બદામને કાચી જ ખાવી જોઈએ કે પલાળીને ખાવી જોઈએ, જાણો તેને કઈ રીતે ખાવાથી થાય છે વધારે ફાયદો

બદામને કાચી જ ખાવી જોઈએ કે પલાળીને ખાવી જોઈએ, જાણો તેને કઈ રીતે ખાવાથી થાય છે વધારે ફાયદો

બદામ નાં ફાયદાઓનો દરેક વ્યક્તિને ખ્યાલ છે. બદામ ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી વધારે તે લાભદાયક પણ હોય છે. બદામ મગજને તેજ બનાવે છે. બદામ દરેક જગ્યાએ અલગ અલગ રીતે ખાવામાં આવે છે. કોઈ તેને સીધી જ કાચી ખાઈછે તો કોઈ તેને રાતનાં પલાળીને ખાઈ છે. આજે અમે તમને જણાવીશું કે, બદામ ને કઈ રીતે ખાવાથી તમને વધારે ફાયદો થઈ શકે છે.

પાણીમાં પલાળેલી બદામ કે કાચી બદામ

અત્યાર નાં સમયમાં દેશભરમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. થોડા દિવસોમાં જ તે તેનાં પ્રચંડ રૂપમાં આવી જશે. એવામાં લોકોનું માનવું છે કે, ગરમીમાં બદામને ન ખાવી જોઈએ. કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તેનાથી શરીરમાં ગરમી જેવી ઘણી પરેશાનીઓ થઈ શકે છે. ત્યાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગરમી નાં સમયમ દરમ્યાન બદામને પલાળીને ખાવી જોઈએ. કારણ કે બદામ આરીતે ખાવાથી શરીરને વધારે પોષક તત્વો પ્રાપ્ત થાય છે. તે આ ઉપરાંત પલાળેલી બદામ આપણા શરીર દ્વારા અવશોષિત પોષક તત્વો અને વિટામિન ની સંખ્યાને વધારે છે. તેમજ પલાળીને બદામ ખાવાથી તે ગરમ પણ લાગતી નથી.

પલાળેલી બદામ ખાવાના ફાયદાઓ

 

રાતના પાણીમાં પલાળેલી બદામ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે પલાળેલી બદામની સાથે તમે અખરોટનું પણ સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે, બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોનાં અવશોષણ ને રોકી દે છે. તેથી બદામ ખાતા પહેલા તેની છાલ કાઢીને ખાવી જોઈએ. જેનાથી બદામ જલ્દીથી પચે છે. અને બદામ ખાતા પહેલા તેને એક એક વાટકામાં પાણીમાં ૬થી ૮ કલાક પલાળી રાખવી જોઈએ. બદામ બૌદ્ધિક ક્ષમતાને ઝડપથી વધારે છે. બદામમાં પ્રોટીન, વિટામિન ઈ, ઓમેગા ૩ અને ફાઇબર ની પૂરી માત્રામાં હોય છે.

કોલેસ્ટ્રોલ વધવાથી રોકે છે

બદામ પોલીઅનસેચ્યુરેટેડ વસા અને મોનો-અનસેચ્યુરેટેડ વસા નો  એક મોટો સ્ત્રોત છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. બદામ નાં પૌષ્ટિક ગુણોને કારણે તેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે.

કૅન્સરને રોકે છે

સુપર ફુડનાં નામથી ફેમસ બદામમાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે. તેથી તે કોલોન કેન્સરનાં જોખમને પણ ઓછું કરે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટ દ્વારા રિલીઝ કરવામાં આવેલ એક શોધ મુજબ ઉચ્ચ ફાયબર કેન્સરનાં વિકાસની સંભાવનાને રોકી દે છે. બદામ માં રહેલ ફાઈટોકેમિકલ્સ, ફ્લેવોનોઈડ્સ અને વિટામિન ઈ સ્તન કેન્સરની કોશિકાઓની પ્રગતિને નિયંત્રિત કરે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *