આ પશુ-પક્ષીઓને ઘરમાં રાખવાથી બને છે ધન યોગ, થાય છે સકારાત્મક ઉર્જા નો સંચાર

મનુષ્ય શરૂઆતથી જ પશુ-પક્ષીઓની આસપાસ રહ્યો છે. તે એક અલગ વાત છે કે શહેરોનો વિકાસ થવાના કારણે આપણે પશુ પક્ષીઓથી દૂર થઈ ગયા છીએ. પરંતુ તેઓંનું આપણી વચ્ચે હોવું ધાર્મિક માન્યતાઓ અને વિજ્ઞાનની દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કેટલાક પશુ પક્ષીઓને ઘરમાં રાખવાથી ધનલાભ નાં યોગ પ્રાપ્ત થાય છે. આજે અમે એવી માન્યતાઓ વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
ઘરમાં ગાય રાખવાથી પ્રસન્ન થાય છે માં લક્ષ્મી
હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ઘરમાં ગાય રાખવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ સારો ન હોય તેઓએ ગૌ દાન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પર બ્રહ્મહત્યાનું પાપ હોય અથવા તો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ખૂબ જ પીડા ભોગવી રહ્યો હોય ત્યારે ગૌદાન કરવું જોઈએ. ગાયને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની પ્રસન્નતા બની રહે છે અને ધન નો યોગ બને છે.
પોપટ રાખવાથી આવે છે સકારાત્મક ઊર્જા
ઘણા ઘરોમાં પોપટ રાખવાની પરંપરા હોય છે. પોપટ રાખવાને લઈને માન્યતા છે કે, જે ઘરમાં આ પક્ષીને રાખવામાં આવે છે તે ઘરનાં લોકો ખરાબ નજરથી બચી શકે છે અને પોપટ પાળવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરની ખુશી બની રહે છે.
કૂતરો પાડવાથી સંતાન પ્રાપ્તિ થાય છે
પ્રાચીન કાળથી મનુષ્યો કુતરા સાથે રહ્યા છે આજે પણ મનુષ્ય સૌથી વધારે કુતરાઓ પાળે છે. કુતરા પાળવાની પાછળ ધાર્મિક માન્યતા પણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કૂતરો પાળવાથી સંતાન પ્રાપ્તિ નાં યોગ બને છે. એ વાતનું ધ્યાન રાખવું કે કૂતરો કાળા રંગ નો જ પાળવો.
સફેદ સસલું પાડવાથી ઘરમાં આવે છે બરકત
હંમેશા એવું થાય છે કે કેટલાક લોકો નાં ઘરમાં પૈસા ટકતા નથી. એવા લોકોએ ઘરમાં સફેદ સસલું પાળવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર સફેદ સસલું પાડવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ધન ની વૃદ્ધિ થાય છે.