ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે પીપળા નાં પાન, આ રોગોમાંથી મળે છે જલ્દી થી છુટકારો

હિન્દુ ધર્મમાં પીપળા નાં વૃક્ષને ગુણકારી ગણવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી પાપ પાપ નો અંત થાય છે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. આયુર્વેદમાં આ વૃક્ષને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ વૃક્ષ ના પાન નો પ્રયોગ ઘણા પ્રકારની આયુર્વેદિક દવા બનાવવામાં થાય છે. પીપળા નાં પાન સ્કિન માટે ઉત્તમ હોય છે. જે ત્વચાને નિખારવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. પીપળા નાં પાન ની સાથે બીજા ઘણા ગુણો જોડાયેલા છે. આજે અમે તમને તે આ આર્ટીકલ દ્વારા તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.
પીપળાના પાન ના ફાયદાઓ
આંખ માટે ઉતમ
પીપળા નાં પાન આંખ માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે તેનો પ્રયોગ કરવાથી આંખની બળતરા અને દુખાવાની પરેશાની થી મુક્તિ મળે છે. આંખની કોઈપણ પ્રકારની સમસ્યા થાય ત્યારે પીપળા નાં પાનને દૂધમાં મેળવી અને તે દૂધ પીવાથી આંખોની બળતરા માં રાહત મળે છે. આ ઉપરાંત આંખો પર પીપળા નાં પાનનો લેપ લગાવાથી પણ ફાયદો થાય છે. આ લેપ લગાવવાથી આંખોને ઠંડક પ્રાપ્ત થાય છે. માટે જે લોકોને આંખમાં બળતરાની ફરિયાદ રહેતી હોય તેઓએ પીપળા નાં પાનનો લેપ આંખ પર લગાવો.
અસ્થમાની સમસ્યામાં આરામ
જે લોકો અસ્થમાની સમસ્યાથી પરેશાન હોય તેઓએ પીપળા નાં પાનનું સેવન કરવું. પીપળાના પાન નું સેવન કરવાથી અસ્થમામાં આરામ મળે છે. થોડા પીપળા નાં પાન લઈને તેને સુકવી અને ત્યારબાદ તેને પીસી તેનો પાવડર તૈયાર કરવો આ પાવડર દૂધમાં ઉકાળી અને દૂધનું સેવન કરવું જો તમે ઈચ્છો તો દૂધની અંદર ખાંડ અથવા મધ નાખી શકો છો. દિવસમાં બે વાર આ દૂધનું સેવન કરવાથી અસ્થમાની પરેશાની માં આરામ મળે છે.
પેટ નાં દુખાવા ને કરે છે દૂર
પેટમાં દુખાવાની ફરિયાદ હોય ત્યારે પીપળા નાં પાન નું સેવન કરવું જોઈએ. પેટમાં દુખાવો હોય ત્યારે પીપળા નાં પાનને પાણીમાં ઉકાળી ને આ પાણીનું સેવન કરવું જોઇએ. આ ઉપરાંત શરીર નાં કોઈપણ ભાગમાં દુખાવો કે સોજો હોય ત્યારે પીપળા નાં પાનનો લેપ તેના પર લગાવવાથી તમને તે દુખાવાથી રાહત મળે છે. જો તમને પીપળા નાં પાન નું પાણી પીવું ન હોયતો પીપળા નાં પાન નો લેપ પેટ પર લગાવી શકો છો.
દાંતના દુખાવામાં રાહત
દાંતમાં જીવાણું થવાના કારણે દાંતનાં દુખાવાની ફરિયાદ રહે છે. દાંત નો દુખાવો હોય ત્યારે પીપળા નાં પાનનો પ્રયોગ કરવો. પીપળા નાં પાન ની જડ થી દાંતને દરરોજ બે વાર સાફ કરવા. તેનાથી દાંતનો દુખાવો દૂર થાય છે.
ફાટેલી એડી માટે
ફાટેલી એડી ની સમસ્યામાં રાહત મેળવવા માટે પીપળા નાં પાન ખૂબ જ મદદગાર સાબિત થાય છે. એડી પર પીપળા નાં પાનનો લેપ લગાવવાથી ફાટેલી એડી જલ્દીથી સારી થઈ જાય છે. પીપળા નાં પાનમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે જે ફાટેલી એડી ને તરત સારી કરી દે છે. જો તમે ઈચ્છો તો લેપ ની અંદર સરસવ નું અથવા નારિયેળનું તેલ મેળવી શકો છો.
તાવમાં મદદરૂપ
તાવ ને દુર કરવા માટે પીપળા નાં પાન લાભકારી સાબિત થાય છે. જો સખત તાવ આવ્યો હોય ત્યારે પીપળા નાં પાનને દૂધ સાથે પીવાથી તાવમાં રાહત મળે છે. થોડા પીપળા નાં પાન લઈ પાન ને સાફ કરી ત્યારબાદ એક ગ્લાસ દૂધ ગેસ પર ગરમ કરવા મુકવું. તે દૂધની અંદર સાફ કરેલા પીપળા નાં પાન ઉકાળીને અને તે દૂધ નું સેવન કરવું. તમે ઈચ્છો તો તેની અંદર ખાંડ પણ નાખી શકો છો.