અસલી અને શુદ્ધ મધ ની ઓળખ કઈ રીતે કરવી, જાણો તેનાં આ ૭ ઉપાયો

અસલી અને શુદ્ધ મધ ની ઓળખ કઈ રીતે કરવી, જાણો તેનાં આ  ૭ ઉપાયો

આજે અમે તમને શુદ્ધ અને અસલી મધ ને કઈ રીતે ઓળખવું તે જણાવવા જઈ રહ્યા છીએ. જયારે આપણે બજારમાં મધ લેવા જઈએ છીએ ત્યારે દુકાનદાર દ્વારા મધ શુદ્ધ અને અસલી છે તેવો દાવો કરવામાં આવે છે. પરંતુ એ વાતને પણ આપણે નકારી ન શકીએ કે આજકાલ નફો મેળવવા માટે થઈને બધાં બધી વસ્તુઓમાં મિલાવટ કરે છે. તેવામાં જો તમે મધ લેવા માટે જઈ રહ્યાં છો તો તમને અસલી અને નકલી વચ્ચે ની પરખ હોવી જોઈએ. જો તમને અસલી મધ ની ખબર પડતી હોય તો તમે તમારા માટે શુદ્ધ મધ ખરીદી  મદદ શકશો. અને નકલી મધ ખરીદવાથી બચી શકશો.

 

મધ એ એક ખાદ્ય પદાર્થ છે જેને ખાવાનાં ઉપયોગમાં લેવામાં આવે છે. મધથી ઘણા બધા ફાયદો થાય છે. તેથી ઘણા લોકો રોજ ખાવામાં મધ નો ઉપયોગ કરે છે. જો મધ  મિલાવટી હોય તો ફાયદો આપવાના બદલે નુકસાન પહોંચાડે છે. તેથી જ્યારે પણ તમે ઘરે મધ લઇ આવો ત્યારે તે અસલી છે કે નકલી જરૂર ચેક કરી લેવું. તો આવો જાણીએ કઈ રીતે અસલી મધ ની ઓળખ કરવી.

૧. કાચ ની મદદથી

તે માટે તમે કાચની પ્લેટ લો. તેમાં મધ નાં થોડા ટીપા નાખો. જો મધ ટપકવા થી તે સાપની કાચલી જેવી આકૃતિ બનાવે તો તે શુદ્ધ મધ હોય. પરંતુ જો મધ તરત જ ફેલાય જાય તો તે નકલી મધ હોય.

૨.પાણી સાથે મેળવીને જોવો

તમે પાણીની મદદથી પણ અસલી અને નકલી મધ ને ઓળખી શકો છો. તે માટે તમારે એક કાચનાં ગ્લાસ માં પાણી લેવાનું છે. તેમાં તાર નાં રૂપમાં મધનાં ટીપા મૂકો. જો મધ અસલી હશે તો તે પાતળા તારની જેમ પાણીનાં ઉપરનાં ભાગમાં રહેશે. અને જો નકલી હશે તો તે પાણી સાથે ભળી જશે.

૩. રૂ ની મદદથી

મધને રૂ માં પલાળીને તેની વાટ બનાવો. હવે તેની વાટ ને સળગાવો. જો મધ નકલી હશે તો તે સળગશે જ નહિ. અને જો સળગશે તો પણ તે અવાજ સાથે સળગશે.

૪. સફેદ કપડાં ની મદદ થી

સાફ સફેદ કપડા પર મધ નાં  થોડા ટીપા નાખો. થોડીવાર બાદ આ કપડાને પાણીથી ધુઓ. જો મધ અસલી હશે તો કપડાં પર મધ નો ડાઘ નહીં બેસે. પરંતુ મધ નકલી હશે તો કપડાં પર મધ નો ડાઘ બેસી જશે.

૫. મોસમ પરથી કરો અસલી મધની ઓળખ

અસલી મધ શિયાળાની ઋતુમાં જામી જાય છે. અને ઉનાળાની ઋતુમાં પીગળી જાય છે. પરંતુ જો તમારું મધ દરેક ઋતુમાં એકસરખુ જ રહે તો તમારે સમજી જવું કે તમારા મધમાં મિલાવટ કરવામાં આવી છે.

૬. લાકડીની મદદથી

એક લાકડી લો તેનાં પર મધ નાં થોડા ટીપા નાખો. ત્યાર બાદ મધ  પાસે એક સળગતી દીવાસળી લઈ જાઓ. તે સળગી જાય તો મધ શુદ્ધ હશે. અને જો મધ નકલી હશે તો તે સળગશે નહિ.

૭. માખી જણાવી શકે છે અસલી – નકલી મધ

માખી બધાનાં ઘરમાં હોય છે. તેવામાં અસલી અને નકલી મધ વિશે માખી જણાવી શકે છે. શુદ્ધ મધ માં માખી ફસાતી નથી પરંતુ ઉડી જાય છે. જયારે મિલાવટી મધ માં માખી ફસાઈ જાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *