બાબા રામદેવની આ સ્પેશિયલ ખીચડી, એક મહિનામાં ઘટાડી શકે છે ૧૦ કિલો સુધી વજન જાણો તેને બનાવવાની વિધિ અને ફાયદા

બાબા રામદેવની આ સ્પેશિયલ ખીચડી, એક મહિનામાં ઘટાડી શકે છે ૧૦ કિલો સુધી વજન જાણો તેને બનાવવાની વિધિ અને ફાયદા

વજન ઉતારવા માટે યોગની અને પ્રાણાયામની સાથે પૌષ્ટિક આહાર પણ જરૂરી છે. વજન ઉતારવા માટે યોગ ગુરૂ બાબા રામદેવ નાં આસનો વિશે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ તેમની બતાવેલી ખીચડી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. વજન ઉતારવા માટે બાબા રામદેવ ની ખીચડી ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક ગણાય છે. તેને ઘણી એવી વસ્તુ ભેળવીને બનાવવામાં આવે છે કે જેનાથી વજન ઝડપથી ઉતરે છે.આ ખીચડી ને પુષ્ટઆહાર ખીચડી પણ કહેવાય છે. પુષ્ટઆહાર એટલા માટે કારણ કે, તેમાં પ્રોટીન, કાર્બ, વિટામિન અને મિનરલ્સ હોય છે. ચાલો જાણીએ તેને બનાવવાની વિધિ

  • ૧૦૦ ગ્રામ દલીયા
  • ૧૦૦ ગ્રામ બાજરો
  • ૧૦૦ ગ્રામ ફોતરા વાળી મગની દાળ
  • ૧૦૦ ગ્રામ બ્રાઉન રાઈસ
  • ૧/૩ ચમચી અજમા
  • ૧૦ ગ્રામ સફેદ અથવા કાળા તલ

આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ખીચડી તૈયાર કરવી. હવે તેમાંથી ૫૦ ગ્રામની માત્રા લઇ તેમાંથી ખીચડી બનાવવી.દરેક વસ્તુને સારી રીતે ધોઈ લેવી. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાંખીને પલળવા દેવી. એક કૂકરમાં થોડું તેલ મૂકીને તે માં રાઈ કે જીરું થી વધાર કરવો તેમાં તમારી ઈચ્છા મુજબનાં શાકભાજી નાખી અને નિમક નાખી અને કૂકર બંધ કરવું. હવે ત્રણથી ચાર સીટી સુધી તેને ચડવા દેવી. ત્યારબાદ તેણે સર્વ કરવી.

કેટલી માત્રામાં ખાવી

વજન ઉતારવા માટે આ ખીચડીને દિવસમાં બે વાર ખાઈ શકાય છે. તેની સાથે જ દિવસમાં બે ગ્લાસ દૂધી નું  જ્યૂસ પણ પીવું જરૂરી છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હોય તો આ ખીચડી ને બે મહિના સુધી નિયમિત ખાવી. આ ખીચડી માં લસણ અને ડુંગળી પણ ઉમેરી શકો છો.

વજન ઉતારવામાં કઈ રીતે ઉપયોગી છે આ ખીચડી

બ્રાઉન રાઈસ

વજન ઉતારવા માટે વ્હાઈટ રાઈસ ની જગ્યાએ બ્રાઉન રાઈસ ખાવાથી વજન ઝડપથી ઊતરે છે. બ્રાઉન રાઈસ થી મેટાબોલિઝમ સિસ્ટમ ઝડપી બને છે. અને વજન કંટ્રોલ રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે..

દલીયા

જે ઘઉં માંથી બને છે અને ખૂબ જ પૌષ્ટિક ગણાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, પ્રોટીન અને ફાઇબર હોય છે. જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ફોતરા વાળી મગ ની દાળ

ફોતરા વાળી મગની દાળમાં વધારે પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે. કાર્બ ઓછુ હોવાનાં લીધે તે વજન ઉતારવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ઝડપી બને છે. અને તેમાં આયર્ન અને પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. જેથી તે ખૂબ જ પૌષ્ટિક આહાર ગણાય છે.

બાજરો

બાજરા ને ડાયટમાં શામિલ કરવાથી ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ અને વજન ઓછું થાય છે. બાજરો ખાવાથી પેટ હંમેશા સારું રહે છે. અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *