અયોધ્યામાં બની રહેલ રામ મંદિર નાં વિષય પર બોલ્યા સ્વરૂપાનંદજી, મંદિર નહીં અહીંયા બનાવવામાં આવી રહ્યું છે વીએચપી કાર્યાલય

જ્યોતિષ પીઠ અને દ્વારકા શારદાપીઠ નાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં બની રહેલ આ મંદિર નાં નિર્માણ પર ઘણા સવાલો કર્યા છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર નાં નિર્માણ ને લઈને ટ્રસ્ટ ને ઘણા સવાલો કર્યા છે તેમણે કહ્યું છે કે, આ ટ્રસ્ટમાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય જે ભગવાન નાં મંદિર નિર્માણ માટે પ્રાણ પ્રતિષ્ઠા કરવા લાયક હોય. શંકરાચાર્ય સ્વરૂપાનંદ એ કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર નહીં પરંતુ કાર્યાલય બનાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
શંકરાચાર્ય સ્વરૂપાનંદે પત્રકારો સાથે વાત કરતા કહ્યું છે કે,વીએચ પી અને આરએસએસ નાં લોકો ભગવાન રામને મહાપુરુષ માને છે. તેના માટે પ્રભુ રામ ભગવાન નહીં ભગવાન નથી. આ જ કારણે અયોધ્યા માં પ્રભુ શ્રી રામ નું મંદિર નહીં પરંતુ કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે. કેટલાક મહિનાઓ પહેલા પ્રયાગરાજમાં બે મહાપુરુષો ની સાથે ભગવાન શ્રી રામ ની મૂર્તિ રાખવામાં આવી હતી. ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જોઇએ કે ભગવાન રામ મહાપુરુષ નહતા તે ભગવાન હતા.
મોંની અમાસ નાં દિવસે સંગમ સ્નાન માટે શનિવાર નાં એમપી થી ચાલીને યમુના કિનારે સરસ્વતી ઘાટથી પર આવેલ મન કામેશ્વર મંદિરે પહોંચી શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું હતું કે, તેમના રામાલય ટ્રસ્ટ માં શંકરાચાર્ય ઉપરાંત રામાનંદચાર્ય બધા ૧૩ અખાડાઓ નાં પણ પ્રતિનિધિ છે. મોજુદ સરકાર નાં મંદિર ટ્રસ્ટમાં એવું સંતોલન જોવા મળતું નથી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા સનાતન ધર્મનું સૌથી મોટું આરાધના નું સ્થળ બને. મંદિર બનાવવા માટે આપવામાં આવતા ધન પર તેઓએ કહ્યું કે, ધન ભેગું કરવામાં આવ્યું છે પરંતુ તેનો હિસાબ રાખવામાં આવ્યો નથી. સોનાની ઈંટ ને લઈને ધન એકઠું કરવામાં આવ્યું છે.
મહત્વની વાત એ છે કે, અયોધ્યામાં રામ મંદિર નાં નિર્માણનું કાર્ય ખૂબ જ ઝડપથી શરૂ થઈ ગયું છે. આ મંદિર બનાવવામાં સરકાર તરફથી એક ટ્રસ્ટ સંગઠન કરવામાં આવ્યું છે. જે આ મંદિર નાં નિર્માણ કાર્યની દેખરેખ રાખશે અને મંદિર માટે લેવામાં આવેલ ડોનેશન જમા કરશે. આ ટ્રસ્ટ પર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ઘણા સવાલો કર્યા છે. આ ઉપરાંત ખેડૂત આંદોલન પર પણ તેઓએ પોતાની વાત રાખી છે અને કહ્યું છે કે, સરકાર નોટ બંધી થી લઈને કૃષિ કાનૂન સુધી એક પક્ષીય નિર્ણય લઇ રહી છે તે અફસોસજનક છે.