અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર નાં જાપ થી થઈ શકે છે આર્થિક લાભ, જાણો જાપ ની સાચી વિધિ

અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર નાં જાપ થી થઈ શકે છે આર્થિક લાભ, જાણો જાપ ની  સાચી વિધિ

કહેવામાં આવે છે કે, જે લોકો માતા લક્ષ્મી અને શ્રી કુબેર ને પ્રસન્ન કરવાનો પ્રત્યન કરે છે તેમને જીવનભર કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. માતા મહાલક્ષ્મી અને શ્રી કુબેરને ધનના દેવી દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એ વર્ણન છે કે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા મહાલક્ષ્મી છે, જ્યારે ધન નાં દેવતા શ્રી કુબેર છે. એવી માન્યતા છે કે જે લોકો પર માતા મહાલક્ષ્મી ની અને કુબેરજી ની કૃપા વરસે છે તેઓને અપાર ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે કે, ધનના દેવી-દેવતાઓ ને મનાવવા થી એમની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ ધન-ધાન્યની પ્રાપ્તિ પણ થાય છે.

 

કહેવામાં આવે છે કે, જે લોકો માતા મહાલક્ષ્મી અને શ્રી કુબેરજી ને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે તેમને જીવનભર કોઈ વસ્તુની કમી રહેતી નથી. માન્યતા છે કે, દિવસ આથમ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત દરમિયાન જો કોઈ વ્યક્તિ માતા મહાલક્ષ્મી અને શ્રી કુબેર ને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે  તો તેમનાં ઘરે ખૂબ જ જલ્દી ધનનું આગમન થઈ શકે છે.

 અષ્ટલક્ષ્મી કુબેર મંત્ર જાપ વિધિ

 

આ મંત્રનો જાપ કરવા માટે સ્નાન કરી પવિત્ર થઈ જવું. ત્યાર બાદ એક ચોકી લઈ તેના પર લાલ રંગનું કપડું પાથરી ગંગાજળનો છંટકાવ કરવો સ્થાન પવિત્ર કર્યા બાદ ચોકી પર માતા મહાલક્ષ્મી અને શ્રી કુબેરજી ની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરવા ત્યારબાદ ઘીનો દીવો ધૂપ અને અગરબત્તી કરવા પ્રતિમા પર લાલ કંકુનું તિલક કરો હવે લાલ ફૂલો નો હાર ચડાવી લક્ષ્મી માતા અને કુબેરજી  ના રૂપ નું ધ્યાન કરવું. પછી લાલ રંગના આસન પર બેસીને  હાથ જોડીને  જમણા હાથમાં માળા લઈને મંત્ર જાપ કરવા.

અષ્ટલક્ષ્મી કુબેરજી નો  મંત્ર

ॐ हि श्री कीं श्री कुबेराय अष्ट लक्ष्मी म्म गृहे धन पुरुय  पुरुय नमः

ધ્યાન રાખો કે આ મંત્રની ૫,૭,૧૧,૨૧,૩૧ કે ૫૧ માળા જ કરવી  શક્ય હોય નો કમળ નાં ગોતા ની માળા કરવી. અને પ્રાથના કરવી કે ,તમારી આર્થીક સમસ્યા દુર થાય ત્યારબાદ માતા મહાલક્ષ્મી અને શ્રી કુબેરજી ની પરિવાર સહિત આરતી કરવી. મીઠાઈ કે ખીર નો પ્રસાદ અર્પણ કરવો ત્યારબાદ દંડવત પ્રણામ કરવા.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *