આ પાંચ રાશિઓ માટે અભિશાપ સાબિત થશે ૩૦ નવેમ્બર નું ચંદ્રગ્રહણ, જુઓ તમારી તમારી રાશિનો સમાવેશ તો થતો નથી ને

કારતક માસની શુક્લ પક્ષની પુનમની તિથી એટલે ૩૦ નવેમ્બર નાં ચંદ્રગ્રહણ જોવા મળશે ખાસ વાત એ છે કે, ૩૦ નવેમ્બર નાં જોવા મળતું ચંદ્રગ્રહણ આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે જે ૪ કલાક અને ૨૧ મિનિટ સુધી રહેશે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ નથી પરંતુ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. આમ જોઈએ તો આ એક ખગોળીય ઘટના છે. અને તેની પાછળ વિજ્ઞાન અલગ-અલગ ધારણાઓ રજૂ કરે છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ જ્યોતિષ અનુસાર ચંદ્રગ્રહણની અસર દરેક રાશિઓનાં જાતકો પર પડશે. કોઈ રાશિનાં જાતકો પર શુભ અસર પડશે. તો કોઈ જાતકો તેની ખરાબ અસર પડશે. ચાલો જાણીએ ઉપગ્રહ ચંદ્રગ્રહણ નો દરેક પર રાશી પર પ્રભાવ
મેષ રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
મેષ રાશિ માં બીજા સ્થાને ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તેનાથી તમારું મન વિચલિત થઈ શકે છે. ક્રોધ પર કાબુ રાખવો. વિવાદમાં ન પડવું. વિવાહિત લોકો ને જીવનસાથીનો સહયોગ મળી રહેશે. અને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશે. આર્થિક દ્રષ્ટિએ નુકસાન થવાના સંકેત છે. પરિવારનાં સભ્યો પાસેથી સારા સમાચાર મળશે. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું.
વૃષભ રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
૩૦ નવેમ્બર નાં ચંદ્ર ગ્રહણ આ રાશિ પર જ જોવા મળશે તેથી આ ગ્રહણ તમારા માટે શુભ રહેશે. ગ્રહણ કાળમાં તમારું અને તમારા પરિવાર નું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સંક્રમણથી પોતાનો બચાવ કરવો. મિત્રો સાથે સારી રીતે વર્તન કરવું. વિવાદથી બચવું. જો કોઈ નવું કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમયે યોગ્ય છે. સફળતા તમને અવશ્ય મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સખત મહેનત કરવાની આવશ્યકતા છે. સફળતા અવશ્ય મળશે.
મિથુન રાશિ પર ચંદ્ર ગ્રહણ નો પ્રભાવ
આ વર્ષ નું છેલ્લું ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં બારમા સ્થાન પર જોવા મળશે. આ સમય માં તમે આવક કરતા વધારે ખર્ચ કરશો. અને તેના લીધે તણાવ અનુભવશો. કોઈ પાસેથી કરજ પણ લઈ શકો છો. કાર્યક્ષેત્રમાં તમારી લાગણીઓ પર કાબૂ રાખવો. ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. નોકરી જોખમમાં પડી શકે છે.તમારા શત્રુઓ સક્રિય થશે અને તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. તેથી સાવધાન રહેવું. યાત્રાના યોગ બની રહ્યા છે. તમારી કારકિર્દી કે લગ્ન વિશે નિર્ણય લેતા પહેલા ઘર પરિવાર નાં સભ્યો ની સલાહ અવશ્ય લેવી.
કર્ક રાશી પર ચંદ્ર ગ્રહણ નો પ્રભાવ
કર્ક રાશિ નાં અગિયારમા સ્થાને ચંદ્ર ગ્રહણ જોવા મળશે. એવામાં આ ગ્રહણ કર્ક રાશિના જાતકો માટે શુભ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ઘર-પરિવાર નું વાતાવરણ આનંદમય રહેશે. ભાઈ અને બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે તે આવનાર દિવસોમાં સારું પ્રદર્શન કરી શકશે. આ રાશીનાં જાતકો ને સુખ પ્રાપ્ત થશે.આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં નવા નવા સ્તોત્રો ખુલશે. નોકરિયાત વર્ગ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકશે. ભૌતિક સાધન સુવિધામાં વધારો થશે.
સિંહ રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
ચંદ્રગ્રહણ તમારી રાશિથી ૧૦ માં સ્થાન પર જોવા મળશે. એવામાં તમારી કુંડળીનાં દસમા સ્થાન ને પ્રભાવિત કરશે. જેથી તમે નવી તાજગીનો અનુભવ કરશો. અને તમારા વેપારમાં વૃદ્ધિ થશે. તમારા ભાગીદાર સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરી શકશો. પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. રચનાત્મક કાર્યોમાં તમારું મન લાગી રહેશે. આવનાર દિવસોમાં ખર્ચમાં વધારો થઇ શકે છે. ફાલતુ વસ્તુ માં વધારે પૈસા ખર્ચવા થી બચવું ધન નો સંચય ખૂબ જ જરૂરી છે. જેથી ભવિષ્યમાં આર્થિક તંગી ની સ્થિતિ નો સામનો કરવો પડે નહીં.
કન્યા રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
કન્યા રાશિનાં ૯ મા સ્થાન પર ચંદ્ર ગ્રહણ જોવા મળશે. એવામાં તમારું મન આધ્યાત્મ તરફ વળશે. ધાર્મિક કાર્યો માં રૂચી વધશે. કોઈ તીર્થ યાત્રા પર જવાનું મન થઈ શકે છે. રોકાણ કરવાનું મન થઈ રહ્યું હોય તો તમારા માટે આ યોગ્ય સમય છે. આ સમયે કરેલ રોકાણ થી આવનારા દિવસોમાં ફાયદો થશે. અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જે જાતકો નો ફેમિલી બિઝનેસ છે તે ભાઈ બહેનો ની સલાહ લઈને નવી યોજના પર કામ કરશે તો વેપારમાં ફાયદો થશે. જો તમારી ઈચ્છા વિદેશ જવાની ઈચ્છા હોય તો તમારુ આ સપનું પણ આવનારા દિવસોમાં સાકર થશે. જે કાર્યો અધૂરા હશે તે જલ્દી જ પૂરા થવાની સંભાવના છે. કોર્ટ-કચેરીની બાબતમાં ફસાયેલા લોકોને સફળતા મળશે.
તુલા રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
આ વર્ષ નું છેલ્લુ ચંદ્રગ્રહણ ૩૦ નવેમ્બર નાં જોવા મળશે. તે તુલા રાશિના આઠમા સ્થાન ને પ્રભાવિત કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા માટે ચંદ્રગ્રહણ નું સારું પરિણામ નહીં આવે. તમારે આ સમયે ઘણી ચેલેન્જ નો સામનો કરવો પડશે. તમારા ખર્ચમાં વધારો થશે જેનાં લીધે તમારું આર્થિક સંતુલન બગડશે. એવામાં સમજી વિચારીને ખર્ચ કરવાની જરૂર છે. ફાલતુ ખર્ચ થી બચવું. તમારા સાસરા પક્ષ તરફથી તણાવ ની સ્થિતિ બની શકે છે. પરિવાર નાં સભ્યો સાથે બોલાચાલી અને વિવાદ થઈ શકે છે. વાણી પર કાબૂ રાખવો.
વૃશ્ચિક રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિના સાતમા સ્થાન પર જોવા મળશે. જેના કારણે તેના વૃશ્ચિક રાશિના જાતકો નાં જીવનમાં બદલાવ નાં યોગ બની રહ્યા છે. આ સમયે આ લોકો પોતાના કાર્યમાં નવી તકો પ્રાપ્ત કરશે. જેના કારણે મન ખૂબ જ પ્રસન્ન રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો ને જીવનસાથી નો પૂરેપૂરો સહયોગ મળશે. આ ઉપરાંત પરિવાર નું વાતાવરણ આનંદમય રહે શે. સાથે જ યાત્રાનાં યોગ બની રહ્યા છે. પરંતુ આ યાત્રા દરમિયાન સાવધાની રાખવાની જરૂર રાખવાની. કોઇ જૂની બીમારી માંથી રાહત મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.. વૃશ્ચિક રાશિના જાતકો ની કાર્ય કુશળતા નાં કારણે તેની આવકમાં વૃદ્ધિ થવાના યોગો છે. માતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે જેના કારણે માનસિક રૂપથી તણાવ અનુભવશો.
ધન રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
ચંદ્રગ્રહણ ધન રાશી નાં ૬ સ્થાન ને પ્રભાવિત કરશે. જેના કારણે યાત્રા ના યોગ બની રહ્યા છે. નાની અથવા મોટી યાત્રા પર જઈ શકો છો. જેનાથી તમને ફાયદો પણ થશે. ધન રાશિનાં જાતકો ને આ સમયે થોડી વધારે મહેનત કરવી પડશે. પરંતુ મહેનત કર્યા બાદ તમને સફળ થવાથી કોઇ રોકી શકશે નહીં. આ સમય દરમ્યાન તમે નવી વસ્તુઓ શીખી શકો છો. જેનાથી તમને લાભ થશે. વાત સંબંધોની કરીએ તો તેમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર રહેશે. આ સમયે સંબંધો માં વાદવિવાદ થવાના યોગ બની રહ્યા છે. તમારી દરેક સ્થિતિમાં તમારી બેનનો સહયોગ મળી રહેશે. ધન રાશિનાં જાતકો ને ખૂબ જ સફળતા મળ.શે સાથે સાથે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. ચંદ્રગ્રહણ આ રાશિ માટે લાભકારી રહેશે.
મકર રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
આ ચંદ્રગ્રહણ મકર રાશિનાં પાંચમા સ્થાન પર જોવા મળશે. જેનાં કારણે આ સમયે તેમના માટે અતિ ઉત્તમ રહેશે. કારકિર્દીમાં ખૂબ જ સફળતા મળશે. મકર રાશિના જાતકો ને ચંદ્ર ગ્રહણ નાં કારણે ખૂબ જ પ્રગતિ થવાના યોગ છે. આ સમય દરમ્યાન કરવામાં આવેલ દરેક પ્રયાસોમાં અપાર સફળતા મળશે. સાથે જ વડીલોનો સહયોગ મળી રહેશે.વાત જો મકર રાશિનાં સંબંધોની કરીએ તો ભાઈ બહેનની સાથે સંબંધ મજબૂત થશે. પરંતુ પિતા સાથે વિવાદ થવાની સંભાવના છે એવામાં તેઓએ પોતાની વાણી પર કંટ્રોલ રાખવો અન્યથા સંબંધોમાં કડવાહટ આવી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. અર્થાત્ આ સમયે ધનની તંગી દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મુશ્કેલ રહેશે. પરંતુ અંતમાં સફળતા જરૂર પ્રાપ્ત થશે.
કુંભ રાશિ પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
વર્ષ નાં છેલ્લા ચંદ્રગ્રહણ ની અસર કુંભ રાશિ નાં જાતકો પર વિશેષ રૂપથી જોવા મળશે. ચંદ્રગ્રહણ કુંભ રાશિ નાં ચોથા સ્થાન ને પ્રભાવિત કરશે. જેનાં લીધે જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળશે. ચંદ્રગ્રહણ નાં કારણે કુંભ રાશિનાં જાતકો ને પોતાની માતાની સેવા કરવાનો અવસર મળશે. સાથે જ જો તમારી માતા લાંબા સમયથી બીમાર હશે તો તેની બીમારી દૂર થઇ શકે છે. જેનાં કારણે તમારો માનસિક તણાવ ઓછો થશે. કુંભ રાશિના જાતકો ની કારકિર્દી પર ચંદ્ર ગ્રહણ ની અસર વિશેષ રૂપથી જોવા મળશે. એવામાં કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓથી બચવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે પડી શકે છે તમને જણાવી દઈએ કે, આ સમય તમે નવા નવા અનુભવોમાંથી પસાર થઇ શકો છો. કારકિર્દીમાં ઘણાં નવા અવસર મળી શકે છે. નવું ઘર લેવાનું મન પણ થઈ શકે છે. વારસાગત સંપત્તિ અને જમીન સાથે જોડાયેલા વિવાદોનું સમાધાન થવાના યોગ છે.
મીન રાશી પર ચંદ્રગ્રહણ નો પ્રભાવ
મીન રાશિનાં જાતકો પર ચંદ્રગ્રહણ ની મિશ્રિત અસર જોવા મળશે. આ સમય દરમ્યાન મીન રાશિના જાતકોને નોકરીમાં નવી નવી જવાબદારીઓ મળી શકે છે. જેના કારણે તમારા સપના પૂરા થઈ શકે છે. મીન રાશિમાં ત્રીજા સ્થાન ને ચંદ્રગ્રહણ પ્રભાવિત કરશે જેથી પાડોશી અને ભાઈ બહેન સાથે તણાવ થઈ શકે છે. આધ્યાત્મિક ગતિવિધિઓથી મગજ શાંત રહેશે. યોગ પ્રાણાયામથી ટેન્શન દૂર થઈ શકે છે. ચંદ્રગ્રહણની અસર ને કારણે મીન રાશિનાં જાતકો ને સફળતા મળશે. એટલું જ નહીં આ સમય દરમ્યાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જેના કારણે ઘણા સકારાત્મક બદલાવ જોવા મળશે.સાથે જ જો તમારા સ્વાસ્થ્ય વિશે ની વાત કરીએ તો થોડી સાવધાની રાખવાની જરૂર છે. જણાવી દઈએ કે આ સમયે તમે તમારા શત્રુઓને પરાજિત કરી શકો છો. આમ આ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણ ની અસર સકારાત્મક પડશે.