એશ્વર્યા રાય ને ખુબ જ પ્રેમ કરતા હતા આ અભિનેતા, પરંતુ આ કારણ થી થઈ ગયા એકબીજા થી દૂર

એશ્વર્યા રાય ને ખુબ જ પ્રેમ કરતા હતા આ અભિનેતા, પરંતુ આ કારણ થી થઈ ગયા એકબીજા થી દૂર

બોલિવૂડ ની ફેમસ અને ખૂબસૂરત અભિનેત્રી ઐશ્વર્યા રાય ને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. જણાવી દઈએ કે, ફિલ્મો માં આવતા પહેલા એશ્વર્યા રાય એ મોડલિંગ થી તેની કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆત થી તેને મોડલિંગ કરવું પસંદ હતું. સૌ પ્રથમ તેમણે કેમલીન કંપની માં થી મોડલિંગ ની ઓફર મળી હતી. ત્યારે તે નવ માં ધોરણ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હતી. ત્યારબાદ તેઓ એ ઘણી એડ માં કામ કર્યું. અને એક તરફ પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. વર્ષ ૧૯૯૧માં તેણે સુપર મોડેલ કોન્ટેસ્ટ માં ભાગ લીધો. અને ત્યાર પછી ૧૯૯૪ માં મિસ વર્લ્ડ નો એવોડ મળ્યા બાદ તેને ફિલ્મ દુનિયા માં પોતાની કારકિર્દી શરુ કરી. અને તેને ખૂબ જ સફળતા મળી. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાય ફિલ્મ ને લઇને જેટલી ચર્ચા માં છે તેટલી જ પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહી છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ની લવ સ્ટોરી વિશે દરેક લોકો જાણે છે. પણ એક સમય હતો જ્યારે બોલિવૂડ નાં મુન્નાભાઈ પણ એશ્વર્યા રાય ની પાછળ પાગલ હતા. જી, હા સંજય દત્ત ને એશ્વર્યા રાય ની પ્રેમ ની ઘણી ચર્ચા ઓ થતી હતી.

Advertisement

સંજય દત્ત એશ્વર્યા રાય નાં પ્રેમ માં પાગલ હતા

જાણવા ની વાત એ છે કે, સંજય દત્ત એ સમયે એશ્વર્યા રાય નાં પ્રેમ માં પડ્યા હતા જ્યારે એશ્વર્યા એ ફિલ્મ લાઈન માં પોતાની કારકિર્દી ની શરૂઆત પણ કરી ન હતી. આ વિશે પોતે ખુદ સંજય દતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં જ્યારે પહેલીવાર એશ્વર્યા રાયને જોઈ હતી ત્યારથી જ હું તેની સુંદરતા પર ફિદા થઇ ગયો હતો. જણાવી દઈએ કે બન્નેની પહેલી મુલાકાત ૧૯૯૩ માં થઈ હતી જ્યારે બંને ને એક મેગેઝિન માટે સાથે ફોટો શૂટ કરવાનું હતું. તે દિવસો માં એશ્વર્યા રાય મોડલિંગ ની દુનિયા માં ખૂબ જ એક્ટિવ હતી. અને ત્યારે એશ્વર્યા રાય ઘણી જાહેરાતો માં કામ કરતી હતી. તેવામાં સંજય દતે એશ્વર્યા ને કોલ્ડ ડ્રિંક ની એડ માં જોઈ હતી. ત્યારથી જ તે એશ્વર્યા રાય ની પાછળ પાગલ હતા.

સંજય દત્ત ની બહેનો બની હતી પ્રેમ માં રૂકાવટ

મીડિયા માં જણાવ્યા મુજબ સંજય દત્ત એશ્વર્યા રાય ની પાછળ પાગલ હતા. પણ સંજય ની બહેનો આ લવ સ્ટોરી માં અડચણ બની હતી જણવામાં આવે છે કે તે દિવસો માં સંજય ની બહેનો સંજયને સલાહ આપતી હતી કે, તેઓ એશ્વર્યા થી દૂર રહે એવું એટલા માટે કે ત્યારે સંજય દત્ત ની ઈમેજ  બેડ બોય વાળી હતી. જાણવામાં આવે છે કે સંજય દત્ત ની બહેનો ઐશ્વર્યા ને ખૂબ જ પસંદ કરતી હતી. તેઓ ઐશ્વર્યા ને મળી પણ હતી. પરંતુ સંજય દત્ત ની પોતાની બેડ બોય વાળી ઇમેજ નાં લીધે ખૂબ જ ચર્ચામાં રહેતા હતા. આ જ કારણે તેની બહેનો એ એશ્વર્યા થી દૂર રહેવાની સલાહ આપી હતી કહ્યું હતું કે એશ્વર્યા ને પટાવવા ની કોશિશ ન કરીશ તેની પાસે ફોન નંબર પણ ના માગીશ. સંજય દત્ત એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એશ્વર્યા નાં ખૂબ વખાણ કર્યા હતા કહ્યું હતું કે, તે એકવાર જો રોડ પર ઊભી રહી જાય તો બધી જ ગાડીઓ તેનાં માટે આવીને ઊભી રહી જાય. જણાવી દઈએ કે સંજય દત્ત અને એશ્વર્યા રાય એ “શબ્દ” અને  “હમ કિસીસે કમ નહી હૈ”  જેવી ફિલ્મો માં સાથે કામ કર્યું છે. જો કે સંજય દત્ત અને એશ્વર્યા રાય ક્યારેય પણ રિલેશનશિપ માં ન હતાં. હવે પોતે બંને પોતપોતાની જિંદગી માં ખૂબ ખુશ છે. એક તરફ સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે ખુશ છે. તો બીજી તરફ ઐશ્વર્યા બચ્ચન પરિવાર ની પુત્રવધુ છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *