આર્થિક તંગી દૂર કરવા માટે ઘરમાં દરરોજ વગાડો શંખ, માં લક્ષ્મીની કૃપા દૃષ્ટિ બની રહે છે, જાણો શંખ સાથે જોડાયેલા ચમત્કારી ઉપાયો

શંખ ને ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને ઘરમાં શંખ રાખવાથી લાભ થાય છે. માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં માં લક્ષ્મીનો વાસ થાય છે. માટે તમારા પૂજાનાં મંદિરમાં શંખ જરૂરથી રાખવો અને તે શંખ ની દરરોજ પૂજા કરવી. ઘરમાં શંખ રાખવાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે અને પરિવાર નાં લોકો વચ્ચે પ્રેમ રહે છે. આજે અમે તમને શંખ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો જણાવીશું.
શંખ સાથે જોડાયેલ ચમત્કારિક ઉપાયો
- જે લોકોનાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તેવા લોકો એ દરરોજ શંખ ની અંદર ગાયનું દૂધ રાખીને ઘરનાં દરેક ખુણામાં છંટકાવ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.
- પૂજા કર્યા બાદ શંખ જરૂર વગાડવો શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે.
- મંગળવાર નાં દિવસે સુંદરકાંડ નાં પાઠ કર્યા બાદ શંખ જરૂરથી વગાડવો આ રીતે કરવાથી બજરંગ બલી ની કૃપા મળે છે અને હનુમાનજી સદાય તમારી રક્ષા કરે છે.
- એક શંખ ની અંદર ચોખા ફરીને તેને લાલ રંગ નાં કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખવો. આ ઉપાય કરવાથી ઘરમાં અનાજની કમી રહેતી નથી.
- બુધવારનાં દિવસે શંખ થી શાલીગ્રામજી નો અભિષેક કરવાથી બુધ ગ્રહની સ્થિતિ માં સુધારો થાય છે.
- શંખમાં જળ ભરીને સૂર્યદેવને અર્ધ્ય આપવાથી દરેક રોગોમાંથી મુક્તિ મળે છે. અને તમારી રક્ષા થાય છે જૂનાં રોગો પણ દૂર થાય છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- શંખ નાં ફાયદાઓ સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલા છે. નાસા નાં કહેવા મુજબ શંખ વગાડવાથી ખગોળીય ઉર્જા ઉત્પન્ન થાય છે જે હવામાં રહેલ કીટાણુઓનો નાશ કરે છે.
- શંખમાં પાણી ભરીને પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ રહેતી નથી. શંખમાં કેલ્શિયમની માત્રા હોય છે તેથી એક શંખમાં રાત્રીનાં પાણી ભરીને સવારમાં તે પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
- શંખ વગાડવાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં ફાયદો થાય છે. શંખ વગાડવાથી ફેફસાં મજબૂત થાય છે.
- શંખ વગાડવાથી સ્વરપેટી ને પણ ફાયદો થાય છે અને અવાજ મધુર બને છે.
- શંખ વગાડવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.