અનોખી સજા અહીં માસ્ક ના પહેરનાર લોકો ને દેવામાં આવે છે અનોખી સજા, કબ્રસ્તાન માં લઈ જઈને માસ્ક ના પહેરનાર લોકો પાસે ખોદાવા માં આવે છે કબર

કોરોના વાયરસ એ કોઈ એક દેશ નહીં પરંતુ આખી દુનિયા ને પોતાની ઝપેટમાં લઇ લીધી છે. રોજ સંક્મિત નાં આંકડા વધી રહ્યા છે. તેની સાથે જ કોરોના થી લોકો નો મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આ વાયરસ નાં લીધે ભારત, અમેરિકા, રશિયા, ચીન, ઈટલી, સ્પેન, ઈન્ડોનેશિયા જેવા ઘણા દેશો પ્રભાવિત થયા છે. જેવી રીતે સંક્રમણ અને મૃત્યુ આંક વધી રહ્યો છે તેમજ લોકો માં બેદરકારી પણ વધતી જાય છે. હજી સુધી આ બીમારી નો કોઈ ઈલાજ પણ મળ્યો નથી. ઘણા દેશો કોરોના ની વેક્સીન બનાવવામાં લાગ્યા છે. પરંતુ હજુ સુધી કોઈને સફળતા મળી નથી. જોકે ઘણા લોકો એવા પણ છે જે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડીસ્ટેસિગ નાં નિયમો નું પાલન પણ કરતા નથી. ઈન્ડોનેશિયા માં એવા લોકો ને એક અનોખી સજા દેવામાં આવેછે.
કોરોના વાયરસ એક એવી મહામારી છે કે જેને અત્યાર સુધી કોઇ પણ દેશ રોકી શક્યો નથી. અને બધા તેનાથી પીડિત છે. કોરોના વાયરસ નો હજી કોઇ ઇલાજ ન મળ્યો હોવાથી લોકો તેનાથી બચવા માટે બને તેટલા નિયમો નું પાલન કરી રહ્યા છે. ઘણા દેશો એ કોરોના થી બચવા માટે નિયમો લાગુ કર્યા છે. ઘણા દેશો માં લોક ડાઉન લગાવવામાં આવ્યું છે. ઘણા અલગ પ્રકાર નાં નિયમો પણ લાગુ પાડવામાં આવ્યા છે. સાથે જ સરકાર ની પૂરી કોશિશ રહી છે કે દરેક વ્યક્તિ આ નિયમો નું ચુસ્તપણે પાલન કરે. ઘણા દેશો એવા પણ છે કે જ્યાં માસ્ક ન પહેરવા અને સોશિયલ ડીસ્ટેસિગ નાં નિયમો નું પાલન ન કરનાર ને સખત સજા આપવામાં આવે છે. ઘણા દેશો એ લોકો ને જેલની સજા પણ શરૂ કરી દીધી. ઘણા લોકો ને ફાઈન પણ ભરવાનો આવ્યો છે.
જોકે ઇન્ડોનેશિયા માં માસ્ક ન પહેરનાર સામે એક અલગ સજા દેવાનું શરૂ કર્યું છે, અહીં જે લોકો માસ્ક નથી પહેરતા તેને સીધા કબ્રસ્તાન માં લઈ જવામાં આવે છે. ત્યાં તેની પાસે કબર ખોદાવવા માં આવે છે જે કોઈ વ્યક્તિ માસ્ક નથી પહેરતો તેને બીજા માટે કબર ખોદવાની રહે છે. આ અનોખો વિચાર ઇન્ડોનેશિયા નાં કેર્મે ડીસ્ટ્રીક હેડ સુયોનો ને સોપ્રથમ આવ્યો હતો. સુયોનો એ જણાવ્યું હતું કે વાયરસ નાં લીધે ત્યાં ખૂબ જ લાશો આવવા લાગી હતી અને કબર ખોદવા વાળા ફક્ત ત્રણ વ્યક્તિઓ જ હતા એવામાં મેયરે માસ્ક ન પહેરનાર લોકો ને કબર ખોદવા ની સજા દેવાનું શરૂ કર્યું. આ રીતે મરવા વાળા ની લાશ દફનાવવા માં સરળતા થતી હતી. સજા મેળવનાર લોકો સવારે સાત થી રાત નાં બાર સુધી કબર ખોદતા હતા. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા માં કોરોના વાયરસ નાં લીધે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં જ દેશમાં પણ મૃત્યુ આંક લાખો ની સંખ્યા પાર કરી ચૂક્યો છે. અને હજારો લાખો લોકો કોરોના થી સંક્રમિત થયા છે.