અપચો અને કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે આ ફળ, રોજ સેવન કરવાથી મળશે ઘણા લાભો

અપચો અને કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે આ ફળ, રોજ સેવન કરવાથી મળશે ઘણા લાભો

શું તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટ નું સેવન કર્યું છે. આ ફળ ને પીતાયા નાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળનું નામ અને જોવામાં ભલે અજીબ લાગે પરંતુ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે સૌથી પહેલા મોકીસકો નાં દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકામાં ઉગાડવામાં આવ્યું હતું પરંતુ હવે તેની ખેતી ભારતમાં પણ થવા લાગી છે. આ ફળનું સેવન સેવન કરવાથી થતા લાભ ને કારણે તેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે. જોકે આ ફળ તમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને તે એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને સોડિયમ જેવા ખનીજો થી ભરપૂર હોય છે ચાલો જાણીએ આ ફળ નાં સેવન થી થતા ફાયદાઓ વિશે

Advertisement

ડ્રેગન ફ્રુટ બનાવે છે ઇમ્યૂનિટીને મજબુત

હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મુજબ આ ફળમાં વિટામીન સીની ભરપૂર માત્રામાં જોવા મળેછે. જેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. આ ઉપરાંત શરીરમાં અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સ નાં કાર્યોને વધારવામાં મદદરૂપ થાય છે. આ ફળ નું સેવન કરવાથી બેક્ટેરિયા અને ફંગલ નાં સંક્રમણથી બચી શકાય છે.

પાચન શક્તિને કરે છે મજબૂત

 

જો તમે અપચો, કબજીયાત કે પેટ સાથે જોડાયેલી કોઈ સમસ્યાથી પરેશાન હોવ તો ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. આ બિમારીઓને ઠીક કરવામાં તે મદદ કરે છે. જોકે આ ફળ ફાઈબરથી ભરપૂર હોય છે અને પાણીની માત્રા વધારે હોય છે તેથી આ ફળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પરેશાન લોકોને ફાયદો થઈ શકે છે.

ડાયાબીટીસ માટે લાભકારી ફળ

ડ્રેગન ફ્રૂટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને ઓછું કરવા માટે ઉપયોગી ગણવામાં આવે છે. ખાસ કરીને જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેનાં માટે તે ખૂબ જ ફાયદાકારક રહે છે. જો તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો આ ફળનું સેવન નિયમિત રૂપથી કરવું જોઈએ.

હાડકાઓ માટે ફાયદાકારક

ડ્રેગન ફુટ કેલ્શિયમથી ભરપૂર હોય છે જેનાથી હાડકાઓ સ્વસ્થ રાખવામાં મદદ મળી રહે છે તેનાથી પેઢા અને દાંત પણ મજબૂત બને છે આ ઉપરાંત આ ફળ આંખો માટે પણ ફાયદાકારક છે. આ ફળનું  સેવન કરવાથી મોતિયો રોકવામાં મદદ મળે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *