા હોવ તો ખાલી પેટે આ રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચી જાવ.