બેંકો ની ભૂલો ને લીધે ગ્રાહકો ને સજા ક્યાં સુધી ભોગવવી પડેશે

સામાન્ય લોકો ને બેંકો ની ભૂલને કારણે સજા ક્યાં સુધી ભોગવવી પડે છે. એવો સવાલ જનતામાં ચર્ચાઇ રહ્યો છે. લોકોની પરસેવા ની કમાણી બેંક માં સુરક્ષિત નથી. લોકોને બેંકો થી ડર લાગે છે. જનતા ને ક્યારેક પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો- ઓપરેટીવ તો ક્યારેક લક્ષ્મી વિલાસ બેંક. આ વાત કોઈ ખાસ બેંકની નથી મુદ્દાની વાત તો એ છે કે, જો જનતાનાં નાણાં બેંકમાં સલામત નથી તો જનતા ને શું સમજવું ? ખુદ બેંક જનતાનાં નાણાં હડપ કરી જાય તો જનતા ને મદદ કોણ કરે. આજકાલ એવો સામાન્ય સવાલ જનતામાં ચર્ચાઇ રહ્યો છે.સવાલ એ છે કે, આખરે આ કૌભાંડ મુદ્દે જવાબદારી કોની દેશની બેન્કીંગ પોલીસી કે પછી બેંકોની ભૂલ હોય તો સજા જનતાને શા માટે ભોગવવી પડે છે. જનતાનાં પરસેવાનાં નાણાં લૂંટનાર ને જેલ ની સજા થવી જોઈએ. પરંતુ એવું કયારે થશે.
તમને જણાવી દઈએ કે, લક્ષ્મી વિલાસ બેંકનાં પ્રબંધન માં અને વ્યાવસાયિક ખામીઓ બહાર આવી હતી તે મુજબ રિઝર્વ બેન્કે મોટો નિર્ણય કર્યો હતો તે મુજબ બેન્કો પર પ્રતિબંધ મૂક્યો. તે પ્રમાણે ગ્રાહકો પોતાનાં ખાતામાંથી એક મહિનામાં ફક્ત ૨૫ હજાર રૂપિયા નો જ ઉપાડ કરી શકશે. આરબીઆઇ દ્વારા લક્ષ્મી વિલાસ બેંક પર ૩૦ દિવસ માટે મોરેટોરિયમ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.૧૬ ડિસેમ્બર સુધી બેંકની નિકાસી સીમા ૨૫ હજાર કરી દીધી હતી. આરબીઆઇ દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, પાછલાં ત્રણ વર્ષમાં બેન્કોની નાણાંની સ્થિતિમાં ગીરાવટ આવવાને લીધે રિઝર્વ બેન્કે કહ્યું કે, બેન્કો પોતાની નેટવર્થ મતલબ, નાણાંકીય સ્થિતિ ગુમાવી રહી છે. રિઝર્વ બેન્કે પીએમસી બેંક પર પણ આ પ્રકારનો પ્રતિબંધ મૂકયો હતો.
અલબત્ત, લક્ષ્મી વિલાસ બેંકનાં ગ્રાહકો માટે સરકારનાં કહેવા પ્રમાણે ચિકિત્સા ઉપચાર, શિક્ષણ વગેરે જરૂરી ખર્ચા માટે ૨૫,૦૦૦ રૂપિયા ઉપરાંત નાણાં ઉપાડવા માટે છુટ આપવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ સરકાર ને બેંકોનાં કોરર્પોરેટ ગવર્નેસ અને મેનેજમેન્ટ માં પણ ખામીઓ મળી હતી. તે પછી લક્ષ્મી વિલાસ બેંકનાં એડમિનીસ્ટેટર તરીકે ટી એન મનોહર ને નિયુક્ત કરવામાં આવ્યા